| Red Hat Enterprise Linux 4: x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | આગળવધો | |
Red Hat Enterprise Linux ને Itanium સિસ્ટમ પર સ્થાપિત કરવાનું એ Red Hat Enterprise Linux ને x86-આધારિત સિસ્ટમ પર સ્થાપિત કરવા કરતાં અલગ છે. સામાન્ય રીતે, સફળ સ્થાપન માટેના પગલાંઓ મોટે ભાગે નીચે પ્રમાણે છે:
Extensible Firmware Interface (EFI) શેલમાં બુટ કરો.
જો તમે CD-ROM માંથી બુટ કરી શકો નહિં, તો Red Hat Enterprise Linux ની સાથે પૂરી પાડવામાં આવેલ બુટ ઈમેજમાંથી LS-120 ડિસ્ક બનાવો.
EFI શેલ અને ELILO બુટ લોડરની મદદથી, કર્નલ લાવો અને ચલાવો, અને Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમમાં ચલાવો.