| Red Hat Enterprise Linux 4: x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 4. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
Red Hat Enterprise Linux ને CD-ROM માંથી સ્થાપિત કરવા માટે, CD-ROM વિકલ્પ પસંદ કરો અને OK બટન પસંદ કરો. જ્યારે પૂછવામાં આવે, ત્યારે Red Hat Enterprise Linux CD ને તમારી CD-ROM ડ્રાઈવમાં દાખલ કરો (જો તમે CD માંથી બુટ નહિં કર્યું હોય તો). એકવાર CD જો CD-ROM ડ્રાઈવમાં હોય, તો OK પસંદ કરો, અને
![]() | નોંધ |
|---|---|
જ્યારે તમે સ્થાપન કાર્યક્રમ બુટ કરી રહ્યા હોય ત્યારે પ્રથમ CD-ROM જરુરી છે, અને પછી બધી CD-ROM પર વારાફરતી પ્રક્રિયા થઈ ગયા પછી ફરીથી તે જરુરી છે. |
પછી સ્થાપન કાર્યક્રમ તમારી સિસ્ટમને ચકાસે છે અને તમારી CD-ROM ડ્રાઈવ ઓળખવાનું કરે છે. તે CD-ROM ડ્રાઈવને IDE (ATAPI તરીકે પણ ઓળખાય છે) માટે જોઈને શરુ કરે છે. જો મળે, તો સ્થાપન પ્રક્રિયાના આગળના પગથીયા પર સ્થાપન ચાલુ રાખો (વિભાગ 4.12 નો સંદર્ભ લો).
![]() | નોંધ |
|---|---|
આ સમયે સ્થાપન પ્રક્રિયા અડધેથી બંધ કરવા માટે, તમારું મશીન રીબુટ કરો અને પછી બુટ મીડિયાને બહાર કાઢો. સ્થાપન વિશે સ્ક્રીન આવે એ પહેલાં તમે કોઈપણ બિંદુએ સ્થાપન સુરક્ષિત રીતે રદ કરી શકો છો. વધુ જાણકારી માટે વિભાગ 4.24 નો સંદર્ભ લો. |
જો તમારી CD-ROM ડ્રાઈવ શોધાઈ નહિં હોય અને તે SCSI CD-ROM હોય, તો સ્થાપન કાર્યક્રમ તમને SCSI ડ્રાઈવર પસંદ કરવા માટે પૂછે છે. ડ્રાઈવર પસંદ કરો કે જે ખૂબ નજીકથી તમારા એડેપ્ટરને રીસેમ્બલ કરે છે. જો જરુરી હોય તો વિકલ્પો તમે સ્પષ્ટ કરી શકો છો; તેમછતાં પણ, મોટા ભાગના ડ્રાઈવરો તમારા SCSI એડેપ્ટરને આપોઆપ શોધી શકે છે.
![]() | મદદ |
|---|---|
CD-ROM ડ્રાઈવો માટે વૈકલ્પિક પરિમાણોની અંશતઃ યાદી Red Hat Enterprise Linux સંદર્ભ માર્ગદર્શન માં, પરિશિષ્ટમાં સામાન્ય પરિમાણો અને મોડ્યુલો માં શોધી શકાશે. |
જો તમારી પાસે IDE (ATAPI) CD-ROM x86, AMD64, અથવા Intel® EM64T સિસ્ટમ પર હોય, પરંતુ સ્થાપન કાર્યક્રમ IDE (ATAPI) CD-ROM શોધવામાં નિષ્ફળ ગયો અને તમને તમારી પાસે કયા પ્રકારની CD-ROM ડ્રાઈવ છે તેના માટે પૂછે, તો નીચેનો બુટ આદેશ વાપરી જુઓ. સ્થાપન ફરીથી શરુ કરો, અને boot: પ્રોમ્પ્ટ આગળ linux hdX=cdrom દાખલ કરો. X ને નીચેનામાંથી એક અક્ષર સાથે બદલો, ઈન્ટરફેસ એકમ જોડાયેલ છે કે નહિં, અને શું તે માસ્ટર કે સ્લેવ તરીકે રુપરેખાંકિત થયેલ છે તેના પર આધાર રાખીને (પ્રાથમિક અને ગૌણ તરીકે પણ ઓળખાય છે):
a — પ્રથમ IDE નિયંત્રક, માસ્ટર
b — પ્રથમ IDE નિયંત્રક, સ્લેવ
c — દ્વિતિય IDE નિયંત્રક, માસ્ટર
d — દ્વિતિય IDE નિયંત્રક, સ્લેવ
જો તમારી પાસે તૃતીય અને/અથવા ચતુર્થ નિયંત્રક હોય, તો અક્ષરોને ચઢતા ક્રમમાં ગોઠવવાનું ચાલુ રાખો, નિયંત્રકથી નિયંત્રક સુધી જવાનું, અને માસ્ટરથી સ્લેવ સુધી.