4.10. HTTP મારફતે સ્થાપન

HTTP સંવાદ માત્ર ત્યારે જ લાગુ પડે છે જો તમે HTTP સર્વરમાંથી સ્થાપન કરી રહ્યા હોય (જો તમે HTTP ને Installation Method સંવાદમાં પસંદ કરેલ હોય). આ સંવાદ તમને HTTP સર્વર વિશે પૂછશે કે જેમાંથી તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરી રહ્યા હોય.

તમે જે HTTP સાઈટમાંથી સ્થાપન કરી રહ્યા હોય તેનું નામ અથવા IP સરનામું દાખલ કરો, અને તમારા આર્કીટેક્ચર માટે સ્થાપન ફાઈલોને સમાવતી ડિરેક્ટરી RedHat/ નું નામ દાખલ કરો. ઉદાહરણ તરીકે, જો HTTP સાઈટ /mirrors/redhat/arch/RedHat/ ડિરેક્ટરી ધરાવે, તો /mirrors/redhat/arch/ દાખલ કરો (કે જ્યાં arch એ તમારી સિસ્ટમના આર્કીટેક્ચરના પ્રકાર સાથે બદલાય છે, જેમ કે i386, ia64, ppc, અથવા s390). જો બધું યોગ્ય રીતે સ્પષ્ટ થયેલ હતું, તો base/hdlist એ મળી ગયેલ છે એમ દર્શાવતો સંદેશો દેખાશે.

આકૃતિ 4-6. HTTP Setup સંવાદ

પછી, Welcome સંવાદ દેખાશે.

મદદમદદ
 

તમે ISO ઈમેજો કે જે તમે પહેલાથી જ સર્વરમાં નકલ કરેલી છે તેની મદદથી ડિસ્ક જગ્યા સંગ્રહી શકો છો. આ પૂર્ણ કરવા માટે, ISO ઈમેજોની મદદથી તેમને એક ટ્રીમાં લુપબેક માઉન્ટિંગ કરીને નકલ કર્યા સિવાય Red Hat Enterprise Linux સ્થાપિત કરો. દરેક ISO ઈમેજ માટે:

mkdir discX

mount -o loop example-1.iso discX