| Red Hat Enterprise Linux 4: x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 4. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
NFS સંવાદ માત્ર ત્યારે જ લાગુ પડે જો તમે NFS સર્વરમાંથી સ્થાપન કરી રહ્યા હોય (જો તમે NFS Image ને Installation Method સંવાદમાં પસંદ કરેલ હોય).
તમારા NFS સર્વરનું ડોમેઈન નામ અથવા IP સરનામુ દાખલ કરો. ઉદાહરણ તરીકે, જો તમે યજમાન નામવાળા eastcoast ને example.com ડોમેઈનમાં સ્થાપિત કરી રહ્યા હોય, તો eastcoast.example.com ને NFS Server ક્ષેત્રમાં દાખલ કરો.
પછી, નિકાસ કરેલ ડિરેક્ટરીનું નામ દાખલ કરો. જો તમે વિભાગ 2.5 માં દર્શાવ્યા અનુસાર સેટઅપને અનુસર્યું હોય, તો તમે /location/of/disk/space/ ડિરેક્ટરી દાખલ કરી શકો છો કે જે RedHat/ ડિરેક્ટરી સમાવે છે.
જો NFS સર્વર એ Red Hat Enterprise Linux સ્થાપન વૃક્ષનું પ્રતિબિંબ નિકાસ કરી રહ્યું હોય, તો ડિરેક્ટરી દાખલ કરો કે જે RedHat/ ડિરેક્ટરીને સમાવે. (જો તમે આ ડિરેક્ટરી પથ નહિં જાણતા હોય, તો તમારા સિસ્ટમ સંચાલકને પૂછો.) ઉદાહરણ તરીકે, જો NFS સાઈટ /mirrors/redhat/arch/RedHat/ ડિરેક્ટરી ધરાવે, તો /mirrors/redhat/arch/ દાખલ કરો (કે જ્યાં arch એ તમારી સિસ્ટમના આર્કીટેક્ચરના પ્રકાર સાથે બદલી શકાશે, જેમ કે i386, ia64, ppc, અથવા s390). જો બધું યોગ્ય રીતે સ્પષ્ટ થયેલ હોય, તો Red Hat Enterprise Linux માટેનો સ્થાપન કાર્યક્રમ ચાલી રહ્યો છે એમ દર્શાવતો સંદેશો દેખાશે.
જો NFS સર્વર એ Red Hat Enterprise Linux CD-ROM ની ISO ઈમેજો નિકાસ કરી રહી હોય, તો ડિરેક્ટરી દાખલ કરો કે જે ISO ઈમેજો સમાવે છે.
પછી, Welcome સંવાદ દેખાશે.