| Red Hat Enterprise Linux 4: x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 4. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
આપોઆપ પાર્ટીશન કરવાનું તમને તમારી સિસ્ટમમાંથી કઈ માહિતી દૂર થઈ રહી છે (જો કંઈ હોય તો) તે નિયંત્રણ કરવાની પરવાનગી આપે છે. તમારા વિકલ્પો છે:
આ સિસ્ટમ પરના બધા Linux પાર્ટીશનો દૂર કરો — માત્ર Linux પાર્ટીશનો (પાર્ટીશનો કે જે Linux ના પહેલાના સ્થાપનથી બનાવવામાં આવ્યા હતા) દૂર કરવા માટે આ વિકલ્પ પસંદ કરો. આ તમારી હાર્ડ ડ્રાઈવ પરના બીજા પાર્ટીશનોને દૂર કરતું નથી (જેમ કે VFAT અથવા FAT32 પાર્ટીશનો) .
આ સિસ્ટમ પર બધા પાર્ટીશનો દૂર કરો — તમારી હાર્ડ ડ્રાઈવના બધા પાર્ટીશનો (જે બીજી ઓપરેટીંગ સિસ્ટમ દ્વારા બનાવાયેલ પાર્ટીશનો સમાવે છે જેમ કે Windows VFAT અથવા NTFS પાર્ટીશનો ) દૂર કરવા માટે આ વિકલ્પ પસંદ કરો.
![]() | સાવધાન |
|---|---|
જો તમે આ વિકલ્પ પસંદ કરો, તો પસંદ કરેલ હાર્ડ ડ્રાઈવ પરની બધી માહિતી તમારા સ્થાપન કાર્યક્રમ દ્વારા કાઢી નંખાશે. જો તમારી પાસે જાણકારી હોય કે જે તમે તમારી હાર્ડ ડ્રાઈવ કે જ્યાં તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરી રહ્યા હો ત્યાં સાચવવા માંગો તો આ વિકલ્પ પસંદ કરો નહિં. |
બધા પાર્ટીશનો સાચવી રાખો અને વર્તમાન ખાલી જગ્યા વાપરો — તમારી વર્તમાન માહિતી અને પાર્ટીશનો પાછા મેળવવા માટે આ વિકલ્પ પસંદ કરો, એમ ધારી રહ્યા છીએ કે તમારી પાસે તમારી હાર્ડ ડ્રાઈવ પર પૂરતી ખાલી જગ્યા છે.
તમારા માઉસની મદદથી, હાર્ડ ડ્રાઈવ પસંદ કરો કે જેના ઉપર તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરવા માંગો છો. જો તમારી પાસે બે અથવા વધુ હાર્ડ ડ્રાઈવ હોય, તો તમે જે હાર્ડ ડ્રાઈવ પર સ્થાપન કરવા માંગો તે પસંદ કરો. અપસંદિત હાર્ડ ડ્રાઈવો, અને તેમના પરની કોઈપણ માહિતીઓને, અડકવામાં આવતી નથી.
![]() | નોંધ |
|---|---|
એ હંમેશા સારો વિચાર છે કે તમારી સિસ્ટમની કોઈપણ માહિતીનો બેકઅપ રાખો. ઉદાહરણ તરીકે, જો તમે દ્વિ-બુટવાળી સિસ્ટમ બનાવી રહ્યા હોય અથવા સિસ્ટમ સુધારી રહ્યા હોય, તો તમારે તમારી હાર્ડ ડ્રાઈવની કોઈપણ માહિતીનો બેકઅપ રાખવો જોઈએ. ભૂલો થતી હોવાથી તે તમારી માહિતીના નાશમાં પરિણમે છે. |
![]() | સાવધાન |
|---|---|
જો તમારી પાસે RAID કાર્ડ હોય, તો ધ્યાન રાખો કે અમુક BIOS RAID કાર્ડમાંથી બુટ થવાને આધાર આપતા નથી. આના જેવા કિસ્સાઓમાં, /boot/ પાર્ટીશન RAID ઍરેની બહારના પાર્ટીશન પર જ બનાવેલો હોવો જોઈએ, જેમ કે અલગ હાર્ડ ડ્રાઈવ પર. સમસ્યાવાળા RAID કાર્ડો માટે પાર્ટીશન બનાવવા માટે આંતરિક હાર્ડ ડ્રાઈવ જરુરી છે. /boot/ પાર્ટીશન સોફ્ટવેર RAID સુયોજનો માટે પણ ખૂબ જરુરી છે. જો તમે તમારી સિસ્ટમને આપોઆપ પાર્ટીશન પાડવા માટે પસંદ કરી હોય, તો તમે રીવ્યુ પસંદ કરીને જાતે તમારા /boot/ પાર્ટીશનમાં ફેરફાર કરી શકો છો. |
આપોઆપ પાર્ટીશન દ્વારા બનેલા પાર્ટીશનો માટે રીવ્યુ કરો અને જરુરી બદલાવો કરવા માટે, રીવ્યુ વિકલ્પ પસંદ કરો. પછી રીવ્યુ પસંદ કર્યા પછી અને આગળ વધો બટન પર ક્લિક કરીને આગળ વધો, તમારા માટે બનાવાયેલ પાર્ટીશનો ડિસ્ક ડ્રુડ માં દેખાશે. જો જરુરી હોય તો તમે આ પાર્ટીશનોમાં કોઈપણ ફેરફારો કરી શકો છો.
તમે તમારી પસંદગીઓ કરી દીધા પછી પ્રક્રિયા કરવા માટે આગળ વધો પર ક્લિક કરો.