1.2. Itanium સિસ્ટમો — EFI શેલ

તમે Itanium પર તમારુ Red Hat Enterprise Linux સ્થાપન શરુ કરો તે પહેલા, તમારી પાસે EFI શેલનું આધારભૂત જ્ઞાન હોવું જ જોઈએ, તે શું કરે છે, અને કઈ જાણકારી પૂરી પાડે છે.

EFI શેલ એ કાર્યક્રમો લાવવા માટેનું કન્સોલ શેલ ઈન્ટરફેસ છે (જેમ કે Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ), EFI પ્રોટોકોલ અને ઉપકરણ ડ્રાઈવરો લાવો, અને સાદી સ્ક્રિપ્ટો ચલાવો. તે મોટે ભાગે DOS કન્સોલના જેવું જ છે અને માત્ર મીડિયા કે જે FAT16 (VFAT) બંધારણવાળી હોય તેનાથી ચલાવાય છે.

EFI શેલ સામાન્ય ઉપયોગિતાઓ પણ સમાવે છે કે જે EFI સિસ્ટમ પાર્ટીશન પર વાપરી શકાય છે. આ ઉપયોગિતાઓમાં edit, type, cp, rm અને mkdir નો સમાવેશ થાય છે. ઉપયોગિતાઓની યાદી માટે અને બીજા આદેશો માટે help ને EFI શેલ પ્રોમ્પ્ટ પર લખો.

EFI શેલ ELILO તરીકે ઓળખાતું બુટ લોડર સમાવે છે. EFI પરની વધારાની જાણકારી નીચેની URL પરથી મળી શકે:

http://developer.intel.com/technology/efi/index.htm

1.2.1. Itanium સિસ્ટમો — EFI ઉપકરણ નામો

map આદેશ EFI ઓળખી શકે તેવા બધા ઉપકરણો અને ફાઈલ સિસ્ટમોની યાદી જોવા માટે વાપરી શકાય છે. જ્યારે તમારી Itanium સિસ્ટમ EFI શેલમાં બુટ થાય ત્યારે, તે તમારી સિસ્ટમ નીચેના ક્રમમાં ચકાસે છે:

  1. LS-120 ડ્રાઈવ (જો તે મીડિયા સમાવે તો)

  2. પ્રાથમિક IDE ઈન્ટરફેસ પર IDE હાર્ડ ડ્રાઈવો

  3. ગૌણ IDE ઈન્ટરફેસ પર IDE હાર્ડ ડ્રાઈવો

  4. SCSI ઈન્ટરફેસ પર SCSI હાર્ડ ડ્રાઈવો

  5. IDE ઈન્ટરફેસ પર CD-ROM ડ્રાઈવો

  6. SCSI ઈન્ટરફેસ પર CD-ROM ડ્રાઈવો

આ સિસ્ટમ પોલનું પરિણામ જોવા માટે, નીચેનો આદેશ EFI શેલ પ્રોમ્પ્ટ પર લખો:

map

જે ક્રમમાં સિસ્ટમની ચકાસણી કરવામાં આવી હતી તે રીતે આઉટપુટની યાદી મળે છે. જેથી, બધી FAT16 ફાઈલ સિસ્ટમો પ્રથમ યાદીત થયેલી છે, પછી IDE હાર્ડ ડ્રાઈવો, પછી SCSI હાર્ડ ડ્રાઈવો, પછી IDE CD-ROM ડ્રાઈવો, અને છેલ્લે SCSI CD-ROM ડ્રાઈવો.

ઉદાહરણ તરીકે, map આદેશનું આઉટપુટ નીચેના જેવું દેખાશે:

Device mapping table
fs0  : VenHw(Unknown Device:00)/HD(Part1,Sig00000000)
fs1  : VenHw(Unknown Device:80)/HD(Part1,Sig00000000)
fs2  : VenHw(Unknown Device:FF)/CDROM(Entry1)/HD(Part1,Sig00000000)
blk0 : VenHw(Unknown Device:00)
blk1 : VenHw(Unknown Device:00)/HD(Part1,Sig00000000)
blk2 : VenHw(Unknown Device:80)
blk3 : VenHw(Unknown Device:80)/HD(Part1,Sig00000000)
blk4 : VenHw(Unknown Device:80)/HD(Part2,Sig00000000)
blk5 : VenHw(Unknown Device:80)/HD(Part3,Sig00000000)
blk6 : VenHw(Unknown Device:80)/HD(Part3,Sig00000000)/HD(Part1,Sig725F7772)
blk7 : VenHw(Unknown Device:FF)
blk8 : VenHw(Unknown Device:FF)/CDROM(Entry1)
blk9 : VenHw(Unknown Device:FF)/CDROM(Entry1)/HD(Part1,Sig00000000)

આ ઉદાહરણમાં, ત્યાં LS-120 ડિસ્ક એ LS-120 ડ્રાઈવમાં છે એજ રીતે CD-ROM એ CD-ROM ડ્રાઈવમાં છે. બધી યાદી કે જે fs થી શરુ થાય છે તે FAT16 ફાઈલ સિસ્ટમો હોય છે કે જે EFI વાંચી શકે છે. બધી યાદી કે જે blk થી શરુ થાય છે તે બ્લોક ઉપકરણો હોય છે કે જે પણ EFI દ્વારા સમજી શકાય છે. બંને ફાઈલ સિસ્ટમો અને બ્લોક ઉપકરણો એ જે ક્રમમાં હોય તે રીતે ચકાસાય છે. તેથી, fs0 એ LS-120 પરનો પાર્ટીશન છે, fs1 એ હાર્ડ ડ્રાઈવ પરનો પાર્ટીશન છે, અને fs2 એ CD-ROM પરનો સિસ્ટમ પાર્ટીશન છે.

1.2.2. Itanium સિસ્ટમો — EFI સિસ્ટમ પાર્ટીશન

જ્યારે તમારી હાર્ડ ડ્રાઈવને Linux માટે પાર્ટીશન કરી રહ્યા હોય છે, ત્યારે તમારે સિસ્ટમ પાર્ટીશન બનાવવો જ જોઈએ કે જે FAT16 (VFAT) બંધારણવાળો હોય અને તેની પાસે /boot/efi/ માઉન્ટ પોઈન્ટ હોય. આ પાર્ટીશન સ્થાપિત Linux કર્નલ એજ રીતે ELILO રુપરેખાંકન ફાઈલ (elilo.conf) પણ સમાવે છે. elilo.conf ફાઈલ કર્નલોની યાદી સમાવે છે કે જેમાંથી તમે તમારી સિસ્ટમ બુટ કરી શકો છો.