4.28. Itanium સિસ્ટમો — તમારું મશીન બુટ કરવાનું અને સ્થાપન પછીનું સુયોજન

આ વિભાગ તમારા Itanium ને કેવી રીતે Red Hat Enterprise Linux માં બુટ કરવું અને કેવી રીતે તમારા EFI કન્સોલ ચલો સુયોજિત કરવા કે જેથી જ્યારે મશીન ચાલુ થાય ત્યારે Red Hat Enterprise Linux આપોઆપ બુટ થાય તેનું વર્ણન કરે છે.

સ્થાપન કાર્યક્રમના અંતે તમે તમારી સિસ્ટમ રીબુટ કરો પછી, નીચેનો આદેશ Red Hat Enterprise Linux માં બુટ કરવા માટે લખો:

elilo

તમે elilo લખો પછી, /boot/efi/elilo.conf રુપરેખાંકન ફાઈલમાં યાદી કરાયેલ મૂળભુત કર્નલ લેવાય છે. (ફાઈલમાં યાદી કરાયેલ પ્રથમ કર્નલ એ મૂળભુત છે.)

જો તમે વિવિધ કર્નલ લાવવા માંગો, તો /boot/efi/elilo.conf માંથી elilo આદેશ પછી કર્નલનું લેબલ નામ લખો. ઉદાહરણ તરીકે, linux નામવાળી કર્નલ લાવવા માટે, લખો:

elilo linux

જો તમે સ્થાપિત કર્નલોના નામો નહિં જાણતા હોય, તો તમે /boot/efi/elilo.conf ફાઈલને EFI માં નીચેના સૂચનો સાથે જોઈ શકો છો:

  1. Shell> પ્રોમ્પ્ટ આગળ, ઉપકરણોને સિસ્ટમ પાર્ટીશનમાં બદલો (Linux માં /boot/efi રીતે માઉન્ટ થયેલ). ઉદાહરણ તરીકે, જો fs0 એ સિસ્ટમ બુટ પાર્ટીશન હોય, તો fs0: ને EFI શેલ પ્રોમ્પ્ટ પર લખો.

  2. તમે યોગ્ય પાર્ટીશનમાં છો તેની ખાતરી કરવા માટે ls ને fs0:\> પ્રોમ્પ્ટ પર લખો.

  3. પછી લખો:

    Shell>type elilo.conf

    આ આદેશ રુપરેખાંકન ફાઈલના સમાવિષ્ટો પ્રદર્શિત કરે છે. દરેક સ્ટેન્ઝા લેબલ થી શરુ થતી લીટી ધરાવે છે કે જે તે કર્નલ માટેના લેબલ નામને અનુસરે છે. લેબલ નામ એ છે કે જે તમે વિવિધ કર્નલો બુટ કરવા માટે elilo પછી લખો.

4.28.1. સ્થાપન પછી બુટ લોડર વિકલ્પો

વધુમાં કર્નલને લાવવા માટે સ્પષ્ટ કરી રહ્યા છીએ, તમે બીજા બુટ વિકલ્પો પણ દાખલ કરી શકો છો જેમ કે એક વપરાશકર્તા સ્થિતિ માટે single અથવા Red Hat Enterprise Linux ને 1024 MB ની મેમરી વાપરવા માટે દબાણ કરવા માટે mem=1024M. વિકલ્પોને બુટ લોડરને પસાર કરવા માટે, નીચેનું EFI શેલ પ્રોમ્પ્ટ પર દાખલ કરો (તમે જે કર્નલને બુટ કરવા માંગતા હોય તેની સાથે linux ને બદલો અને option ને તમે જે બુટ વિકલ્પો કર્નલને પસાર કરવા માંગતા હોય તેની સાથે બદલો):

elilo linux option

4.28.2. Red Hat Enterprise Linux ને આપોઆપ બુટ કરવાનું

Red Hat Enterprise Linux નું સ્થાપન કર્યા પછી તમે elilo લખી શકો અને દર વખતે જ્યારે તમે તમારી Itanium સિસ્ટમ બુટ કરવા માંગતા હોય ત્યારે બુટ વિકલ્પોને EFI શેલ પ્રોમ્પ્ટ પર દાખલ કરી શકો છો. તેમ છતાં પણ, જો તમે તમારી સિસ્ટમને Red Hat Enterprise Linux આપોઆપ બુટ કરવા માટે રુપરેખાંકિત કરવા માંગતા હોય, તો તમારે EFI બુટ વ્યવસ્થાપક રુપરેખાંકિત કરવો જરુરી છે.

EFI બુટ વ્યવસ્થાપક ને રુપરેખાંકિત કરવા માટે (તમારા હાર્ડવેર પર આધાર રાખીને ધીમેથી બદલાય છે):

  1. Itanium સિસ્ટમ બુટ કરો અને બુટ વિકલ્પ જાળવણી મેનુ ને EFI બુટ વ્યવસ્થાપક મેનુમાંથી પસંદ કરો.

  2. મુખ્ય મેનુમાંથી બુટ વિકલ્પ ઉમેરો પસંદ કરો.

  3. Linux માં સિસ્ટમ પાર્ટીશન પસંદ કરો કે જે /boot/efi/ રીતે માઉન્ટ થયેલ હોય.

  4. elilo.efi ફાઈલ પસંદ કરો.

  5. નવું વર્ણન દાખલ કરો: પ્રોમ્પ્ટ પર, Red Hat Enterprise Linux 4, અથવા કોઈપણ નામ લખો કે જે તમે EFI બુટ વ્યવસ્થાપક મેનુમાં જોવા માંગતા હોય.

  6. બુટ વિકલ્પ માહિતી પ્રકાર દાખલ કરો: પ્રોમ્પ્ટ પર, N ને કોઈ વિકલ્પો નહિં માટે દાખલ કરો જો તમે ELILO બુટ લોડરને પસાર કરવા માંગતા નહિં હોય. આ વિકલ્પ મોટા ભાગના કિસ્સાઓમાં કામ કરે છે. જો તમે બુટ લોડરને વિકલ્પો પસાર કરવા માંગતા હોય, તો તમે એની જગ્યાએ તેને /boot/efi/elilo.conf રુપરેખાંકન ફાઈલમાં રુપરેખાંકિત કરી શકો છો.

  7. NVRAM ના ફેરફારો સંગ્રહો પ્રોમ્પ્ટ પર હા જવાબ આપો. આ તમને EFI બુટ જાળવણી વ્યવસ્થાપક મેનુ આપે છે.

  8. પછી, તમે Red Hat Enterprise Linux 4 મેનુ વસ્તુને મૂળભુત બનાવવા માંગો છો. બુટ વિકલ્પોની યાદી દેખાય છે. Red Hat Enterprise Linux 4 મેનુ વસ્તુને યાદીની ઉપર પહોંચાડો તેને તીર કી દ્વારા પસંદ કરીને અને [u] દબાવીને તેને યાદીમાં ઉપર કરી શકો છો. તમે વસ્તુઓને પસંદ કરીને અને [d] કી દબાવીને યાદીમાં નીચે ખસેડી શકો છો. બુટ ક્રમ બદલ્યા પછી, ફેરફારોને NVRAM માં સંગ્રહો પસંદ કરો. મુખ્ય મેનુમાં પાછા આવવા માટે બહાર નીકળો પસંદ કરો.

  9. વૈકલ્પિક રીતે, તમે બુટ સમયસમાપ્તિ કિંમત બદલી શકો છો આપોઆપ બુટ સમયસમાપ્તિ સુયોજિત કરો => સમયસમાપ્તિ કિંમત સુયોજિત કરો ને મુખ્ય મેનુમાંથી પસંદ કરીને.

  10. EFI બુટ વ્યવસ્થાપકમાં પાછા આવો માં તમેબહાર નીકળો પસંદ કરીને.

4.28.2.1. શરુઆત સ્ક્રિપ્ટ વાપરવાનું

એ આગ્રહણીય છે કે તમે ELILO બુટ વ્યવસ્થાપકને Red Hat Enterprise Linux ને આપોઆપ બુટ કરવા માટે રુપરેખાંકિત કરી શકો છો. તેમછતાં પણ, જો તમને વધારાના આદેશો ચલાવવાની જરુર હોય ELILO બુટ લોડર ચલાવવા પહેલા, તો તમે startup.nsh નામવાળી શરુઆત સ્ક્રિપ્ટ બનાવી શકો છો. Linux માં બુટ કરવા માટે છેલ્લો આદેશ elilo હોવો જોઈએ.

startup.nsh સ્ક્રિપ્ટ એ /boot/efi પાર્ટીશનમાં હોવી જોઈએ (/boot/efi/startup.nsh) અને નીચેનું લખાણ ધરાવતી હોવી જોઈએ:

echo -off
your set of commands
elilo

જો તમે બુટ લોડરને વિકલ્પો પસાર કરવા માંગતા હોય (વિભાગ 4.28.1 નો સંદર્ભ લો) તો તેમને elilo પછી ઉમેરો.

તમે ક્યાં તો આ ફાઈલ Red Hat Enterprise Linux માં બુટ કર્યા પછી બનાવી શકો અથવા EFI શેલમાં બનેલું સંપાદક વાપરી શકો. EFI શેલ વાપરવા માટે, Shell> પ્રોમ્પ્ટ પર, ઉપકરણોને સિસ્ટમ પાર્ટીશનમાં બદલો (Linux માં /boot/efi તરીકે માઉન્ટ થયેલ). ઉદાહરણ તરીકે, જો fs0 એ સિસ્ટમ બુટ પાર્ટીશન હોય, તો fs0: ને EFI શેલ પ્રોમ્પ્ટ પર લખો. તમે યોગ્ય પાર્ટીશનમાં હોય એની ખાતરી કરવા માટે ls લખો. પછી edit startup.nsh લખો. ફાઈલના સમાવિષ્ટો લખો અને પછી તેને સંગ્રહો.

Linux સિસ્ટમ પાછી જ્યારે બુટ થાય, ત્યારે EFI startup.nsh ફાઈલને શોધે છે અને તેને સિસ્ટમ બુટ કરવા માટે વાપરે છે. EFI ને ફાઈલ લાવવાનું બંધ કરવા માટે, [Ctrl]-[c] લખો. જે પ્રક્રિયાને અડધેથી બંધ કરશે, અને તમને તમારા EFI શેલ પ્રોમ્પ્ટ પર પાછા લઈ જશે.