2. આ માર્ગદર્શિકાને કેવી રીતે વાપરવી

આ માર્ગદર્શિકા CD-ROM -આધારિત સ્થાપનો પર પ્રકાશ પાડે અને તે વપરાશકર્તાઓ (બંને નવા અને જૂના) માટે આદર્શ છે કે જેઓને સ્થાપનના ઝડપી અને સાદા ઉકેલની જરુર હોય. તે તમને તમારી સિસ્ટમ તૈયાર કરવામાં અને તમને Red Hat Enterprise Linux ના સ્થાપનમાં લઈ જવામાં મદદ કરશે.

Red Hat Enterprise Linux એ ઘણી સ્થાપન CD-ROM નો સમાવેશ કરે છે. નોંધ કરો કે માત્ર પ્રથમ CD-ROM (CD #1) એ જ બુટ કરી શકાય એવી હોય છે. માત્ર ન્યુનતમ સ્થાપન માટે પણ, વધારાની સ્થાપન CD-ROM જરુરી છે. Red Hat એ પૂરક CD-ROM પણ પૂરી પાડે છે કે જે બધા પેકેજો માટે સ્રોત RPM અને દસ્તાવેજીકરણ અને, એ જ રીતે Linux Applications CD (LACD) પણ સમાવે છે.

નોંધનોંધ
 

જો તમે વર્તમાનમાં Red Hat Enterprise Linux 2.1 (અથવા મોટી) ને x86 સિસ્ટમ પર વાપરી રહ્યા હોય, તો તમે સુધારો કરી શકો છો.

સુધારાઓ Red Hat Enterprise Linux દ્વારા x86 પરિવારના પ્રોસેસરો પર આધાર આપતા હોવા છતાં, તમારી પાસે તમારી પોતાની માહિતી બેક અપ લેવા માટે અને પછી Red Hat Enterprise Linux નું તમારા પહેલાનાં Red Hat Enterprise Linux સ્થાપન પર સ્થાપિત કરવા માટે સારો એવો અનુભવ હોવો જોઈએ. આ આગ્રહણીય પુનઃસ્થાપન પદ્ધતિ શ્રેષ્ઠ સિસ્ટમ સ્થાયીત્વ શક્યાતાઓની ખાતરી કરવા માટે મદદ કરે છે.

સુધારો કરવા માટે, બુટ પ્રોમ્પ્ટ પર નીચેનો આદેશ છાપો:

linux upgrade

આધારભૂતોની ઉપરછલ્લી સમજ લેવા માટે પ્રકરણ 2 પદ્ધતિ, પછી પ્રકરણ 4 વાંચો, જે તમે જ્યાં જવા માંગો છો તે દિશામાં જવા માટે તમને મદદ કરશે. એકવાર તમે સ્થાપન કાર્યક્રમમાં સુધારો કરવાનું પસંદ કરી લીધા પછી, પરિશિષ્ટ A નો સંદર્ભ લો.

જો તમે અનુભવી વપરાશકર્તા હોય અને તમે આધારભૂતોની કોઈ ઉપરછલ્લી સમજ લેવા માંગતા નહિં હોય, તો સ્થાપન પ્રક્રિયા શરુ કરવા માટે તમે પ્રકરણ 4 સુધી રદ કરી શકો છો.

2.1. અમને વળતરની જરુર છે!

જો તમે Red Hat Enterprise Linux સ્થાપન માર્ગદર્શન માં કોઈ લખાણને લગતી ભૂલ મેળવો અથવા તમારી પાસે એને જાતે વધુ સારી રીતે કરવાની પદ્ધતિ હોય, તો અમે તમારા વળતરો સાંભળવા માટે રાજી છીએ. rhel-ig-x8664 માટે ભૂલનો અહેવાલ બગઝીલ્લામાં અંહિ રજૂ કરો:

http://bugzilla.redhat.com/bugzilla/

જ્યારે ભૂલનો અહેવાલ રજૂ કરો, ત્યારે માર્ગદર્શિકાને ઓળખાવનારનો નિર્દેશ કરવાનું ભૂલો નહિં:

rhel-ig-x8664(EN)-4-HTML-RHI (2004-09-24T13:10)

જો તમારી પાસે દસ્તાવેજીકરણ સુધારવા માટે કોઈ સૂચન હોય, તો તેનું વર્ણન કરતી વખતે શક્ય હોય એટલું ચોક્કસ બનાવવાનો પ્રયત્ન કરો. જો તમને ભૂલ મળી આવે, તો મહેરબાની કરીને વિભાગ નંબર અને આસપાસના અમુક લખાણનો સમાવેશ કરો કે જેથી અમે તેને સરળતાથી શોધી શકીએ.

જો તમારી પાસે કોઈ આધારભૂત પ્રશ્ન હોય (ઉદાહરણ તરીકે, જો તમને X રુપરેખાંકિત કરવા માટે મદદની જરુર હોય, અથવા જો તમે તમારી હાર્ડ ડ્રાઈવના કેવી રીતે પાર્ટીશન કરવા તેના માટે ચોક્કસ નહિં હોય), તો ઓનલાઈન આધાર સિસ્ટમમાં ઉમેદવારી નોંધાવીને તેનો ઓનલાઈન ઉપયોગ કરો:

http://www.redhat.com/apps/activate/