2.5. નેટવર્ક સ્થાપન માટે તૈયારી

નોંધનોંધ
 

જો તમે નેટવર્ક આધારિત સ્થાપન કરી રહ્યા હોય તો ખાતરી કરો કે સ્થાપન CD (અથવા બીજા કોઈપણ પ્રકારની CD) એ તમારી યજમાન પાર્ટીશનના ડ્રાઈવ પર છે. મારી પાસે CD એ ડ્રાઈવમાં છે જેમાં અનિચ્છનિય ભૂલો છે.

Red Hat Enterprise Linux સ્થાપન માધ્યમ ક્યાંતો નેટવર્ક સ્થાપન માટે ઉપ્લબ્ધ હોવું જોઈએ (NFS, FTP, અથવા HTTP મારફતે) અથવા સ્થાનિક સંગ્રહસ્થાન મારફતે સ્થાપન થવું જોઈએ. જો તમે NFS, FTP, અથવા HTTP સ્થાપન વાપરી રહ્યા હોય તો નીચેના પગલાંઓને અનુસરો.

NFS, FTP, અથવા HTTP સર્વર નેટવર્ક પર સ્થાપન કરવા માટે વપરાય છે જે અલગ મશીન જ હોવું જોઈએ અને પૂરેપૂરી RedHat/ ડિરેક્ટરી પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. બંને RedHat/base/ અને RedHat/RPMS/ ડિરેક્ટરીઓ બધી સ્થાપન CD-ROM માંથી ફાઈલો સાથે ઉપ્લબ્ધ અને પ્રખ્યાત જ હોવી જોઈએ.

નોંધનોંધ
 

નીચે સ્પષ્ટ થયેલ ડિરેક્ટરી /location/of/disk/space/ નો સંદર્ભ લે છે. એનો અર્થ એ થાય કે તે RedHat/ વહેંચણી ડિરેક્ટરી સુધીની ડિરેક્ટરી છે, પરંતુ તેને સમાવતી નથી. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે Red Hat Enterprise Linux 4 સ્થાપન ફાઈલો /export/rhel/ માં સ્થાપન સ્ટેજીંગ સર્વર પર સ્થિત હોય, તો /location/of/disk/space//export/rhel/ થશે.

RedHat/ ડિરેક્ટરીને સ્થાપન CD-ROM માંથી Linux મશીન પર નકલ કરવા માટે કે જે સ્થાપન સ્ટેજીંગ સર્વર તરીકે કામ કરે, તે નીચેનાં પગલાઓ કરે છે:

2.5.1. NFS સ્થાપનો માટે ISO ઈમેજોનો ઉપયોગ

NFS સ્થાપનો ISO (અથવા CD-ROM) ઈમેજોને તેને વર્તમાન સ્થાપન વૃક્ષમાં નકલ કર્યા સિવાય વાપરી શકે છે. જરુરી ISO ઈમેજોને (બાઈનરી Red Hat Enterprise Linux CD-ROM) ડિરેક્ટરીમાં મૂક્યા પછી, NFS મારફતે સ્થાપન કરવાનું પસંદ કરો. પછી તમે સ્થાપન કાર્યક્રમને તે ડિરેક્ટરી આગળ સ્થાપન કરવા માટે નિર્દેશ કરી શકો છો.

તમે સ્થાપન કરવાનું પસંદ કરો તે પહેલાં ISO ઈમેજો યોગ્ય છે તે ચકાસી રહ્યા છીએ જે સમસ્યાઓ કે જેઓ મોટે ભાગે NFS ના સ્થાપન દરમ્યાન ઉદ્દભવે છે તે ટાળવા માટે મદદ કરશે. સ્થાપન પ્રક્રિયા કરવા પહેલાં ISO ઈમેજો યોગ્ય છે કે નહિં તે ચકાસવા માટે, md5sum કાર્યક્રમ વાપરો (ઘણા md5sum કાર્યક્રમો વિવિધ ઓપરેટિંગ સિસ્ટમો માટે ઉપ્લબ્ધ હોય છે). md5sum કાર્યક્રમ એ જ સર્વર પર ઉપ્લબ્ધ હોય છે જ્યાં ISO ઈમેજો સ્થિતિ થયેલી હોય છે.

નોંધનોંધ
 

Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ પાસે સ્થાપન મીડિયાની ગુણવત્તા ચકાસવા માટે ક્ષમતા હોય છે. તે CD, DVD, હાર્ડ ડ્રાઈવ ISO, અને NFS ISO સ્થાપન પદ્ધતિઓ સાથે કામ કરે છે. Red Hat આગ્રહ રાખે છે કે તમે સ્થાપનની પ્રક્રિયા શરુ કરો, અને કોઈ પણ સ્થાપનને સંબંધિત ભૂલોનો અહેવાલ કરો તે પહેલાં સ્થાપન મીડિયા ચકાસો (અહેવાલ અપાયેલ મોટા ભાગની ભૂલો અયોગ્ય રીતે બનેલી CD ને કારણે હોય છે). આ ચકાસણી વાપરવા માટે, નીચેનો આદેશ boot: પ્રોમ્પ્ટ પર લખો (Itanium સિસ્ટમો માટે elilo સાથે અંત કરો) :

linux mediacheck

વધુમાં, જો updates.img નામવાળી ફાઈલ તમે જેમાંથી સ્થાપન કરો તેમાં જ હોય, તો તે સ્થાપન કાર્યક્રમના સુધારાઓ માટે વપરાશે. Red Hat Enterprise Linux ને વિવિધ રીતે સ્થાપિત કરવાની વિગતસર જાણકારી મેળવવા, એ જ રીતે કેવી રીતે સ્થાપન કાર્યક્રમોના સુધારાઓ માટે કેવી રીતે અરજી કરવી તેના માટે anaconda RPM પેકેજમાં install-methods.txt ફાઈલનો સંદર્ભ લો.

નોંધનોંધ
 

તમારી પાસે Red Hat Enterprise Linux ના એક પ્રકાશન અને એક ચલ માટે માત્ર ISO ઈમેજો જ ડિરેક્ટરીમાં છે.