| Red Hat Enterprise Linux 4: x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પરિશિષ્ટ C. Red Hat Enterprise Linux ના સ્થાપનના મુશ્કેલી નિવારણ | આગળવધો |
જો તમે GRUB સાથે સમસ્યા અનુભવી રહ્યા હોય, તો તમારે ગ્રાફિકવાળી બુટ સ્ક્રીન નિષ્ક્રિય કરવાની જરુર છે. આમ કરવા માટે, રુટ વપરાશકર્તા બનો અને /boot/grub/grub.conf ફાઈલમાં ફેરફાર કરો.
grub.conf ફાઈલની સાથે, splashimage સાથે શરુ થતી લીટીને ટિપ્પળી કરી નાંખો # અક્ષરને વાક્યની શરુઆતમાં મૂકીને.
ફેરફારની સ્થિતિમાંથી બહાર નીકળવા માટે
એક વાર બુટ સ્ક્રીન મળી જાય પછી, સિસ્ટમને બુટ કરવા માટે b લખો.
એક વાર બુટ કર્યા પછી, grub.conf ફાઈલ ફરીથી વાંચો અને તમે કરેલા કોઈપણ ફેરફારો અસર કરશે.
તમે ફરીથી ગ્રાફિકવાળી બુટ સ્ક્રીન સક્રિય કરી શકો છો ઉપરની લીટી પાછી grub.conf ફાઈલમાં ટિપ્પળી દૂર કરીને (અથવા ઉમેરીને).
જો તમે X વિન્ડો સ્થાપિત કરેલી હોય પરંતુ એક વાર તમારી Red Hat Enterprise Linux સિસ્ટમમાં પ્રવેશ કર્યા પછી પણ તમે જો ગ્રાફિકવાળી સિસ્ટમ જોઈ શકતા નહિં હોય, તો તમે X વિન્ડો સિસ્ટમ ગ્રાફિકવાળું ઈન્ટરફેસ startx આદેશ વાપરીને ચલાવી શકો છો.
એક વાર તમે આ આદેશ દાખલ કરો અને
નોંધ, તેમછતાં પણ, આ માત્ર એક વખત સુધારાશે અને તે ભવિષ્યના પ્રવેશ માટે લોગમાં સુધારાની પ્રક્રિયા કરશે નહિં.
તમારી સિસ્ટમ સુયોજિત કરવા માટે કે જેથી તમે ગ્રાફિકવાળી પ્રવેશ સ્ક્રીનમાં પ્રવેશી શકો, તમારે એક ફાઈલમાં ફેરફાર કરવો જ પડશે, /etc/inittab, માત્ર એક સંખ્યાને રનલેવલ વિભાગમાં બદલીને. જ્યારે તમે પૂર્ણ કરો, કમ્પ્યુટર રીબુટ કરો. પછીના વખતે જ્યારે તમે પ્રવેશો, તમે ગ્રાફિકવાળા પ્રવેશ પ્રોમ્પ્ટ સાથે રજૂ થશો.
શેલ પ્રોમ્પ્ટ ખોલો. જો તમે તમારા વપરાશકર્તા ખાતામાં હોય, તો su આદેશ લખીને રુટ બનો.
હવે, gedit /etc/inittab લખો ફાઈલને gedit સાથે ફેરફાર કરવા માટે. ફાઈલ /etc/inittab ખૂલે છે. પ્રથમ સ્ક્રીનમાં, ફાઈલનો વિભાગ કે જે નીચેનાની જેમ દેખાય છે તે દેખાશે:
# Default runlevel. The runlevels used by RHS are: # 0 - halt (Do NOT set initdefault to this) # 1 - Single user mode # 2 - Multiuser, without NFS (The same as 3, if you do not have networking) # 3 - Full multiuser mode # 4 - unused # 5 - X11 # 6 - reboot (Do NOT set initdefault to this) # id:3:initdefault: |
ગ્રાફિકવાળા લોગિનમાં કન્સોલને બદલવા માટે, તમારે id:3:initdefault: લીટીમાંથી નંબર 3 માંથી 5 માં બદલવો પડે છે.
![]() | ચેતવણી |
|---|---|
માત્ર મૂળભુત રનલેવલના નંબરો 3 માંથી 5 માં બદલો. |
તમારી બદલાયેલ લીટી નીચેનાની જેમ દેખાય છે:
id:5:initdefault: |
જ્યારે તમે તમારા ફેરફારો, સંગ્રહ અને બહાર નીકળવાથી સંતુષ્ટ હોય તો
તમારી સિસ્ટમ રીબુટ કર્યા પછી જ્યારે તમે પ્રવેશો, ત્યારે તમને ગ્રાફિકવાળા login પ્રોમ્પ્ટ સાથે પૂછવામાં આવશે.
જો તમને X (X વિન્ડો સિસ્ટમ) શરુ કરવામાં સમસ્યા હોય, તો તમે તેને સ્થાપન દરમ્યાન સ્થાપિત કર્યું નહિં હોય.
જો તમને X ની જરુર હોય, તો તમે ક્યાંતો પેકેજો Red Hat Enterprise Linux CD-ROM માંથી સ્થાપિત કરી શકો અથવા સુધારો કરી શકો.
જો તમે સુધારવાનું પસંદ કરો, તો X વિન્ડો સિસ્ટમ પેકેજો પસંદ કરો અને પેકેજ સુધારા પસંદગી પ્રક્રિયા દરમ્યાન GNOME, KDE, અથવા બંને પસંદ કરો.
જો તમારી પાસે X સર્વર તૂટી જવા સાથે સમસ્યા હોય જ્યારે કોઈપણ રુટ સિવાયનું પ્રવેશે, ત્યારે તમારી પાસે પૂરેપૂરી ફાઈલ સિસ્ટમ હોવી જોઈએ (અથવા, ઉપ્લબ્ધ હાર્ડ ડ્રાઈવ જગ્યાની અછત હશે).
જે તમે અનુભવી રહ્યા છો તે સમસ્યા છે એમ ચકાસવા માટે, નીચેનો આદેશ ચલાવો:
df -h |
df આદેશ તમને કયો પાર્ટીશન ભરેલો છે તે તપાસ કરવામાં મદદ કરશે. df માટે વધારાની જાણકારી માટે અને ઉપ્લબ્ધ વિકલ્પોની સમજૂતી માટે (જેમ કે -h વિકલ્પ કે જે આ ઉદાહરણમાં વપરાયેલ છે), man df શેલ પ્રોમ્પ્ટ પર લખીને df મદદ પાનાનો સંદર્ભ લો.
પાર્ટીશન પર કી સૂચક 100% ભરેલો છે અથવા ટકાવારી 90% અથવા 95% થી ઉપર છે. /home/ અને /tmp/ પાર્ટીશનો અમુક વખતે વપરાશકર્તા ફાઈલોથી ઝડપથી ભરાઈ જશે. તમે જૂની ફાઈલો દૂર કરીને અમુક જગ્યા તે પાર્ટીશન પર કરી શકો છો. તમે અમુક ડિસ્ક જગ્યા મુક્ત કર્યા પછી, X ને વપરાશકર્તા તરીકે ચલાવવાનો પ્રયત્ન કરો કે જે પહેલાં નિષ્ફળ હતું.
જો તમે વપરાશકર્તા ખાતું સેટઅપ એજન્ટ માં બનાવી શક્યા નહિં, તો તમે રુટ તરીકે પ્રવેશી શકો અને રુટને સોંપવામાં આવેલ પાસવર્ડ વાપરી શકો.
જો તમે તમારો રુટ પાસવર્ડ યાદ રાખી શકો નહિં, તો તમે તમારી સિસ્ટમ linux single તરીકે બુટ કરી શકો.
Itanium વપરાશકર્તાઓએ બુટ આદેશોને elilo ની સાથે બુટ આદેશને અનુસરીને દાખલ કરવા જ જોઈએ.
જો તમે x86-આધારિત સિસ્ટમ વાપરી રહ્યા હોય અને GRUB તમારું સ્થાપિત બુટ લોડર હોય, તો e ને ફેરફાર કરવા માટે લખો જ્યારે GRUB બુટ સ્ક્રીન લાવવામાં આવે. તમે રુપરેખાંકન ફાઈલમાં બુટ વખતે વસ્તુઓની યાદી સાથે રજૂ કરવામાં આવે છે તમે પસંદ કરેલ બુટ લેબલ માટે.
લીટી પસંદ કરો કે જે kernel સાથે શરુ થાય છે અને બુટ પ્રવેશમાં ફેરફાર કરવા માટે e દબાવો.
kernel લીટીના અંતે, ઉમેરો:
single |
ફેરફાર સ્થિતિમાંથી બહાર નીકળવા માટે
એક વાર બુટ લોડર સ્ક્રીન મળી ગયા પછી, સિસ્ટમને બુટ કરવા માટે b લખો.
એક વાર તમે એક વપરાશકર્તા સ્થિતિમાં બુટ કરો અને તમારી પાસે # પ્રોમ્પ્ટને વાપરવાની પરવાનગી હોય, તો તમારે passwd root લખવું જ પડે, કે જે તમને રુટ માટે નવો પાસવર્ડ દાખલ કરવા માટે પરવાનગી આપે. આ બિંદુએ તમે સિસ્ટમને નવા રુટ પાસવર્ડ સાથે રીબુટ કરવા માટે shutdown -r now લખી શકો.
જો તમે તમારો વપરાશકર્તા ખાતા પાસવર્ડ યાદ રાખી શકો નહિં, તો તમારે રુટ થવું જ જોઈએ. રુટ થવા માટે, su - લખો અને તમારો રુટ પાસવર્ડ જ્યારે પૂછવામાં આવે ત્યારે દાખલ કરો. પછી, passwd <username> લખો. આ તમને કોઈ ચોક્કસ વપરાશકર્તા માટે નવો પાસવર્ડ દાખલ કરવા માટે પરવાનગી આપે છે.
જો ગ્રાફિકવાળી પ્રવેશ સ્ક્રીન દેખાય નહિં, તમારા હાર્ડવેરને સુસંગતતા મુદ્દા માટે ચકાસો. હાર્ડવેર સુસંગતતા યાદી તમે અંહિ શોધી શકશો:
http://hardware.redhat.com/hcl/ |
અમુક વખતે, કર્નલ તમારી બધી મેમરી (RAM) ઓળખી શકતી નથી. તમે આ cat /proc/meminfo આદેશની મદદથી ચકાસી શકો છો.
ચકાસો કે પ્રદર્શિત જથ્થો એ તમારી સિસ્ટમમાં RAM ના જાણીતા જથ્થા જેટલો છે. જો તેઓ સરખા નહિં હોય તો નીચેની લાઈનો /boot/grub/grub.conf માં ઉમેરો:
mem=xxM |
xx ને તમારી પાસે મેગાબાઈટમાં RAM માં તમારી પાસે છે તેનાથી બદલો.
/boot/grub/grub.conf માં, ઉપરનું ઉદાહરણ એ નીચેનાની જેમ જ દેખાય છે:
#NOTICE: You have a /boot partition. This means that # all kernel paths are relative to /boot/ default=0 timeout=30 splashimage=(hd0,0)/grub/splash.xpm.gz title Red Hat Enterprise Linux (2.4.21-1.1931.2.399.ent) root (hd0,0) kernel /vmlinuz-2.4.21-1.1931.2.399.ent ro root=/dev/hda3 mem=128M |
એક વાર તમે ફરીથી બુટ કરો, તમે grub.conf માં કરેલા ફેરફારો તમારી સિસ્ટમને અસર કરશે.
એક વાર તમે GRUB બુટ સ્ક્રીન મેળવી લીધી, પછી ફેરફાર કરવા માટે e લખો. તમે પસંદ કરેલ રુપરેખાંકન ફાઈલમાં બુટ લેબલ માટે બાબતોની યાદી સાથે રજૂ કરો.
લીટી પસંદ કરો કે જે kernel સાથે શરુ થાય અને આ બુટ પ્રવેશમાં ફેરફાર કરવા માટે e લખો.
kernel લીટીના અંતે, ઉમેરો
mem=xxM |
જ્યાં xx એ તમારી સિસ્ટમની RAM ના જથ્થા જેટલી જ થાય છે.
ફેરફાર સ્થિતિમાંથી બહાર નીકળવા માટે
એક વાર બુટ સ્ક્રીન મળી ગયા પછી, સિસ્ટમ બુટ કરવા માટે b લખો.
Itanium વપરાશકર્તાઓએ elilo કે જે બુટ આદેશને અનુસરે તેની સાથે બુટ આદેશો દાખલ કરવા જ જોઈએ.
xx ને તમારી સિસ્ટમની RAM ના જથ્થાથી બદલો. બુટ કરવા માટે
જો તમે ચોક્કસ નહિં હોય કે કેવી રીતે તમારું પ્રિન્ટર સુયોજિત કરવું અથવા તેની સાથે યોગ્ય રીતે કામ કરવામાં મુશ્કેલી હોય, તો પ્રિન્ટર રુપરેખાંકન સાધન વાપરવાનો પ્રયત્ન કરો.
પ્રિન્ટર રુપરેખાંકન સાધન લાવવા માટે શેલ પ્રોમ્પ્ટ પર system-config-printer આદેશને છાપો. જો તમે રુટ નહિં હોય, તો તે તમને ચાલુ રાખવા માટે રુટ પાસવર્ડ માટે પૂછશે.
જો, અમુક કારણોસર, તમે ધ્વનિ સાંભળો નહિં અને જુઓ કે તમારી પાસે ધ્વનિ કાર્ડ સ્થાપિત હોય, તો તમે ધ્વનિ કાર્ડ રુપરેખાંકન સાધન (system-config-soundcard) ઉપયોગિત ચલાવી શકો છો.
ધ્વનિ કાર્ડ રુપરેખાંકન સાધન વાપરવા માટે, મુખ્ય મેનુ => સિસ્ટમ સુયોજનો => ધ્વનિકાર્ડ શોધવાનું પસંદ કરો. એક નાનો લખાણ બોક્સ કે જે તમને રુટ પાસવર્ડ પૂછવા માટે પોપઅપ થશે.
તમે ધ્વનિ કાર્ડ રુપરેખાંકન સાધન લાવવા માટે system-config-soundcard આદેશ પ્રોમ્પ્ટ પર લખી પણ શકો છો. જો તમે રુટ ના હોય, તો તે તમને રુટ પાસવર્ડ માટે ચાલુ રાખવા માટે પૂછશે.
લખાણ-આધારિત રુપરેખાંકન સાધન ચલાવવા માટે, રુટ તરીકે, ટર્મિનલ વિન્ડોમા sndconfig લખો. નોંધ, sndconfig કાર્યક્રમ મૂળભુત રીતે સ્થાપિત નથી પરંતુ તે Red Hat Enterprise Linux CD-ROM માંથી મળી શકે છે.
જો ધ્વનિ કાર્ડ રુપરેખાંકન સાધન કામ કરે નહિં (જો નમૂનો વાગે નહિં અને તમારી પાસે હજુ ઓડિયો ધ્વનિઓ નહિં હોય), તો ત્યાં વિકલ્પો છે, તેમ છતાં પણ તેઓ આટલા જ ધ્વનિ કાર્ડ રુપરેખાંકન સાધન ચાલે એટલા સરળ લાગતા નથી. તમે તમારી modules.conf ફાઈલમાં ફેરફાર કરી શકો છો (આ વિચાર મોટે ભાગના વપરાશકર્તાઓ માટે આગ્રહણીય નથી), અથવા વધુ જાણકારી માટે તમારા ધ્વનિ કાર્ડ સાથે આવેલા દસ્તાવેજોનો સંદર્ભ લો.
જો તમને અપાચે-આધારિત httpd સેવા સાથે મુશ્કેલી હોય અથવા Sendmail શરુઆતમાં અટકી જાય, તો ખાતરી કરો કે નીચેની લીટી /etc/hosts ફાઈલમાં છે ને:
127.0.0.1 localhost.localdomain localhost |
જો તમારી પાસે NVIDIA ચિપસેટ હોય અને તમે તમારી કર્નલ હમણાં જ સુધારી હોય, તો તમે વિડીયો કાર્ડ સાથે સમસ્યાઓ અનુભવી શકો છો, જેમ કે કોઈપણ વિડીયો આઉટપુટ નથી.
જો તમે આ જ પ્રકારની સમસ્યા અનુભવો, તો તમે તાજેતરના કર્નલ ડ્રાઈવરો કે જે તમારા NVIDIA ચિપસેટ માટે ઉપ્લબ્ધ છે તે ડાઉનલોડ કરી શકો છો. વધુ જાણકારી માટે, આનો સંદર્ભ લો:
http://www.nvidia.com/view.asp?IO=linux_display_1.0-3123 |