| Red Hat Enterprise Linux 4: x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પરિશિષ્ટ C. Red Hat Enterprise Linux ના સ્થાપનના મુશ્કેલી નિવારણ | આગળવધો |
જો તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરવા માટે કોઈ ઉપકરણો મળ્યા નથી કહેતો ભૂલ સંદેશો મેળવો, તો કદાચ ત્યાં SCSI નિયંત્રક હોય કે જે સ્થાપન કાર્યક્રમ દ્વારા ઓળખાય નહિં.
શું ડ્રાઈવર ડિસ્ક ઈમેજ ઉપ્લબ્ધ છે કે નહિં તે ચકાસવા માટે તમારા હાર્ડવેર વિક્રેતાની વેબસાઈટને ચકાસો જે તમારી સમસ્યાઓ સુધારવા માટે ઉપ્લબ્ધ છે. ડિસ્ક ડ્રાઈવર પર વધુ સામાન્ય જાણકારી માટે, પરિશિષ્ટ E નો સંદર્ભ લો.
તમે Red Hat હાર્ડવેર સુસંગતતા યાદી નો પણ સંદર્ભ લઈ શકો છો, અંહિ ઓનલાઈન ઉપ્લબ્ધ છે:
http://hardware.redhat.com/hcl/ |
જો તમે ટ્રેસબેક ભૂલ સંદેશો સ્થાપન દરમ્યાન મેળવો, તો તમે તેને ડિસ્કમાં સંગ્રહી શકો છો.
જો તમારી પાસે ડિસ્ક ડ્રાઈવ તમારી સિસ્ટમ પર ઉપ્લબ્ધ નહિં હોય, તો તમે scp ભૂલ સંદેશાને દૂરસ્થ સિસ્ટમમાં કરી શકો.
જ્યારે ટ્રેસબેક સંવાદ દેખાય, ત્યારે આપોઆપ ટ્રેસબેક સંદેશો /tmp/anacdump.txt નામવાળી ફાઈલમાં લખાઈ જશે. એકવાર સંવાદ દેખાય, તો
જો તમે સ્થાપનના ડિસ્ક પાર્ટીશન સેટઅપ તબક્કા (વિભાગ 4.14) પછી આવું જ કંઈ કહેતી ભૂલ મેળવો
ઉપકરણ hda પરનું પાર્ટીશન કોષ્ટક વાંચી શકાય એવું નથી. નવા પાર્ટીશનો બનાવવા માટે તેનો પ્રારંભ થવો જ જોઈએ, કે જે આ ડ્રાઈવ પરની બધી માહિતી ખોવાઈ જવાનું કારણ બને છે.
તમારી પાસે તે ડ્રાઈવ પર પાર્ટીશન કોષ્ટક હોવું જોઈએ અથવા ડ્રાઈવ પરનું પાર્ટીશન કોષ્ટક કે જે સ્થાપન કાર્યક્રમ દ્વારા વાપરવામાં આવતા પાર્ટીશન સોફ્ટવેર દ્વારા ઓળખી શકાય એવું હોતું નથી.
વપરાશકર્તાઓ કે જેઓએ કાર્યક્રમો જેવા કે EZ-BIOS વાપર્યા હોય તેમને આવી જ સમસ્યાનો અનુભવ થયો હશે, જે માહિતીનું ખોવાઈ જવાનું કારણ બને છે (સ્થાપન પહેલાં માહિતી ફરીથી બેકઅપ કરી શકાઈ નથી તેમ ધારી રહ્યા છે) જે ફરીથી મેળવી શકાય નહિં.
તમે કયા પ્રકારનું સ્થાપન કરી રહ્યા છો તેની સાથે કોઈ બાબત નથી, તમારી સિસ્ટમ પરના વર્તમાન માહિતીનો બેકઅપ હંમેશા કરેલો જ હોવો જોઈએ.
તમારી પાસે બનાવાયેલ swap અને / (રુટ) પાર્ટીશનો છે, અને તમે બાકીની જગ્યા વાપરવા માટે રુટ પાર્ટીશન પસંદ કરેલ છે, પરંતુ તે હાર્ડ ડ્રાઈવ ભરશે નહિં.
જો તમારી હાર્ડ ડ્રાઈવ ૧૦૨૪ સિલિન્ડરો કરતાં વધુ હોય, તો તમારે /boot પાર્ટીશન બનાવવો જ જોઈએ જો તમે / (રુટ) પાર્ટીશનને તમારી હાર્ડ ડ્રાઈવ પરની બધી બાકીની જગ્યા વાપરવા માંગતા હોય.
જો તમે પાર્ટીશનો બનાવવા માટે ડિસ્ક ડ્રુડ વાપરી રહ્યા હોય, પરંતુ પછીની સ્ક્રીન પર ખસી શકતા નહિં હોય, તો તમે કદાચ ડિસ્ક ડ્રુડ નું આધારપણુ સંતોષવા માટે જરુરી બધા પાર્ટીશનો બનાવ્યા નહિં હોય.
તમારી પાસે નીચેના પાર્ટીશનો ન્યુનતમ જ હોવા જોઈએ:
/ (રુટ) પાર્ટીશન
<swap> પાર્ટીશન swap પ્રકારનો
![]() | મદદ |
|---|---|
જ્યારે પાર્ટીશનનો પ્રકાર swap તરીકે વ્યાખ્યાયિત કરી રહ્યા હોય, ત્યારે તેને માઉન્ટ બિંદુ સોંપો નહિં. ડિસ્ક ડ્રુડ તમારા માટે આપોઆપ માઉન્ટ બિંદુ નક્કી કરશે. |
જો તમે પાર્ટીશનો બનાવવા માટે ડિસ્ક ડ્રુડ વાપરી રહ્યા હોય, પરંતુ પછીની સ્ક્રીન પર ખસી શકતા નહિં હોય, તો તમે કદાચ ડિસ્ક ડ્રુડ નું આધારપણુ સંતોષવા માટે જરુરી બધા પાર્ટીશનો બનાવ્યા નહિં હોય.
તમારી પાસે નીચેના પાર્ટીશનો ન્યુનતમ જ હોવા જોઈએ:
/boot/efi/ પાર્ટીશન કે જે VFAT પ્રકારનો
/ (રુટ) પાર્ટીશન
<swap> પાર્ટીશન swap પ્રકારનો
![]() | મદદ |
|---|---|
જ્યારે પાર્ટીશનનો પ્રકાર swap તરીકે વ્યાખ્યાયિત કરી રહ્યા હોય, ત્યારે તમારી પાસે તેનું માઉન્ટ બિંદુ નક્કી કરેલું હોવું જોઈએ નહિં. ડિસ્ક ડ્રુડ આપોઆપ તમારા માટે માઉન્ટ બિંદુ નક્કી કરે છે. |
Red Hat Enterprise Linux ના અમુક સુધારાઓ અથવા સ્થાપનો દરમ્યાન, સ્થાપન કાર્યક્રમ (anaconda તરીકે પણ ઓળખાય છે) એ Python અથવા ટ્રેસબેક ભૂલ સાથે અંત થાય છે. આ ભૂલ અંગત પેકેજોની પસંદગી પછી અથવા જ્યારે સુધારા લોગ /tmp/ ડિરેક્ટરીમાં સંગ્રહી રહ્યા હોય ત્યારે ઉદ્દભવે છે. ભૂલ આના જેવી જ દેખાશે:
Traceback (innermost last): File "/var/tmp/anaconda-7.1//usr/lib/anaconda/iw/progress_gui.py", line 20, in run rc = self.todo.doInstall () File "/var/tmp/anaconda-7.1//usr/lib/anaconda/todo.py", line 1468, in doInstall self.fstab.savePartitions () File "fstab.py", line 221, in savePartitions sys.exit(0) SystemExit: 0 Local variables in innermost frame: self: <fstab.GuiFstab instance at 8446fe0> sys: <module 'sys' (built-in)> ToDo object: (itodo ToDo p1 (dp2 S'method' p3 (iimage CdromInstallMethod p4 (dp5 S'progressWindow' p6 <failed> |
આ ભૂલ અમુક સિસ્ટમોમાં ઉદ્દભવશે કે જેઓ /tmp/ ને કડી કરેલ હોય તેઓ બીજી જગ્યાઓને સંબોધે છે અથવા તેઓ બનાવ્યા સુધી બદલાયેલ હોય છે. આ સંબોધીય અથવા બદલાયેલ કડીઓ સ્થાપન પ્રક્રિયા દરમ્યાન અયોગ્ય છે, તેથી સ્થાપન કાર્યક્રમ જાણકારી લખી શકતું નથી અને નિષ્ફળ જાય છે.
જો તમે આવી ભૂલનો અનુભવ કરો, પ્રથમ કોઈપણ ઉપ્લબ્ધ errata anaconda માટે ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરો. Errata આ જગ્યાએ શોધી શકાશે:
http://www.redhat.com/support/errata/ |
anaconda વેબસાઈટ પણ ઉપયોગી સંદર્ભ હોઈ શકે અને તે પણ આ જગ્યાએ ઓનલાઈન મળી શકે:
http://rhlinux.redhat.com/anaconda/ |
તમે આ સમસ્યાને લગતી ભૂલોનો અહેવાલ પણ અંહિ શોધી શકો. Red Hat ની ભૂલ પકડનારી સિસ્ટમ શોધવા માટે, આ જગ્યાએ જાઓ:
http://bugzilla.redhat.com/bugzilla/ |
છેલ્લે, જો તમે હજુ પણ આ ભૂલને લગતી સમસ્યાઓ અનુભવી રહ્યા હોય, તો તમારા ઉત્પાદનની નોંધ કરાવો અને અમારી આધારભૂત ટીમનો સંપર્ક કરો. તમારા ઉત્પાદનની નોંધ કરાવવા માટે, આ જગ્યાએ જાઓ:
http://www.redhat.com/apps/activate/ |