| Red Hat Enterprise Linux 4: x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પરિશિષ્ટ A. તમારી વર્તમાન સિસ્ટમનો સુધારો | આગળવધો |
x86-આધારિત સિસ્ટમો પર Red Hat Enterprise Linux શરુ કરવા માટે સોફ્ટવેર બુટ લોડર વપરાય છે. તે બીજી ઓપરેટિંગ સિસ્ટમ પણ શરુ કરી શકે છે, જેમ કે Windows. જો તમે Red Hat Enterprise Linux સોફ્ટવેર બુટ લોડર વાપરી રહ્યા હોય, જેમ કે GRUB, તો તે આપોઆપ મળી આવશે.
![]() | નોંધ |
|---|---|
અંહિ રજૂ થયેલ બુટ લોડર જાણકારી એ Itanium, AMD64, અથવા EM64T સિસ્ટમોને લાગુ પડતી નથી. |
બુટ લોડર રુપરેખાંકન સ્ક્રીન પર, તમારા વિકલ્પો છે:
બુટ લોડર રુપરેખાંકન સુધારો — તમારું વર્તમાન બુટ લોડર રુપરેખાંકન સાચવવા માટે (GRUB અથવા LILO, તમે વર્તમાનમાં શું સ્થાપિત કરેલ છે તેના પર આધાર રાખીને) અને તેને લાગુ પડેલા સુધારાઓ માટે આ વિકલ્પ પસંદ કરો.
બુટ લોડર સુધારવાનું અવગણો — જો તમે તમારા વર્તમાન બુટ લોડરના રુપરેખાંકનમાં કોઈ ફેરફારો કરવા માંગતા હોય તો આ વિકલ્પ પસંદ કરો. જો તમે ત્રીજી વ્યક્તિ બુટ લોડર વાપરી રહ્યા હોય, તો તમારે તમારું બુટ લોડર સુધારવું જોઈએ નહિં.
નવું બુટ લોડર રુપરેખાંકન બનાવો — જો તમે તમારી સિસ્ટમ માટે નવું બુટ લોડર બનાવવા માંગતા હોય તો આ વિકલ્પ પસંદ કરો (વધુ જાણકારી માટે વિભાગ 4.17 નો સંદર્ભ લો).
એક વાર તમે તમારી પસંદગી કરી લીધા પછી, ચાલુ રાખવા માટે આગળ વધો પર ક્લિક કરો.