| Red Hat Enterprise Linux 4: x86, Itanium™, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 4. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
મીડિયા વગર સિસ્ટમ બુટ કરવા માટે, તમારે મોટે ભાગે બુટ લોડર સ્થાપિત કરવાની જરુર છે. બુટ લોડર એ પ્રથમ સોફ્ટવેર કાર્યક્રમ છે કે જે જ્યારે કમ્પ્યુટર શરુ થાય ત્યારે ચાલે છે. તે ઓપરેટિંગ સિસ્ટમ કર્નલ સોફ્ટવેર લાવવામાં અને નિયંત્રણ કર્નલને આપવા માટે જવાબદાર છે. કર્નલ, બાકીની ઓપરેટિંગ સિસ્ટમનો પ્રારંભ કરે છે.
GRUB (GRand Unified Bootloader), કે જે મૂળભુત રીતે સ્થાપિત થાય છે, એ ખૂબ શક્તિશાળી બુટ લોડર છે. GRUB એ વિવિધ મુક્ત ઓપરેટિંગ સિસ્ટમ લાવી શકે છે, એજ રીતે સાંકળમાં લવાતી ઓપરેટિંગ સિસ્ટમ પણ લાવી શકે છે (બિન આધારભૂત ઓપરેટિંગ સિસ્ટમ લાવવા માટે જરુરી છે, જેમ કે DOS અથવા Windows, બીજું બુટ લોડર લાવીને).
જો તમે GRUB ને બુટ લોડર તરીકે સ્થાપિત કરવા નહિં માંગો, તો બુટ લોડર બદલો પર ક્લિક કરો, કે જ્યાં તમે બુટ લોડર કોઈપણ રીતે સ્થાપિત કરશો નહિં તે પસંદ કરી શકો છો.
જો તમારી પાસે પહેલાથી બુટ લોડર હોય કે જે Red Hat Enterprise Linux ને બુટ કરી શકે અને વર્તમાન બુટ લોડર પર ફરીથી લખી શકે, તો બુટ લોડર બદલો બટન પર ક્લિક કરીને બુટ લોડર સ્થાપિત કરો નહિં પસંદ કરો.
![]() | સાવધાન |
|---|---|
જો તમે GRUB કોઈપણ કારણોસર સ્થાપિત કરશો નહિં પસંદ કરો, તો તમે સિસ્ટમ સીધી જ બુટ કરી શકવા માટે સમર્થ નહિં હોય, અને તમારે બીજી બુટ પદ્ધતિ જ વાપરવી પડે (જેમ કે વ્યવસાયિક બુટ લોડર કાર્યક્રમ). જો તમે ચોક્કસ હોય કે તમે બીજી રીતે સિસ્ટમ બુટ કરી શકો તો જ આ વિકલ્પ પસંદ કરો! |
દરેક બુટ કરી શકાય તેવા પાર્ટીશનોની યાદી અપાયેલ છે, બીજી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા વાપરી શકાય તેવા પાર્ટીશનોને સમાવીને. પાર્ટીશન કે જે સિસ્ટમની રુટ ફાઈલ સિસ્ટમનું લેબલ એ Red Hat Enterprise Linux નું છે (GRUB માટે). બીજા પાર્ટીશનો પાસે પણ બુટ લેબલો હશે. સ્થાપન કાર્યક્રમ દ્વારા શોધાયેલા બીજા પાર્ટીશનો માટે બુટ લેબલ ઉમેરવા અથવા બદલવા માટે, પાર્ટીશનને પસંદ કરવા માટે તેના ઉપર એક વાર ક્લિક કરો. એક વાર પસંદ થઈ ગયા પછી, તમે ફેરફાર કરો બટન પર ક્લિક કરીને લેબલ બદલી શકો છો.
તમારી મૂળભુત બુટ કરી શકાય તેવી OS માટે પ્રાધાન્ય અપાયેલ બુટ પાર્ટીશનની માટે મૂળભુત પસંદ કરો. તમે જ્યાં સુધી મૂળભુત બુટ ઈમેજ પસંદ કરો નહિં ત્યાં સુધી સ્થાપનની ક્રિયામાં આગળ વધી શકો નહિં.
![]() | નોંધ |
|---|---|
લેબલ સ્તંભની યાદીઓ તમને સૂચવશે કે તમારે શું બુટ પ્રોમ્પ્ટ પર દાખલ કરવું જ પડશે, ગ્રાફિક વગરના બુટ લોડરો પર, કોઈ ચોક્કસ ઓપરેટિંગ સિસ્ટમ બુટ કરવા માટે. એક વાર તમે GRUB બુટ સ્ક્રીન લાવી દીધા પછી, લેબલ પસંદ કરવા માટે તીરવાળી કી વાપરો અથવા ફેરફાર કરવા માટે |
બુટ લોડર પાસવર્ડો પર્યાવરણમાં સુરક્ષા પૂરી પાડે છે કે જ્યાં તમારા સર્વર માટે ઉપ્લબ્ધ ભૌતિક વપરાશ ઉપ્લબ્ધ હોય.
જો તમે બુટ લોડર સ્થાપિત કરી રહ્યા હોય, તો તમે તમારી સિસ્ટમને સુરક્ષા આપવા માટે પાસવર્ડ બનાવી શકો છો. બુટ લોડર પાસવર્ડ વિના, વપરાશકર્તાઓ તમારી સિસ્ટમને ચલાવવા માટે કર્નલને વિકલ્પો પસાર કરશે કે જે તમારી સિસ્ટમની સુરક્ષા સાથે સંધિ કરશે. બુટ લોડરના પાસવર્ડ સાથે, કોઈપણ બિન પ્રમાણભૂત બુટ વિકલ્પો પસંદ કર્યા પહેલાં પ્રથમ પાસવર્ડ દાખલ કરવો જ પડશે. તેમ છતાં પણ, તે હજુ પણ શક્ય છે કે કોઈપણને તમારા મશીન સાથે ડિસ્ક, CD-ROM, અથવા USB મીડિયા જો BIOS તેને આધાર આપે તો તેમાંથી ચલાવવા માટે ભૌતિક જોડાણ હોય. સુરક્ષા યોજનાઓ કે જે બુટ લોડર પાસવર્ડો સમાવે છે તે વૈકલ્પિક બુટ પદ્ધતિઓને સમાવે છે.
જો તમે તમારી સિસ્ટમની સુરક્ષા માટે બુટ લોડર પાસવર્ડ વાપરવાનું પસંદ કરો, તો ખાતરી કરો કે બુટ લોડર પાસવર્ડ વાપરો લેબલવાળું ચકાસણીબોક્સવાળું લેબલ પસંદ થયેલ છે કે નહિં.
એક વાર પસંદ થઈ ગયા પછી, પાસવર્ડ દાખલ કરો અને તેની ખાતરી કરો.
વધુ ઉન્નત બુટ લોડર વિકલ્પો રુપરેખાંકિત કરવા માટે, જેમ કે ડ્રાઈવનો ક્રમ બદલવો અથવા કર્નલને પરિમાણો પસાર કરવા, ખાતરી કરો કે ઉન્નત બુટ લોડર વિકલ્પો રુપરેખાંકિત કરો એ આગળ વધો પસંદ કર્યા પહેલા પસંદ કરેલ છે.
હવે તમે બુટ લોડરને સ્થાપિત કરવા માટે પસંદ કરેલ છે, તમે એ પણ નક્કી કરી શકો કે તમારે બુટ લોડરને ક્યાં સ્થાપિત કરવું છે. તમે બેમાંની એક જગ્યાએ બુટ લોડર સ્થાપિત કરી શકો છો:
Master boot record (MBR) — આ બુટ લોડર સ્થાપિત કરવા માટે આગ્રહણીય જગ્યા છે, જ્યાં સુધી MBR પહેલાથી જ બીજી ઓપરેટિંગ સિસ્ટમ શરુ કરે, જેમ કે સિસ્ટમ આદેશક. MBR એ તમારી હાર્ડ ડ્રાઈવ પરનો ચોક્કસ વિસ્તાર છે કે જે તમારા કમ્પ્ટુટરના BIOS દ્વારા લાવવામાં આવે છે, અને તે વહેલો પોઈન્ટ છે કે જ્યાં બુટ લોડર બુટ પ્રક્રિયાનું નિયંત્રણ લઈ શકે છે. જો તમે તેને MBR માં સ્થાપિત કરો, જ્યારે તમારું મશીન બુટ થાય ત્યારે, તો GRUB બુટ પ્રોમ્પ્ટ રજૂ કરે છે. તમે પછી Red Hat Enterprise Linux બુટ કરી શકો અથવા બીજી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ કે જે તમે બુટ લોડરમાં રુપરેખાંકિત કરેલી હોય તો તેને બુટ કરી શકો છો.
તમારા બુટ પાર્ટીશનનો પ્રથમ સેક્ટર — જો તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમ પર બીજું બુટ લોડર પહેલાથી જ વાપરી રહ્યા હોય તો આનો આગ્રહ રાખવામાં આવે છે. આ કિસ્સામાં, તમારા બીજા બુટ લોડર પ્રથમ નિયંત્રણ લઈ લેશે. તમે પછી GRUB શરુ કરવા માટે તે બુટ લોડરને રુપરેખાંકિત કરી શકો છો, કે જે પછી Red Hat Enterprise Linux ને બુટ કરશે.
![]() | મદદ |
|---|---|
જો તમારી પાસે RAID કાર્ડ હોય, તો ખ્યાલ રાખો કે અમુક BIOS એ RAID કાર્ડમાંથી બુટ થવાને આધાર આપતા નથી. આના જેવા કિસ્સાઓમાં, બુટ લોડર RAID ઍરેના MBR પર સ્થાપિત કરી શકાતું નથી. આના કરતાં, બુટ લોડર એ જ ડ્રાઈવના MBR પર કે જે /boot/ પાર્ટીશન બનેલ છે તેના પર સ્થાપિત થવું જોઈએ. |
જો તમારી સિસ્ટમ માત્ર Red Hat Enterprise Linux વાપરે, તો તમે MBR પસંદ કરી શકો છો.
જો તમે ડ્રાઈવનો ક્રમ ફરીથી ગોઠવવા માંગતા હોય અથવા જો તમારું BIOS યોગ્ય ડ્રાઈવનો ક્રમ નહિં આપે તો ડ્રાઈવનો ક્રમ બદલો બટન પર ક્લિક કરો. જો તમારી પાસે ઘણા બધા SCSI એડેપ્ટરો હોય, અથવા બંને SCSI અને IDE એડેપ્ટરો હોય, અને તમે SCSI ઉપકરણમાંથી બુટ કરવા માંગતા હોય તો ડ્રાઈવનો ક્રમ બદલવાનું ઉપયોગી થઈ પડે.
LBA32 પર દબાણ કરો (સામાન્ય રીતે જરુરી નથી) વિકલ્પ તમને /boot/ પાર્ટીશન માટે ૧૦૨૪ સિલિન્ડરોની મર્યાદા કરતાં વધી જવાની પરવાનગી આપે છે. જો તમારી પાસે સિસ્ટમ હોય કે જે ઓપરેટિંગ સિસ્ટમને બુટ કરવા માટે LBA32 વિસ્તૃતિકરણ માટે ૧૦૨૪ સિલિન્ડરોની મર્યાદા ઓળંગી જવાની પરવાનગી આપે, અને તમે તમારા /boot/ પાર્ટીશનને ૧૦૨૪ સિલિન્ડરની ઉપર જવા દો, તો તમે આ વિકલ્પ પસંદ કરી શકો.
![]() | મદદ | |
|---|---|---|
જ્યારે તમારી હાર્ડ ડ્રાઈવ પાર્ટીશન કરી રહ્યા હોય, તો ધ્યાનમાં રાખો કે અમુક જૂની સિસ્ટમોનું BIOS હાર્ડ ડ્રાઈવ પરના ૧૦૨૪ કરતાં વધુ સિલિન્ડરોને ચલાવી શકતું નથી. જો આ કિસ્સો હોય, તો /boot Linux પાર્ટીશન માટે તમારી હાર્ડ ડ્રાઈવના પ્રથમ ૧૦૨૪ સિલિન્ડરો પર પૂરતી જગ્યા છોડો. બીજા Linux પાર્ટીશનો પહેલા ૧૦૨૪ સિલિન્ડરો પછી જ હોય છે. parted માં, 1024 cylinders બરાબર 528MB હોય છે. વધુ જાણકારી માટે, આનો સંદર્ભ લો:
|
બુટ આદેશમાં મૂળભુત વિકલ્પો ઉમેરવા માટે, તેમને કર્નલ પરિમાણો ક્ષેત્રમાં દાખલ કરો. કોઈપણ વિકલ્પો તમે દાખલ કરો તે જ્યારે Linux બુટ થાય ત્યારે કર્નલને દર વખતે પસાર થાય છે.
Rescue સ્થિતિ નાનું Red Hat Enterprise Linux પર્યાવરણ વર્તમાનમાં બુટ માધ્યમમાંથી સ્થાપિત કરવા માટે સમર્થતા પૂરી પાડે છે અથવા અમુક બીજી બુટ પદ્ધતિઓ તેની જગ્યાએ સિસ્ટમની હાર્ડ ડ્રાઈવ પર પૂરી પાડે છે. અમુક વખતે જ્યારે તમે Red Hat Enterprise Linux મેળવવા સમર્થ નહિં હોય કે જે પૂર્ણ રીતે સિસ્ટમની હાર્ડ ડ્રાઈવની ફાઈલો ચલાવવા માટે પૂરતી હોય. rescue સ્થિતિની મદદથી, તમે તમારી સિસ્ટમની હાર્ડ ડ્રાઈવની ફાઈલો વાપરી શકો છો, જો તમે વાસ્તવિક રીતે તમારી હાર્ડ ડ્રાઈવમાંથી Red Hat Enterprise Linux ચલાવી શકો નહિં. જો તમે rescue સ્થિતિ વાપરવા માંગો, તો નીચેની પદ્ધતિ વાપરવાનો પ્રયત્ન કરો:
CD-ROM વાપરીને x86, AMD64, અથવા Intel® EM64T સિસ્ટમ બુટ કરવા માટે, સ્થાપન બુટ પ્રોમ્પ્ટ પર linux rescue લખો. rescue સ્થિતિમાં દાખલ થવા માટે Itanium વપરાશકર્તાઓ elilo linux rescue લખી શકે છે.
વધારાની જાણકારી માટે, Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન નો સંદર્ભ લો.
જો તમે બુટ લોડર વાપરવાનું પસંદ કરો નહિં, તો તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે:
તમે Linux ને MS-DOS માંથી પણ લાવી શકો છો. કમનસીબે, આને Linux કર્નલની નકલની જરુર છે (અને એક શરુઆતની RAM ડિસ્કની પણ, જો તમારી પાસે SCSI એડેપ્ટર હોય) એ MS-DOS પાર્ટીશન પર ઉપ્લબ્ધ હોય. આ પૂર્ણ કરવાનો માત્ર એક માર્ગ એ તમારી Red Hat Enterprise Linux સિસ્ટમ બુટ કરવાનો માર્ગ છે બીજી અમુક પદ્ધતિઓ વાપરીને (ઉદાહરણ તરીકે, બુટ CD-ROM માંથી) અને પછી કર્નલને MS-DOS પાર્ટીશનમાંથી નકલ કરો. LOADLIN એ આમાંથી ઉપ્લબ્ધ હોય
ftp://metalab.unc.edu/pub/Linux/system/boot/dualboot/ |
અને સાથે સંકળાયેલ દર્પણ સાઈટો.
SYSLINUX એ MS-DOS કાર્યક્રમ છે જે LOADLIN સાથે ઘણો મળતો આવે છે. તે આમાંથી પણ ઉપ્લબ્ધ છે
ftp://metalab.unc.edu/pub/Linux/system/boot/loaders/ |
અને સાથે સંકળાયેલ દર્પણ સાઈટો.
તમે વ્યવસાયિક બુટ લોડરોની મદદથી Linux લાવી શકો છો. ઉદાહરણ તરીકે, સિસ્ટમ આદેશક અને પાર્ટીશન મેજીક એ Linux ને બુટ કરવા માટે સમર્થ છે (પરંતુ હજુ પણ GRUB ને તમારા Linux રુટ પાર્ટીશન પર સ્થાપિત થવાની જરુર છે).
![]() | નોંધ |
|---|---|
બુટ લોડરો જેમ કે LOADLIN અને સિસ્ટમ આદેશક એ ત્રીજી વ્યક્તિના બુટ લોડરો તરીકે સમજવામાં આવશે અને તેઓને Red Hat નો આધાર નથી. |
આ વિભાગ માત્ર SMP માટે જ સ્પષ્ટ થયેલ છે. SMP, એ Symmetric Multiprocessing નું ટુંકાણ છે, જે કમ્પ્યુટર આર્કીટેક્ટર છે કે જે ઘણા બધા CPU ને ઉપ્લબ્ધ રાખીને અંગત પ્રક્રિયાઓને વારાફરતી પૂર્ણ કરીને ઝડપી પ્રતિભાવ આપે છે (મલ્ટીપ્રોસેસિંગ).
જો સ્થાપન કાર્યક્રમ તમારી સિસ્ટમ પર SMP મધરબોર્ડ શોધે, તો તે આપોઆપ બે બુટ લોડર પ્રવેશો બનાવે છે.
![]() | નોંધ |
|---|---|
SMP કર્નલ એ Intel® Pentium® 4 સિસ્ટમો પર હાયપરથ્રેડિંગ સાથે મૂળભુત રીતે સ્થાપિત થાય છે. |
બે GRUB પ્રવેશો છે Red Hat Enterprise Linux (કર્નલ આવૃત્તિ) અને Red Hat Enterprise Linux (કર્નલ આવૃત્તિ-smp). Red Hat Enterprise Linux (કર્લન આવૃત્તિ-smp) મૂળભુત રીતે બુટ થાય છે. તેમ છતાં પણ, જો તમારી પાસે SMP કર્નલ સાથે મુશ્કેલી હોય, તો તમે Red Hat Enterprise Linux (કર્નલ આવૃત્તિ) પ્રવેશ તેની જગ્યાએ બુટ કરવાનું પસંદ કર શકો છો. તમે પહેલાંની જેમ બધા વિધેયો પાછા મેળવી શકો છો, પરંતુ માત્ર એક પ્રોસેસર સાથે જ ક્રિયા કરી શકો છો.