પરિશિષ્ટ F. ઉન્નત બુટ વિકલ્પો

પરિશિષ્ટ એ Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ માટે વપરાતા વધારાના બુટ વિકલ્પો અને કર્નલ બુટ વિકલ્પોની ચર્ચા કરે છે.

અંહિ રજૂ થયેલમાંના કોઈપણ બુટ વિકલ્પો વાપરવા માટે, તમે જે આદેશ ચલાવવા ઈચ્છો તે સ્થાપન boot: પ્રોમ્પ્ટ આગળ છાપો.

બુટ સમયની આદેશ દલીલો

askmethod

જ્યારે તમે Red Hat Enterprise Linux CD-ROM માંથી બુટ કરી રહ્યા હોય ત્યારે આ આદેશ તમને તમે જે વાપરવા માંગતા હોય તે સ્થાપન પદ્ધતિ પસંદ કરવા માટે પૂછે છે.

apic

આ x86 બુટ આદેશ મોટે ભાગે Intel 440GX chipset BIOS માં થતી ભૂલ આગળ જ કામ કરે છે અને તે માત્ર સ્થાપન કાર્યક્રમ કર્નલ સાથે ચલાવી શકાશે.

apm=allow_ints

આ x86 બુટ આદેશ કેવી રીતે suspend સેવા નિયંત્રિત થાય છે તે બદલે છે (અને તે કદાચ અમુક લેપટોપ માટે જરુરી હોય).

apm=off

આ x86 બુટ આદેશ APM (Advanced Power Management) ને નિષ્ક્રિય કરે છે. તે ઉપયોગી છે કારણ કે અમુક BIOS પાસે ભૂલભરેલ power management (APM) હોય છે અને નાશ થઈ જવા પામે છે.

apm=power_off

આ x86 બુટ આદેશ Red Hat Enterprise Linux ને મૂળભુત રીતે બંધ કરે છે (power off). SMP સિસ્ટમો માટે આ ઉપયોગી છે કે તે મૂળભુત રીતે સિસ્ટમને બંધ કરતું નથી.

apm=realmode_power_off

જ્યારે મશીનને બંધ કરવાનો (power off) પ્રયત્ન કરતા હોઈએ ત્યારે અમુક BIOS x86-આધારિત સિસ્ટમો પર ભંગાણ પામે છે. આ આદેશ કેવી રીતે Windows NT ના રસ્તાથી Windows 95 ના રસ્તા સુધી થાય તે પદ્ધતિ બદલે છે.

dd

આ દલીલ તમારા સ્થાપન કાર્યક્રમને ડ્રાઈવર ડિસ્ક બનાવવા માટે પૂછવા માટેનું કારણ બને છે.

dd=url

આ દલીલ સ્પષ્ટ કરેલ HTTP, FTP, અથવા NFS નેટવર્ક સરનામાઓમાંથી ડ્રાઈવર ઈમેજ કેવી રીતે વાપરવી તે પૂછવા માટેનું કારણ બને છે.

display=IP:0

આ આદેશ તમને દૂરસ્થ રીતે આગળ ધપાવવાની પરવાનગી આપે છે. આ આદેશમાં, IP એ સિસ્ટમ કે જેના પર તમે પ્રદર્શન જોવા માંગો તેના IP સરનામાથી બદલી શકાશે.

સિસ્ટમ કે જેના પર તમે પ્રદર્શન જોવા માંગતા હોય, ત્યાં તમારે xhost +remotehostname આદેશ ચલાવવો જ પડે, કે જ્યાં remotehostname એ યજમાનનું નામ છે જ્યાંથી તમે મૂળ પ્રદર્શન ચલાવી રહ્યા છો. xhost +remotehostname આદેશ દૂરસ્થ પ્રદર્શન ટર્મિનલ પર મર્યાદા મૂકે છે અને તેથી તે કોઈપણ જગ્યાએથી અથવા કોઈપણ સિસ્ટમ પરથી ખાસ કરીને જે બિનસત્તાધિકારવાળી હોય તેવાને દૂરસ્થ રીતે ચલાવવાની પરવાનગી આપતું નથી.

driverdisk

આ આદેશ dd આદેશ જે પ્રક્રિયા કરે છે તેવી જ પ્રક્રિયાઓ કરે છે અને તમને Red Hat Enterprise Linux ના સ્થાપન દરમ્યાન ડ્રાઈવર ડિસ્ક વાપરવા માટે પૂછે છે.

ide=nodma

આ આદેશ DMA ને બધા IDE ઉપકરણો પર નિષ્ક્રિય કરે છે અને તે કદાચ જ્યારે IDE-સંબંધિત સમસ્યાઓ ઉદ્દભવે ત્યારે ઉપયોગી થશે.

linux upgradeany

આ આદેશ તમારી /etc/redhat-release ફાઈલની અમુક ચકાસણીઓને રાહત આપે છે. જો તમારી /etc/redhat-release ફાઈલ મૂળભુતથી બદલાઈ જાય, તો તમારા Red Hat Enterprise Linux નું સ્થાપન જ્યારે તમે Red Hat Enterprise Linux 4 નો સુધારો કરી રહ્યા હોય ત્યારે મળી આવે છે. આ વિકલ્પનો માત્ર ત્યારે જ ઉપયોગ કરો જ્યારે તમારું Red Hat Enterprise Linux સ્થાપન મળતું નહિં હોય.

mediacheck

આ આદેશ તમને સ્થાપન સ્રોતની ગુણવત્તા ચકાસવા માટેની પરવાનગી આપે છે (જો ISO-આધારિત પદ્ધતિ હોય). આ આદેશ CD, DVD, હાર્ડ ડ્રાઈવ ISO, અને NFS ISO સ્થાપન પદ્ધતિઓ સાથે કામ કરે છે. ISO ઈમેજો યોગ્ય છે તે સ્થાપન મદદો પહેલા ચકાસી રહ્યા છીએ અને સમસ્યાઓ કે જે સ્થાપન દરમ્યાન ઉદ્દભવે છે તે ચકાસી રહ્યા છીએ.

mem=xxxM

આ આદેશ તમને મેમરીના જથ્થા પર ફરીથી લખવાની પરવાનગી આપે છે કે જે કર્નલ મશીન માટે શોધે છે. આ અમુક જૂની સિસ્ટમો માટે જરુરી છે કે જ્યાં માત્ર 16 MB શોધાયેલ છે અને અમુક નવા મશીનો માટે કે જ્યાં વિડીયો કાર્ડ વિડીયો મેમરીને મુખ્ય મેમરી સાથે વહેંચે છે. જ્યારે આ આદેશ ચલાવી રહ્યા હોય, ત્યારે xxx એ મેમરીના મેગાબાઈટથી બદલાઈ જશે.

nmi_watchdog=1

આ આદેશ આંતરિક કર્નલ ડેડલોક શોધકને સક્રિય કરે છે. આ આદેશ સખ્ત કર્નલ લુકઅપની ભૂલ શોધવા માટે વપરાય છે. સામયિક NMI (Non Maskable Interrupt) ઈન્ટ્રપ્ટો ચલાવીને, કર્નલ જોઈ શકે છે કે શું કોઈ CPU ને તાળું લગાયેલ છે અને જરુરિયાત પ્રમાણે ભૂલ શોધતા સંદેશાઓ છાપી શકે છે.

noapic

આ x86 બુટ આદેશ કર્નલને APIC chip નહિં વાપરવા માટે કહે છે. તે કદાચ અમુક મધરબોર્ડ માટે મદદરુપ હોઈ શકે ખરાબ APIC (જેમ કે Abit BP6) સાથે અથવા ભૂલભરેલા BIOS સાથે. NVIDIA nForce3 chipset (જેમ કે ASUS SK8N) આધારિત સિસ્ટમો બુટ સમયે IDE ની શોધ દરમ્યાન અટકી જાય છે એમ જણાયું છે, અથવા બીજા ઈન્ટ્રપ્ટ-પહોંચાડવાના મુદ્દાઓને પ્રદર્શિત કરે છે.

noht

આ x86 બુટ આદેશ હાયપરથ્રેડીંગ નિષ્ક્રિય કરે છે.

nofb

આ આદેશ ચોકઠા બફરનો આધાર નિષ્ક્રિય કરે છે અને સ્થાપન કાર્યક્રમને લખાણ સ્થિતિમાં ચાલવા માટેની પરવાનગી આપે છે. આ આદેશ અમુક સ્ક્રીન વાંચતા હાર્ડવેર સાથે સુલભતા માટે જરુરી છે.

nomce

આ x86 બુટ આદેશ CPU પર થયેલ જાત-તપાસ ચકાસણીઓને નિષ્ક્રિય કરે છે. કર્નલ CPU પર જાત-તપાસને મૂળભુત રીતે સક્રિય કરે છે (Machine Check Exception તરીકે ઓળખાય છે). પહેલા Compaq Pentium સિસ્ટમોને આ વિકલ્પની જરુર રહેતી કારણકે તેઓ પ્રોસેસરની ભૂલ યોગ્ય રીતે ચકાસવાને આધાર આપતા ન હતા. બીજા ઘણા લેપટોપ, મોટે ભાગે એ જેઓ Radeon IGP chipset વાપરી રહ્યા હોય, તેઓને પણ આ વિકલ્પની જરુર પડે.

nopass

આ આદેશ કીબોર્ડ અને માઉસની જાણકારી સ્થાપન કાર્યક્રમના પગલા ૨ ના સ્થાપનને પસાર કરવા માટે નિષ્ક્રિય કરે છે. તે કીબોર્ડ અને માઉસ રુપરેખાંકન સ્ક્રીનને સ્થાપન કાર્યક્રમના પગલા ૨ દરમ્યાન વાપરી શકાય છે જ્યારે નેટવર્ક સ્થાપન કરી રહ્યા હોય ત્યારે.

nopcmcia

આ આદેશ સિસ્ટમના કોઈપણ PCMCIA નિયંત્રકોને અવગણે છે.

noprobe

આ આદેશ હાર્ડવેર ચકાસવાનું નિષ્ક્રિય કરે છે અને તેની જગ્યાએ વપરાશકર્તાને હાર્ડવેર જાણકારી મેળવવા માટે પૂછે છે.

noshell

આ આદેશ શેલને સ્થાપન દરમ્યાન વર્ચ્યુઅલ કન્સોલ ૨ પર ચલાવવાનું નિષ્ક્રિય કરે છે.

nousb

આ આદેશ સ્થાપન દરમ્યાન USB નો આધાર લાવવાનું નિષ્ક્રિય કરે છે. જો સ્થાપન કાર્યક્રમ પ્રક્રિયામાં જલદી અટકી જાય, તો આ આદેશ ઉપયોગી સાબિત થઈ શકે.

nousbstorage

આ આદેશ usbstorage મોડ્યુલને સ્થાપન કાર્યક્રમને લાવનારમાં લાવવાનું નિષ્ક્રિય કરે છે. તે ઉપકરણને SCSI સિસ્ટમ પર ક્રમ આપવા સાથે મદદ કરે છે.

numa=off

Red Hat Enterprise Linux એ NUMA (Non-Uniform Memory Access) ને AMD64 આર્કીટેક્ચર પર આધાર આપે છે. જ્યારે બધા CPU બધી મેમરીને NUMA ના આધાર વિના પણ વાપરી શકે છે, ત્યારે NUMA ના આધારની સુધારેલી કર્નલમાં હાજરીને કારણે મેમરીની સોંપણી CPU કે જેના પર તેઓ જેટલું શક્ય હોય તેટલું શરુ કરવા માંગે છે તેના હકમાં જાય છે, ત્યાં આંતર-CPU મેમરીનો ટ્રાફિક ઘટાડીને. આ અમુક કાર્યક્રમોમાં નોંધપાત્ર સુધારો બતાવી શકે છે. મૂળ બિન-NUMA વર્તણૂકમાં પાછા જવા માટે, આ બુટ વિકલ્પ સ્પષ્ટ કરો.

reboot=b

કર્નલ જે રીતે મશીનને રીબુટ કરવાનો પ્રયત્ન કરે છે તે પદ્ધતિને આ x86, AMD64, અને Intel® EM64T બુટ આદેશ બદલી નાંખે છે. જો સિસ્ટમ બંધ થઈ રહી હોય ત્યારે કર્નલ અટકી જવાનો અનુભવ થાય, તો આ આદેશ સિસ્ટમને સફળતાપૂર્વક રીબુટ કરે છે.

rescue

આ આદેશ rescue સ્થિતિમાં ચાલે છે. rescue સ્થિતિ વિશે વધુ જાણવા માટે Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન નો સંદર્ભ લો.

resolution=

સ્થાપન કાર્યક્રમને કઈ વિડીયો સ્થિતિ ચલાવવી તે કહે છે. તે કોઈપણ પ્રમાણભૂત રીઝોલ્યુશનને સ્વીકારે છે, જેમ કે 640x480, 800x600, 1024x768, અને એવા બીજા ઘણા બધા.

serial

આ આદેશ શ્રેણીય કન્સોલના આધારને ચાલુ કરે છે.

skipddc

આ x86 બુટ આદેશ ddc મોનિટર ચકાસણીને અવગણે છે કે જે અમુક સિસ્ટમો પર સમસ્યા પેદા કરે છે.

text

આ આદેશ ગ્રાફિકવાળા સ્થાપન કાર્યક્રમને નિષ્ક્રિય કરે છે અને સ્થાપન કાર્યક્રમને લખાણ સ્થિતિમાં ચાલવા માટે દબાણ કરે છે.

updates

આ આદેશ તમને સુધારાઓ ધરાવતી ફ્લોપી ડિસ્ક દાખલ કરવા માટે પૂછે છે (ભૂલ સુધારા). જો તમે નેટવર્ક સ્થાપન કરી રહ્યા હોય અને તમારી પાસે પહેલાથી સુધારાની ઈમેજના સમાવિષ્ટો RHupdates/ માં સર્વર પર મૂકેલા જ હોય તો આ જરુરી નથી.

vnc

આ આદેશ તમને VNC સર્વરમાંથી સ્થાપન કરવા માટે પરવાનગી આપે છે.

vncpassword=

આ આદેશ VNC સર્વર સાથે જોડાવા માટે પાસવર્ડ સુયોજિત કરવા માટે પૂછે છે.