પરિશિષ્ટ E. ડ્રાઈવર મીડિયા

E.1. મને શા માટે ડ્રાઈવર મીડિયાની જરુર પડે?

જ્યારે Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ લવાઈ રહ્યો હોય, તમને ડ્રાઈવર મીડિયા માટે પૂછતી સ્ક્રીન દેખાશે. ડ્રાઈવર મીડિયા સ્ક્રીન મોટે ભાગે નીચેના કિસ્સાઓમાં દેખાશે:

E.1.1. તો પછી ડ્રાઈવર મીડિયા શું છે?

ડ્રાઈવર મીડિયા હાર્ડવેરનો આધાર ઉમેરી શકે છે કે જે સ્થાપન કાર્યક્રમ દ્વારા આધારભૂત નથી. ડ્રાઈવર મીડિયા ડ્રાઈવર ડિસ્ક અથવા Red Hat દ્વારા પેદા થયેલ ઈમેજ ઉમેરી શક્યું હતું, તે ડિસ્ક અથવા CD-ROM હોઈ શકે જે તમે તમારી જાતે ઈન્ટરનેટ પર મળી આવતી ડ્રાઈવર ઈમેજોમાંથી બનાવી શકો, અથવા તે ડિસ્ક અથવા CD-ROM હોઈ શકે કે જે હાર્ડવેર વિક્રેતાઓ હાર્ડવેરના ભાગ સાથે સમાવે છે.

ડ્રાઈવર મીડિયા જો તમારે કોઈ ચોક્કસ ઉપકરણ Red Hat Enterprise Linux ને સ્થાપિત કરવા માટે જરુરી હોય તો વપરાશે. ડ્રાઈવરો નેટવર્ક (NFS) સ્થાપનો, સ્થાપનો કે જે PCMCIA અથવા બ્લોક ઉપકરણ, બિન-પ્રમાણભૂત અથવા ખૂબ નવી CD-ROM ડ્રાઈવો, SCSI એડેપ્ટરો, NIC, અને બીજા અસામાન્ય ઉપકરણો વાપરી રહ્યા હોય તેના માટે વાપરી શકાશે.

નોંધનોંધ
 

જો બિનઆધારભૂત ઉપકરણને Red Hat Enterprise Linux ને તમારી સિસ્ટમ પર સ્થાપિત કરવાની જરુર નહિં હોય, તો સ્થાપન સાથે ચાલુ રાખો અને જ્યારે સ્થાપન પૂર્ણ થાય ત્યારે નવા હાર્ડવેર માટે આધાર ઉમેરો.

E.1.2. હું કેવી રીતે ડ્રાઈવર મીડિયા મેળવું?

ઘણા સ્રોતોમાંથી ડ્રાઈવર ઈમેજો મેળવી શકાય છે. તેઓ Red Hat Enterprise Linux સાથે સમાવાયેલ હોય છે, અથવા તેઓ હાર્ડવેર અથવા સોફ્ટવેર વિક્રેતાઓની સાઈટો પર ઉપ્લબ્ધ હશે. જો તમને એમ લાગે કે તમારી સિસ્ટમને આમાંના એક ડ્રાઈવરની જરુર છે, તો તમે ડ્રાઈવર ડિસ્ક બનાવી શકો છો અથવા CD-ROM બનાવી શકો છો તમારી Red Hat Enterprise Linux નું સ્થાપન શરુ કરતાં પહેલાં.

x86-આધારિત સિસ્ટમોના વપરાશકર્તાઓ માટે, Red Hat Enterprise Linux CD #1 ડ્રાઈવર ઈમેજોને સમાવે છે (images/drvnet.img — નેટવર્ક કાર્ડ ડ્રાઈવરો અને images/drvblock.img — SCSI નિયંત્રકો માટેના ડ્રાઈવરોને સમાવીને) જે ઘણા ડ્રાઈવરોને (બંને સામાન્ય અને સુરક્ષિત) સમાવે છે.

મદદમદદ
 

ડ્રાઈવર ઈમેજ નેટવર્ક ફાઈલ મારફતે વાપરવું પણ શક્ય છે. linux dd બુટ આદેશ વાપરવાની જગ્યાએ, linux dd=url આદેશ વાપરો, જ્યાં url એ વાપરવા માટેની ડ્રાઈવર ઈમેજના HTTP, FTP, અથવા NFS સરનામાથી બદલાય છે.

સ્પષ્ટ કરેલ ડ્રાઈવર જાણકારી મેળવવાનો બીજો વિકલ્પ Red Hat ની વેબસાઈટ પર આ જગ્યાએ છે

http://www.redhat.com/support/errata/ 

ભૂલો ચોક્કસ કરો તરીકે ઓળખાતા વિભાગ હેઠળ. મોટે ભાગે, પ્રખ્યાત હાર્ડવેર Red Hat Enterprise Linux કે જે સ્થાપન કાર્યક્રમમાં પહેલાથી છે તે ડ્રાઈવરો સાથે કામ નહિં કરે અથવા Red Hat Enterprise Linux CD #1 માં સમાવાયેલ ડ્રાઈવર ઈમેજો પર હોય તેના પ્રકાશન પછી ઉપ્લબ્ધ હશે. આવા કિસ્સાઓમાં, Red Hat વેબસાઈટ ડ્રાઈવર ઈમેજની કડી સમાવે છે.

E.1.2.1. ઈમેજ ફાઈલમાંથી ડ્રાઈવર ડિસ્કની બનાવટ

Red Hat Enterprise Linux ની મદદથી ડ્રાઈવર ડિસ્ક ઈમેજમાંથી ડ્રાઈવર ડિસ્ક બનાવવા માટે:

  1. ખાલી, ફોર્મેટ થયેલ ડિસ્ક (અથવા Itanium સિસ્ટમ વપરાશકર્તાઓ માટે LS-120 ડિસ્ક) ને પ્રથમ ડિસ્ક (અથવા LS-120) ડ્રાઈવમાં દાખલ કરો.

  2. એ જ ડિરેક્ટરીમાંથી કે જે ડ્રાઈવર ડિસ્ક ઈમેજ ધરાવે છે, જેમ કે drvnet.img, dd if=drvnet.img of=/dev/fd0 આદેશ રુટ તરીકે દાખલ કરો.

મદદમદદ
 

Red Hat Enterprise Linux એ USB પેન ડ્રાઈવને સ્થાપન કાર્યક્રમ દરમ્યાન ડ્રાઈવર ઈમેજો ઉમેરવા માટે આધાર આપે છે. આમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે USB પેન ડ્રાઈવને માઉન્ટ કરો અને જરુરી driverdisk.img ને USB પેન ડ્રાઈવર પર નકલ કરો. ઉદાહરણ તરીકે:

dd if=driverdisk.img of=/dev/sda 

તમને પછી સ્થાપન દરમ્યાન પાર્ટીશન પસંદ કરવા માટે અને વાપરવાની ફાઈલ સ્પષ્ટ કરવા માટે પૂછવામાં આવશે.

E.1.3. સ્થાપન દરમ્યાન ડ્રાઈવર ઈમેજનો ઉપયોગ

જો તમારે ડ્રાઈવર ઈમેજ વાપરવાની જરુર હોય, જેમ કે PCMCIA ઉપકરણ અથવા NFS સ્થાપન દરમ્યાન, સ્થાપન કાર્યક્રમ તમને ડ્રાઈવર દાખલ કરવા માટે પૂછશે (ડિસ્ક, CD-ROM, ફાઈલ નામ તરીકે) જ્યારે તે જરુરી હોય.

તેમ છતાં પણ, ત્યાં અમુક કિસ્સાઓ છે કે જ્યાં તમે ચોક્કસ રીતે ડ્રાઈવર ડિસ્ક લાવવા માટે અને તેને સ્થાપન પ્રક્રિયા દરમ્યાન વાપરવા માટે Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ કહી શકો છો.

ઉદાહરણ તરીકે, તમે જે બનાવેલ હોય તે ડ્રાઈવર ડિસ્ક સ્પષ્ટ રીતે લાવવા માટે, Red Hat Enterprise Linux CD #1 માંથી બુટ કર્યા પછી (અથવા તમે બનાવેલ બુટ મીડિયા વાપરીને) સ્થાપન કાર્યક્રમ શરુ કરો. x86-આધારિત સિસ્ટમો માટે, જો તમે x86 અથવા x86-64 સિસ્ટમ વાપરી રહ્યા હોય boot: પ્રોમ્પ્ટ આગળ, linux dd દાખલ કરો. સ્થાપન કાર્યક્રમમાંથી બુટ કરવા માટે વધુ વિગતો માટે વિભાગ 4.3.1 નો સંદર્ભ લો. Itanium સિસ્ટમો માટે, Shell> પ્રોમ્પ્ટ પર, elilo linux dd લખો. સ્થાપન કાર્યક્રમમાંથી બુટ કરવા માટેની વિગતો મેળવવા માટે વિભાગ 4.3.2 નો સંદર્ભ લો.

Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ તમને ડ્રાઈવર ડિસ્ક દાખલ કરવા માટે પૂછે છે. એકવાર ડ્રાઈવર ડિસ્ક સ્થાપન કાર્યક્રમ દ્વારા વંચાઈ જાય, તો તે પેલા ડ્રાઈવરોને તમારી સિસ્ટમમાં પાછળથી મળી આવેલા હાર્ડવેરો પર લાગુ પાડે છે.