પરિશિષ્ટ D. ડિસ્ક પાર્ટીશનોની ઓળખાણ

નોંધનોંધ
 

પરિશિષ્ટ એ બિન-x86-આધારિત આર્કીટેક્ચરો માટે લાગુ પાડી શકાય એ જરુરી નથી. તેમ છતાં પણ, સામાન્ય સમજૂતીઓ કે જે અંહિ વર્ણવાયેલ છે તે અંહિ લાગુ પડે છે.

ડિસ્ક પાર્ટીશનો એ ખાનગી કમ્પ્યુટર લેન્ડસ્કેપના પ્રમાણભૂત ભાગો છે અને તેઓ અમુક સમય માટે શાંત થઈ ગયા હતા. તેમ છતાં પણ, ઘણાં બધા લોકો કે જેઓ કમ્પ્યુટરો ખરીદી રહ્યા હોય છે તેમાં પહેલાથી ઓપરેટિંગ સિસ્ટમ લક્ષણો હોય છે, અમુક લોકો પાર્ટીશન કેવી રીતે કામ કરે છે તે જાણતા હોય છે. આ પ્રકરણ ડિસ્ક પાર્ટીશનો માટે કારણો અને કેવી રીતે વાપરવું તે સમજાવે છે કે જેથી તમારી Red Hat Enterprise Linux નું સ્થાપન શક્ય હોય એટલું સરળ અને સાદુ બને.

જો તમે ડિસ્ક પાર્ટીશનો સાથે રાહત અનુભવતા હોય, તો તમે વિભાગ D.1.4 સુધી અવગણી શકો છો, ડિસ્ક જગ્યા ખાલી કરવાની વધુ જાણકારી મેળવવા માટે Red Hat Enterprise Linux ના સ્થાપન માટે તૈયારી કરી રહ્યા છીએ. આ વિભાગ Linux સિસ્ટમો, જે બીજી ઓપરેટિંગ સિસ્ટમ સાથે ડિસ્કની જગ્યા વહેંચી રહી હોય, તેના દ્વારા વપરવામાં આવતી પાર્ટીશન પદ્ધતિઓ દ્વારા વાપરવામાં આવતા પાર્ટીશનના નામો વિશે ચર્ચા કરે છે અને સંબંધિત મુદ્દાઓ પણ ચર્ચે છે.

D.1. હાર્ડ ડિસ્ક માટે આધારભૂત સમજો

હાર્ડ ડિસ્ક ખૂબ સરળ વિધેય કરે છે — તેઓ માહિતી સંગ્રહે અને તેને આદેશ ઉપર ખૂબ સરળ રીતે મેળવે.

જ્યારે ડિસ્ક પાર્ટીશન કરવા જેવા મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા હોય છે, ત્યારે વપરાતા હાર્ડવેર વિશે થોડી જાણકારી મેળવવાનું મહત્વનું છે. કમનસીબે, વિગતોમા ખૂબ ઊંડો ખ્યાલ નહિં મળે એ ખૂબ સરળ છે. તેથી, આ પરિશિષ્ટ ડિસ્ક ડ્રાઈવની સરળ આકૃતિ વાપરે છે જે જ્યારે ડિસ્ક ડ્રાઈવમાં પાર્ટીશન થાય ત્યારે વાસ્તવમાં શું થાય તે સમજાવવામાં મદદ કરે છે. આકૃતિ D-1, એકદમ નવી, નહિં વપરાયેલ ડિસ્ક ડ્રાઈવ બતાવે છે.

આકૃતિ D-1. નહિં વપરાયેલ ડિસ્ક ડ્રાઈવ

તેના તરફ બહું જુઓ નહિં, બરાબર? પરંતુ જો આપણે આધારભૂત સ્તર પર ડિસ્ક ડ્રાઈવો વિશે વાત કરી રહ્યા હોઈએ, તો એ માન્ય છે. કહો કે અમે આ ડ્રાઈવ પર માહિતી સંગ્રહવા માંગીએ છીએ. જેમ વસ્તુઓ હમણાં ઉભી રહે છે, તેઓ હવે કામ કરશે. ત્યાં કંઈક first… છે જે આપણે પ્રથમ કરવું જોઈએ

D.1.1. તમે જે લખ્યું એ આ નથી, એ તમે કેવી રીતે લખ્યું તે છે

અનુભવી કમ્પ્યુટર વપરાશકર્તાઓ સંભવિત છે કે આને પ્રથમ પ્રયાસમાં જ મેળવી શક્યા હશે. આપણે ડ્રાઈવને ફોર્મેટ કરવાની જરુર છે. ફોર્મેટ કરવાનું (સામાન્ય રીતે "ફાઈલ સિસ્ટમ બનાવવાનું તરીકે ઓળખાય છે") ડ્રાઈવમાં જાણકારી લખે છે, બંધારણ વગરની ડ્રાઈવમાં ખાલી જગ્યાની બહાર ક્રમ બનાવે છે.

આકૃતિ D-2. ફાઈલ સિસ્ટમ સાથેની ડિસ્ક ડ્રાઈવ

આકૃતિ D-2 ની જેમ, ફાઈલ સિસ્ટમ દ્વારા દર્શાવાયેલ ક્રમ અમુક ટ્રેડ-ઓફનો સમાવેશ કરે છે:

 • ડ્રાઈવની ઉપ્લબ્ધ જગ્યાના અમુક ટકા એ ફાઈલ-સિસ્ટમ-સંબંધિત માહિતીને સંગ્રહવા માટે વપરાય છે અને તે ઓવરહેડ તરીકે ધ્યાનમાં લેવાય છે.

 • ફાઈલ સિસ્ટમ બાકીની જગ્યાને નાના ભાગોમાં, સતત માપવાળા સેગમેન્ટોમાં ટુકડા કરી નાંખે છે. Linux માટે, આ સેગ્મેન્ટો blocks તરીકે ઓળખાય છે. [1]

આપેલ છે કે ફાઈલ સિસ્ટમો વસ્તુઓને ડિરેક્ટરીઓની જેમ બનાવે છે અને શક્ય હોય તો ફાઈલોને પણ, આ ટ્રેડ-ઓફ એ મોટે ભાગે નાની ચૂકવવાની કિંમત જેમ દેખાય છે.

ત્યાં કોઈ એક જ સાર્વત્રિક ફાઈલ સિસ્ટમ નથી, એ નોંધ કરવાનું પણ કામનું છે. જેમ આકૃતિ D-3, બતાવે છે, કે ડિસ્ક ડ્રાઈવ પાસે ઘણી બધી ફાઈલ સિસ્ટમોમાંની એક ફાઈલ સિસ્ટમ તેના પર લખેલી હોય છે. જેમ તમે કદાચ ધારી શકો, વિવિધ ફાઈલ સિસ્ટમો બિનસુસંગત થવા જઈ રહી છે; અને તે, એક ઓપરેટિંગ સિસ્ટમ કે જે એક ફાઈલ સિસ્ટમને આધાર આપે (અથવા સંબંધિત ફાઈલ સિસ્ટમો માટે ઉપયોગી) અને કદાચ બીજાને આધાર નહિં આપે. આ છેલ્લું વાક્ય એ સખત અને ઝડપી નિયમ નથી, તેમ છતાં પણ. ઉદાહરણ તરીકે, Red Hat Enterprise Linux એ વિવિધ ફાઈલ સિસ્ટમોને આધાર આપે છે (મોટે ભાગે સામાન્ય રીતે વપરાતી ઓપરેટિંગ સિસ્ટમોને સમાવીને), તે વિવિધ ફાઈલ સિસ્ટમો વચ્ચે માહિતીની આપલે સરળ રીતે કરે છે.

આકૃતિ D-3. અલગ ફાઈલ સિસ્ટમ સાથેની ડિસ્ક ડ્રાઈવ

ખરેખર, ડિસ્કમાં ફાઈલ સિસ્ટમ લખવાનું એ માત્ર શરુઆત જ છે. આ પ્રક્રિયાનો મુખ્ય ધ્યેય એ વાસ્તવમા માહિતી સંગ્રહવાનું અને પાછુ મેળવવાનુ છે. અમુક ફાઈલો તેમાં લખાઈ જાય પછી આપણી ડ્રાઈવ પર જરા નજર નાંખો.

આકૃતિ D-4. લખાયેલી માહિતી સાથેની ડિસ્ક ડ્રાઈવ

જેમ આકૃતિ D-4, બતાવે, પહેલાના ખાલી બ્લોકોમાંના અમુક હમણાં માહિતી ધરાવે છે. તેમ છતાં પણ, ફક્ત આ ચિત્ર તરફ જોઈને, અમે આ ડ્રાઈવમાં ચોક્કસ કેટલી ફાઈલો છે તે નક્કી કરી શકતા નથી. ત્યાં માત્ર એક અથવા ઘણી બધી ફાઈલો હશે, કારણ કે બધી ફાઈલો ઓછામાં ઓછા એક બ્લોકને વાપરે અને અમુક ફાઈલો ઘણા બધા બ્લોકોને વાપરે. નોંધ કરવા માટે બીજો મહત્વનો મુદ્દો એ છે કે વપરાયેલા બ્લોકોએ સતત વિસ્તાર બનાવવો જોઈએ નહિં; વપરાયેલ અને નહિં વપરાયેલ બ્લોકો કદાચ તકરાશે. આ fragmentation તરીકે ઓળખાય છે. Fragmentation એ જ્યારે વર્તમાન પાર્ટીશનનું માપ બદલવાનું આવે ત્યારે ભાગ ભજવી શકે છે.

જેમ મોટા ભાગની કમ્પ્યુટરને સંબંધિત ટેક્નોલોજી સાથે, તેમની ઓળખાણ પછી સમયની સાથે ડિસ્ક ડ્રાઈવો બદલાતી રહે છે. અંગત રીતે, તેઓ મોટા થઈ જાય છે. ભૌતિક માપ કરતાં મોટા નહિં, પરંતુ જાણકારી સંગ્રહવાની તેમની ક્ષમતા કરતાં મોટા. અને, આ વધારાની ક્ષમતા આધારભૂત ફેરફારોને ડિસ્ક ડ્રાઈવ જે રીતે વપરાય છે તેમાં લઈ જાય છે.

D.1.2. પાર્ટીશનો: એક ડ્રાઈવનું ઘણી બધીમાં રુપાંતરણ

જેમ ડિસ્ક ડ્રાઈવોની ક્ષમતાઓ વધી, તેમ અમુક લોકોએ અચરજ કરવાની શરુઆત કરી જો તેમની બધાની પાસે તે બંધારણવાળી જગ્યા એક મોટા જથ્થામાં હોય એ સારો વિચાર હતો. આ વિચારસરણી ઘણા મુદ્દાઓ, અમુક ફિલોસોફિકલો, અમુક ટેક્નિકલ દ્વારા ચલાવાયેલ હતી. ફિલોસોફિકલ બાજુએ, ચોક્કસ માપની ઉપર, એવું લાગતું હતું કે મોટી ડ્રાઈવ દ્વારા પૂરી પાડવામાં આવેલી વધારાની જગ્યાએ વધુ ક્લટરો બનાવ્યા હતા. ટેક્નિકલ બાજુએ, અમુક ફાઈલ સિસ્ટમો અમુક ચોક્કસ ક્ષમતાની ઉપર કંઈપણને આધાર આપવા માટે બની હતી નહિં. અથવા ફાઈલ સિસ્ટમ મોટી ક્ષમતા સાથે મોટી ડ્રાઈવોને આધાર આપી શકી હોત, પરંતુ ફાઈલોને ટ્રેક કરવા માટે ફાઈલ સિસ્ટમો દ્વારા મૂકવામાં આવતો વધુ પડતો ભાર પ્રગતિજનક બને છે.

આ સમસ્યાનો ઉકેલ એ ડિસ્કને પાર્ટીશનો માં વહેંચણી કરવાનું હતું. દરેક પાર્ટીશન ચલાવી શકાયો હતો જો તે અલગ ડિસ્ક હોય તો. આ પાર્ટીશન કોષ્ટક ના ઉમેરા દ્વારા થયું હતું.

નોંધનોંધ
 

જ્યારે આ પ્રકરણમાંની આકૃતિઓ પાર્ટીશન કોષ્ટક બતાવે જે વાસ્તવિક ડિસ્ક ડ્રાઈવથી અલગ છે, તો એ વર્તમાનમાં યોગ્ય નથી. વાસ્તવમાં, પાર્ટીશન કોષ્ટક દરેક ડિસ્કની ખૂબ જ શરુઆતમાં સંગ્રહિત થાય છે, કોઈપણ ફાઈલ સિસ્ટમ અથવા વપરાશકર્તા માહિતી પહેલા. પરંતુ ચોકસાઈ માટે, તેઓ તમારી આકૃતિઓમાં અલગ હોય છે.

આકૃતિ D-5. પાર્ટીશન કોષ્ટક સાથે ડિસ્ક ડ્રાઈવ

આકૃતિ D-5 બતાવ્યા અનુસાર, પાર્ટીશન કોષ્ટક એ ચાર વિભાગોમાં અથવા ચાર પ્રાથમિક પાર્ટીશનોમાં વિભાજિત થાય છે. પ્રાથમિક પાર્ટીશન એ હાર્ડ ડ્રાઈવ પરનો પાર્ટીશન છે કે જે માત્ર એક જ લોજિકલ ડ્રાઈવ (અથવા વિભાગ) સમાવી શકે છે. દરેક વિભાગ એક પાર્ટીશનને વ્યાખ્યાયિત કરવા માટે જરુરી જાણકારી સમાવી શકે છે, એનો અર્થ એ થાય કે પાર્ટીશન કોષ્ટક ચાર પાર્ટીશનો કરતાં વધુ પાર્ટીશનો સમાવી શકે નહિં.

દરેક પાર્ટીશન કોષ્ટક પ્રવેશ પાર્ટીશનની ઘણી મહત્વની લાક્ષણકિતાઓ સમાવે છે:

 • ડિસ્ક પરના બિંદુઓ કે જ્યાં પાર્ટીશનો શરુ થાય છે અને અંત થાય છે

 • પાર્ટીશન ક્યાં "સક્રિય" છે

 • પાર્ટીશનનો પ્રકાર

આ લક્ષણોમાંના દરેકનો નજીકથી દેખાવ જુઓ. શરુઆતના અને અંતના બિંદુઓ વાસ્તવમાં પાર્ટીશનનું માપ અને ડિસ્ક પરની જગ્યા વ્યાખ્યાયિત કરે છે. "સક્રિય" ફ્લેગ એ અમુક ઓપરેટિંગ સિસ્ટમના બુટ લોડરો દ્વારા વાપરવામાં આવે છે. બીજા શબ્દોમાં, પાર્ટીશનમાંની ઓપરેટિંગ સિસ્ટમ એ "સક્રિય" તરીકે ચિહ્નિત કરેલી હોય છે.

પાર્ટીશનનો પ્રકાર થોડો ગૂંચવણમાં મૂકે એવો છે. પ્રકાર એ સંખ્યા છે કે જે પાર્ટીશનનો વધારાનો વપરાશ ઓળખાવે છે. જો આ વિધાન થોડું વિચિત્ર લાગે, કારણ કે તે પાર્ટીશનનો પ્રકારનો અર્થ એ પણ થોડો વિચિત્ર હોય છે. અમુક ઓપરેટિંગ સિસ્ટમો ચોક્કસ ફાઈલ સિસ્ટમનો પ્રકાર આપવા માટે પાર્ટીશનનો પ્રકાર વાપરે છે, પાર્ટીશનને કોઈ ચોક્કસ ઓપરેટિંગ સિસ્ટમ સાથે સાંકળવા માટે નિશાનિત કરવા માટે, તે પાર્ટીશન બુટ થાય એવી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે તે સૂચવવા માટે, અથવા આ ત્રણેયમાંના અમુક જોડાણો માટે.

આ બિંદુએ, તમે આશ્ચર્ય પામી રહ્યા હશો કે કેવી રીતે આ વધારાની જટિલતા સામાન્ય રીતે વપરાય છે. ઉદાહરણ માટે, આકૃતિ D-6 નો સંદર્ભ લો.

આકૃતિ D-6. એક પાર્ટીશન સાથેની ડિસ્ક ડ્રાઈવ

મોટા ભાગના કિસ્સાઓમાં, ત્યાં માત્ર એક જ પાર્ટીશન હોય છે કે જે વર્તમાન ડિસ્કને ફેલાવી રહ્યું હોય છે, જરુરિયાતમાં પહેલા પાર્ટીશનોની નકલ કરવાની પદ્ધતિ. પાર્ટીશન કોષ્ટક પાસે માત્ર પ્રવેશ વપરાય છે, અને તે પાર્ટીશનની શરુઆતમાં નિર્દેશ કરે છે.

અમે આ પાર્ટીશનને "DOS" પ્રકારનો રાખવા માટે લેબલ આપ્યું છે. તેમ છતાં પણ એ માત્ર ઘણા શક્ય પાર્ટીશનોમાંનો એક છે જે કોષ્ટક D-1 માં યાદી કરેલ છે, તે ચર્ચાના હેતુ માટે ખૂબ મોટો છે.

કોષ્ટક D-1, અમુક જાણીતા (અને સુરક્ષિત) પાર્ટીશનના પ્રકારોની યાદી સમાવે છે, તેમની સોળના આધારવાળી આંકડાકીય કિંમતો સાથે.

પાર્ટીશનનો પ્રકારકિંમતપાર્ટીશનનો પ્રકારકિંમત
Empty00Novell Netware 38665
DOS 12-bit FAT01PIC/IX75
XENIX root02Old MINIX80
XENIX usr03Linux/MINUX81
DOS 16-bit <=32M04Linux swap82
Extended05Linux native83
DOS 16-bit >=3206Linux extended85
OS/2 HPFS07Amoeba93
AIX08Amoeba BBT94
AIX bootable09BSD/386a5
OS/2 Boot Manager0aOpenBSDa6
Win95 FAT320bNEXTSTEPa7
Win95 FAT32 (LBA)0cBSDI fsb7
Win95 FAT16 (LBA)0eBSDI swapb8
Win95 Extended (LBA)0fSyrinxc7
Venix 8028640CP/Mdb
Novell51DOS accesse1
PPC PReP Boot41DOS R/Oe3
GNU HURD63DOS secondaryf2
Novell Netware 28664BBTff

કોષ્ટક D-1. પાર્ટીશન પ્રકારો

D.1.3. પાર્ટીશનોની અંદર પાર્ટીશનો — વિસ્તૃત પાર્ટીશનોની ઉપરછલ્લી સમજ

ખરેખર, સમય પહેલા તે ચોક્કસ બને છે કે જે ચારેય પાર્ટીશનો માટે જરુરી છે અને તે પૂરતુ નહિં હોય. જેમ ડિસ્ક ડ્રાઈવો વધવા માટે ચાલુ રખાય છે, તે વધુ અને વધુ મનગમતી બની જાય કે જેથી વ્યક્તિ ચારેય કારણભૂત માપવાળા પાર્ટીશનોને રુપરેખાંકિત કરી શક્યુ હોય અને હજુ પણ તેની પાસે ડિસ્ક જગ્યા બાકી રહેલ છે. ત્યાં અમુક વધુ પાર્ટીશનો બનાવવાની જરુર પડે.

વિસ્તૃત પાર્ટીશન દાખલ કરો. જેમ તમે કોષ્ટક D-1 સૂચન કર્યું છે, તેમ ત્યાં પાર્ટીશનનો પ્રકાર "Extended" હશે. આ એ પાર્ટીશનનો પ્રકાર છે કે જે વિસ્તૃત પાર્ટીશનોના મનમાં હશે.

જ્યારે પાર્ટીશન બન્યો હતો અને તેનો પ્રકાર "Extended" સુયોજિત થયેલો હોય, ત્યારે વિસ્તૃત પાર્ટીશન કોષ્ટક બને છે. સામાન્ય રીતે વિસ્તૃત પાર્ટીશન એ ડિસ્ક ડ્રાઈવની જેમ હોય છે તેના પોતાના નિયમમાં — તેની પાસે પાર્ટીશન કોષ્ટક હોય છે કે જે એક અથવા વધુ પાર્ટીશનોને નિર્દેશ કરે છે (હવે લોજિકલ પાર્ટીશનો તરીકે ઓળખાય છે, કે જે ચાર પ્રાથમિક પાર્ટીશનો ની વિરુદ્ધ હોય છે) કે જે પોતે વિસ્તૃત પાર્ટીશનોની અંદર સમાયેલા હોય છે. આકૃતિ D-7, ડિસ્ક ડ્રાઈવને પ્રાથમિક પાર્ટીશન સાથે બતાવે છે અને એક વિસ્તૃત પાર્ટીશન કે જે બે લોજિકલ પાર્ટીશનો સમાવે છે (અમુક નહિં પાર્ટીશન થયેલી ખાલી જગ્યા સાથે હોય છે).

આકૃતિ D-7. વિસ્તૃત પાર્ટીશન સાથેની ડિસ્ક ડ્રાઈવ

જેમ આ આકૃતિ અસર કરે છે, ત્યાં પ્રાથમિક અને લોજિકલ પાર્ટીશનો વચ્ચે તફાવત છે — ત્યાં માત્ર ચાર પ્રાથમિક પાર્ટીશનો હોઈ શકે, પરંતુ ત્યાં લોજિકલ પાર્ટીશનોની સંખ્યા પર કોઈ ચોક્કસ મર્યાદા હોતી નથી. તેમછતાં પણ, માર્ગ કે જેમાં પાર્ટીશનો Linux માં વાપરી શકાય છે તેના કારણે, તમે ૧૨ કરતાં વધુ લોજિકલ પાર્ટીશનો એક જ ડિસ્ક ડ્રાઈવ પર વ્યાખ્યાયિત કરવાનું અવગણી શકો છો.

હમણાં આપણે પાર્ટીશનોની સામાન્ય રીતે ચર્ચા કરી છે, Red Hat Enterprise Linux સ્થાપિત કરવા માટે આ જાણકારી કેવી રીતે વાપરીએ તેનું રીવ્યુ કરીએ.

D.1.4. Red Hat Enterprise Linux માટે ખંડની બનાવટ

નીચેની યાદી અમુક શક્ય દ્રષ્ટિઓ રજૂ કરે છે કે જે તમારે તમારી હાર્ડ ડિસ્કને ફરીથી પાર્ટીશન કરતી વખતે અનુભવવાની રહેશે:

 • પાર્ટીશન નહિં થયેલ ખાલી જગ્યા ઉપ્લબ્ધ છે

 • એક નહિં વપરાયેલ પાર્ટીશન ઉપ્લબ્ધ છે

 • સક્રિય રીતે ઉપયોગમાં લેવાયેલ પાર્ટીશન માટે ખાલી જગ્યા છે

દરેક દ્રશ્ય પર ક્રમમાં જુઓ.

નોંધનોંધ
 

એટલું ધ્યાનમાં રાખો કે નીચેના સૂચનો તમારી ચોકસાઈના રસ પર આધાર રાખે છે અને તે જ્યારે તમે વાસ્તવમાં Red Hat Enterprise Linux સ્થાપિત કરી રહ્યા હોય ત્યારે કોઈ ચોક્કસ પાર્ટીશનના દેખાવ પર અસર કરતા નથી.

D.1.4.1. પાર્ટીશન નહિં કરેલ ખાલી જગ્યાનો વપરાશ

આ સ્થિતિમાં, પહેલાથી જ વ્યાખ્યાયિત થયેલ પાર્ટીશનો વર્તમાન હાર્ડ ડિસ્કને વિસ્તારતા નથી, નહિં સોંપાયેલ જગ્યાને છોડીને કે જે કોઈ વ્યાખ્યાયિત પાર્ટીશનનો ભાગ નથી. આકૃતિ D-8, બતાવે છે કે આ કદાચ શું દેખાશે.

આકૃતિ D-8. પાર્ટીશન નહિં કરેલ ખાલી જગ્યા સાથેની ડિસ્ક ડ્રાઈવ

આકૃતિ D-8 માં, 1 એ નહિં સોંપાયેલ જગ્યાવાળા અને અવ્યાખ્યાયિત પાર્ટીશનને રજૂ કરે છે અને 2 એ સોંપાયેલ જગ્યાવાળા વ્યાખ્યાયિત પાર્ટીશનને રજૂ કરે છે.

જો તમે એના વિશે વિચારો, તો નહિં વપરાયેલ હાર્ડ ડિસ્ક આ વર્ગમાં પડે છે. માત્ર એટલો જ તફાવત છે કે બધી જગ્યા એ કોઈ પણ વ્યાખ્યાયિત પાર્ટીશનનો ભાગ નથી.

કોઈ પણ કિસ્સામાં, તમે નહિં વપરાયેલી જગ્યામાંથી જરુરી પાર્ટીશનો બનાવી શકો છો. કમનસીબે, આ દ્રશ્ય, ખૂબ સરળ હોવા છતાં પણ, ખૂબ ગમતું નથી (જ્યાં સુધી તમે Red Hat Enterprise Linux માટે નવી ડિસ્ક ખરીદો નહિં ત્યાં સુધી). મોટા ભાગની પહેલાથી સ્થાપિત ઓપરેટિંગ સિસ્ટમો ડિસ્ક ઉપર બધી ઉપ્લબ્ધ જગ્યા લેવા માટે રુપરેખાંકિત થયેલ છે (વિભાગ D.1.4.3 નો સંદર્ભ લો).

પછી, આપણે પરિસ્થિતિ પર થોડી વધારે ચર્ચા કરીશું.

D.1.4.2. નહિં વપરાયેલ પાર્ટીશનમાંથી જગ્યાનો વપરાશ

આ કિસ્સામાં, કદાચ તમારી પાસે એક અથવા વધુ પાર્ટીશનો હોય કે જે તમે લાંબા સમયથી વાપર્યા નહિં હોય. કદાચ તમે બીજી ઓપરેટિંગ સિસ્ટમોને ભૂતકાળમાં નિષ્ક્રિય કરી દીધી હોય, અને તેને સોંપવામાં આવેલા પાર્ટીશનો ક્યારેય વધુ વપરાયા નહિં હોય. આકૃતિ D-9, આવી પરિસ્થિતિ સમજાવે છે.

આકૃતિ D-9. નહિં વપરાયેલ પાર્ટીશન સાથેની ડિસ્ક ડ્રાઈવ

આકૃતિ D-9 માં, 1 એ નહિં વપરાયેલ પાર્ટીશન રજૂ કરે છે અને 2 એ Linux માટે નહિં વપરાયેલ પાર્ટીશનને ફરીથી સોંપવાની રજૂઆત કરે છે.

જો તમે તમારી જાતને આ પરિસ્થિતિમાં જુઓ, તો તમે આ નહિં વપરાયેલ પાર્ટીશનને સોંપવામાં આવેલ જગ્યાને વાપરી શકો છો. તમારે પ્રથમ પાર્ટીશનને કાઢી નાંખવો જોઈએ અને પછી તેની જગ્યામાં યોગ્ય Linux પાર્ટીશન બનાવવો જોઈએ. તમે નહિં વપરાયેલ પાર્ટીશનને કાઢી શકો છો અને સ્થાપનની પ્રક્રિયા દરમ્યાન નવો પાર્ટીશન જાતે બનાવી શકો છો.

D.1.4.3. સક્રિય પાર્ટીશનમાંથી ખાલી જગ્યાનો વપરાશ

આ ખૂબ સામાન્ય પરિસ્થિતિ છે. તે કમનસીબે, નિયંત્રિત કરવા માટે ખૂબ સખત પણ છે. મુખ્ય સમસ્યા એ છે, કે જો તમારી પાસે પૂરતી ખાલી જગ્યા હોય, અને તે વર્તમાનમાં પાર્ટીશનને સોંપાયેલ હોય કે જે પહેલાથી જ વપરાશમાં હોય. જો તમે પહેલાથી સ્થાપિત સોફ્ટવેરવાળું કમ્પ્યુટર ખરીદ્યું હોય, તો હાર્ડ ડિસ્ક પાસે મોટે ભાગે એક પાર્ટીશન હોય કે જે ઓપરેટિંગ સિસ્ટમ અને માહિતી સાચવી શકે.

નવી હાર્ડ ડ્રાઈવને તમારી સિસ્ટમમાં ઉમેર્યા સિવાય, તમારી પાસે બે પસંદગીઓ છે:

ભંગાણજનક ફરીથી પાર્ટીશન

આધારભૂત રીતે, તમે એક મોટો પાર્ટીશન કાઢી શકો છો અને ઘણા નાનાઓ બનાવી શકો છો. જેમ તમે વિચારો, તમારી કોઈપણ માહિતી કે જે મૂળ પાર્ટીશનમાં હોય તેનો નાશ થઈ જાય છે. એનો અર્થ એ થાય કે સંપૂર્ણ બેકઅપ જરુરી છે. તમારી પોતાની સુરક્ષા માટે, બે બેકઅપ રાખો, ચકાસણી વાપરો (જો તમારા બેકઅપ સોફ્ટવેરમાં ઉપ્લબ્ધ હોય), અને તમે તમારો પાર્ટીશન કાઢો તે પહેલા તમારા બેકઅપમાંથી માહિતી વાંચવાનો પ્રયત્ન કરો.

સાવધાનસાવધાન
 

જો ત્યાં તે પાર્ટીશન પર અમુક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ સ્થાપિત હોય, તો તે ફરીથી સ્થાપિત થવી જરુરી છે. એ ધ્યાનમાં રાખો કે અમુક કમ્પ્યુટરો પહેલાથી જ સ્થાપિત થયેલી ઓપરેટિંગ સિસ્ટમો સાથે વેચાય છે કે જે મૂળ ઓપરેટિંગ સિસ્ટમને સ્થાપિત કરવા માટે CD-ROM મીડિયાનો સમાવેશ કરતા નથી. સૂચવવા માટેનો શ્રેષ્ઠ સમય એ છે કે શું આ તમારી સિસ્ટમને તમે તમારો મૂળ પાર્ટીશનનો નાશ કરો તે પહેલા લાગુ પડે અને તે ઓપરેટિંગ સિસ્ટમનું સ્થાપન કરો તે પહેલા લાગુ પડે.

તમારી વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમ માટે નાનો પાર્ટીશન બનાવ્યા પછી, તમે કોઈપણ સોફ્ટવેર ફરીથી સ્થાપિત કરી શકો છો, તમારી માહિતી ફરીથી સંગ્રહી શકો છો, અને તમારું Red Hat Enterprise Linux નું સ્થાપન ફરીથી કરી શકો છો. આકૃતિ D-10 એ આ થઈ ગયું એમ બતાવે છે.

આકૃતિ D-10. ડિસ્ક ડ્રાઈવ હજુ ભંગાણજનક રીતે ફરીથી પાર્ટીશન થયેલ છે

આકૃતિ D-10 માં, 1 એ પહેલાને રજૂ કરે છે અને 2 પછીનાને રજૂ કરે છે.

સાવધાનસાવધાન
 

આકૃતિ D-10 જેમ, કોઈપણ માહિતીને મૂળ પાર્ટીશનમાં રજૂ કરે છે તે યોગ્ય બેકઅપ વિના ખોવાઈ જશે!

બિન-ભંગાણજનક ફરીથી પાર્ટીશન

અંહિ, તમે કાર્યક્રમ ચલાવી શકો છો કે જે મોટે ભાગે અશક્ય હોય: તે મોટા પાર્ટીશનને નાનો બનાવે છે તે પાર્ટીશનમાં સંગ્રહાયેલ કોઈપણ ફાઈલો ખોયા વિના. ઘણા લોકોએ આ પદ્ધતિને સરળ બતાવી છે અને મુશ્કેલી-રહિત બતાવી છે. આ પ્રક્રિયા કરવા માટે તમે કયું સોફ્ટવેર વાપરો તે કહો? ત્યાં ઘણી બધી ડિસ્ક વ્યવસ્થા ઉત્પાદનો માર્કેટમાં ઉપ્લબ્ધ છે. તમારી પરિસ્થિતિઓ માટે શ્રેષ્ઠ રીતે બેસે તેના માટે અમુક શોધખોળ કરો.

જ્યારે બિન-વિનાશી રીતે પાર્ટીશન કરવાની પ્રક્રિયાઓની જગ્યાએ ત્યાં પગલાંઓની સંખ્યા સંકળાયેલી છે:

 • હાલની માહિતીને સંકોચો અને બેકઅપ રાખો

 • હાલના પાર્ટીશનનું માપ બદલો

 • નવો પાર્ટીશન બનાવો

આગળ આપણે દરેક પગલાને વધુ વિગતમાં જોઈશું.

D.1.4.3.1. હાલની માહિતીને સંકોચો

જેમ આકૃતિ D-11, બતાવે છે, તમારા વર્તમાન પાર્ટીશનમાં માહિતીને સંકુચિત કરવાનું પ્રથમ પગલું છે. આમ કરવાનું કારણ છે કે માહિતીઓને ફરીથી એવી રીતે ગોઠવવી જેથી તે ઉપ્લબ્ધ જગ્યાઓને પાર્ટીશનના "અંતે" તેના માપને મહત્તમ કરે.

આકૃતિ D-11. ડિસ્ક ડ્રાઈવ સંકોચાઈ ગઈ

આકૃતિ D-11 માં, 1 એ પહેલાને રજૂ કરે છે અને 2 પછીનાને રજૂ કરે છે.

આ પગલું ખરાબ છે. તેના વગર, તમારી માહિતીની જગ્યા પાર્ટીશનને અમુક ચોક્કસ નક્કી કરેલા માપથી વધવાથી બચાવી શકી હોત. એ પણ નોંધ કરો કે, એક અથવા બીજા કારણ માટે, અમુક માહિતી દૂર કરી શકાતી નથી. જો આ કિસ્સો હોય (અને તે તમારા નવા પાર્ટીશનોના માપનો વિરોધ કરે), તો તમે તમારી ડિસ્કને વિનાશકારક રીતે ફરીથી પાર્ટીશન કરવા માટે દબાણ કરી શકો છો.

D.1.4.3.2. હાલના પાર્ટીશનનું માપ બદલો

આકૃતિ D-12, એ વાસ્તવિક રીતે માપ બદલવાની પ્રક્રિયાને બતાવે છે. જ્યારે માપ બદલવાની પ્રક્રિયાનું વાસ્તવિક પરિણામ વપરાતા સોફ્ટવેર પર આધાર રાખીને વધઘટ થાય છે, મોટા ભાગના કિસ્સાઓમાં નવી મુક્ત થયેલી જગ્યા એ નહિં બંધારણ થયેલા પાર્ટીશન અને એજ પ્રકારના પરંતુ મૂળ પાર્ટીશન તરીકે બનાવવા માટે વપરાય છે.

આકૃતિ D-12. પાર્ટીશનનું માપ બદલાયેલ ડિસ્ક ડ્રાઈવ

આકૃતિ D-12 માં, 1 એ પહેલાને રજૂ કરે છે અને 2 એ પછીનાને રજૂ કરે છે.

એ સમજવા માટે મહત્વનું છે કે માપ બદલવાનું સોફ્ટવેર નવી મુક્ત થયેલી જગ્યા સાથે કેવી રીતે વપરાશે, કે જેથી તમે યોગ્ય પગલાંઓ ભરી શકો. અમે દર્શાવેલ કિસ્સાઓમાં, નવો DOS પાર્ટીશન કાઢી નાંખવાનું અને યોગ્ય Linux પાર્ટીશન બનાવવાનું શ્રેષ્ઠ છે.

D.1.4.3.3. નવો પાર્ટીશન બનાવો

જેમ પહેલાનું પગલું અમલમાં મૂકાયું, તેમ તે કદાચ નવા પાર્ટીશનો બનાવવા માટે જરુરી હોય કે ના પણ હોય. તેમ છતાં પણ, જ્યાં સુધી તમારું માપ બદલનાર સોફ્ટવેર Linux-aware નહિં હોય, તે એવું હોવું જોઈએ કે તમે માપ બદલવાની પ્રક્રિયા દરમ્યાન બનાવાયેલ પાર્ટીશનને કાઢી જ નાંખો. આકૃતિ D-13, આ થઈ ગયું છે એમ બતાવે છે.

આકૃતિ D-13. છેલ્લા પાર્ટીશનના રુપરેખાંકન સાથેની ડિસ્ક ડ્રાઈવ

આકૃતિ D-13 માં, 1 એ પહેલાને રજૂ કરે છે અને 2 એ પછીનાને રજૂ કરે છે.

નોંધનોંધ
 

નીચેની જાણકારી એ x86-આધારિત કમ્પ્યુટરો માટે જ માત્ર સિમિત છે.

અમારા ગ્રાહકના સંતોષ માટે, અને parted ઉપયોગિતા પૂરી પાડીએ છીએ. આ મુક્ત રીતે ઉપ્લબ્ધ થતો કાર્યક્રમ છે કે જે પાર્ટીશનોનું માપ બદલે છે.

જો તમે તમારી હાર્ડ ડ્રાઈવને parted સાથે ફરીથી પાર્ટીશન કરવાનું નક્કી કર્યું હોય, તો એ મહત્વનું છે કે તમે ડિસ્ક સંગ્રહસ્થાન સાથે અને જેની સાથે તમે તમારા કમ્પ્યુટરનું બેકઅપ રાખવાનું કરો છો તેની સાથે પરિચિત હોવા જોઈએ. તમારે તમારા કમ્પ્યુટરની મહત્વની માહિતીની બે નકલો રાખવી જોઈએ. આ નકલો દૂર કરી શકાય એવી મીડિયા હોવી જોઈએ (જેમ કે, CD-ROM, અથવા ડિસ્ક), અને તમારે તેઓ વાંચી શકાય તે પહેલાં પ્રક્રિયા કરવા યોગ્ય છે કે નહિં તેની ખાતરી કરવી જોઈએ.

શું તમે parted વાપરવાનું નક્કી કર્યું છે, parted ચાલે પછી ધ્યાનમાં રાખો કે તમે બે પાર્ટીશનો પછી છોડી મૂકવામાં આવ્યા છો: જેનું માપ તમે બદલ્યું હોય, અને જે parted દ્વારા નવી મુક્ત થયેલી જગ્યા પછી બનાવાયું હોય. જો તમારો ધ્યેય એ જ્ગ્યાને Red Hat Enterprise Linux સ્થાપિત કરવા માટે વાપરવાનો હોય, તો તમે નવા બનાવાયેલા પાર્ટીશનો કાઢી નાંખી શકો છો, ક્યાં તો પાર્ટીશન કરવાની ઉપયોગિતા દ્વારા તમારી વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમની નીચે અથવા સ્થાપન દરમ્યાન પાર્ટીશનો સુયોજિત કરતી વખતે.

D.1.5. પાર્ટીશન નામકરણ પદ્ધતિ

Linux ડિસ્ક પાર્ટીશનોનો સંદર્ભ લે છે કે જેઓ અક્ષરો અને આંકડાઓનો સંદર્ભ લે છે કે જેઓ ચિંતામાં મૂકી દે એવા હોય છે, ખાસ કરીને જો તમે "C ડ્રાઈવ" વાળા માર્ગે હાર્ડ ડિસ્ક અને તેમના પાર્ટીશનોને વાપરવા માટે તૈયાર થયેલા હોય. DOS/Windows ના વિશ્વમાં, પાર્ટીશનોને નીચેની પદ્ધતિથી નામ આપવામાં આવે છે:

 • દરેક પાર્ટીશનનો પ્રકાર એ ચકાસાય છે કે તે શું DOS/Windows દ્વારા વાંચી શકાય છે તે નક્કી કરવા માટે.

 • જો પાર્ટીશનનો પ્રકાર સુસંગત હોય, તો તેને "ડ્રાઈવ અક્ષર" સોંપવામાં આવે છે. ડ્રાઈવનો અક્ષર "C" થી શરુ થાય છે અને બીજા પછીના અક્ષરોને અનુસરે છે, પાર્ટીશનોની સંખ્યા પર આધાર રાખે છે કે જેઓને લેબલ અપાયેલ છે.

 • ડ્રાઈવનો અક્ષર તે પાર્ટીશનનો સંદર્ભ લેવા માટે અને એ જ રીતે તે પાર્ટીશનમાં આવેલી ફાઈલ સિસ્ટમ પર આધાર માટે વપરાય છે.

Red Hat Enterprise Linux એ નામકરણ પદ્ધતિ વાપરે છે કે જે વધુ સરળ છે અને બીજી ઓપરેટિંગ સિસ્ટમો દ્વારા વપરાતા માર્ગ વિશે વધુ જાણકારી પૂરી પાડે છે. નામકરણ પદ્ધતિ એ ફાઈલ-આધારિત છે, કે જે ફાઈલ નામો સાથે /dev/xxyN સ્વરુપમાં હોય છે.

અંહિ કેવી રીતે પાર્ટીશનની નામકરણ પદ્ધતિને ડિસાયફર કરવું તે છે:

/dev/

આ ડિરેક્ટરીનું નામ છે કે જેમાં બધી ઉપકરણ ફાઈલો રહેલી છે. જેમ પાર્ટીશનો હાર્ડ ડિસ્ક પર રહેલા છે, અને હાર્ડ ડિસ્ક એ ઉપકરણો છે, બધા શક્ય પાર્ટીશનોને રજૂ કરતી ફાઈલો /dev/ માં રહેલી છે.

xx

પાર્ટીશનના નામના પ્રથમ બે અક્ષરો ઉપકરણનો પ્રકાર સૂચવે છે કે જેના ઉપર પાર્ટીશનો રહેલા છે, મોટે ભાગે ક્યાં તો hd (IDE ડિસ્ક માટે) અથવા sd (SCSI ડિસ્ક માટે).

y

આ અક્ષર સૂચવે છે કે કયા ઉપકરણ માટેનો પાર્ટીશન ચાલુ છે. ઉદાહરણ તરીકે, /dev/hda (પ્રથમ IDE હાર્ડ ડિસ્ક) અથવા /dev/sdb (બીજી SCSI ડિસ્ક).

N

છેલ્લી સંખ્યા પાર્ટીશનને સૂચવે છે. પહેલા ચાર (પ્રાથમિક અથવા વિસ્તૃત) પાર્ટીશનો થી સુધી અપાયેલ હોય છે. લોજિકલ પાર્ટીશનો થી શરુ થાય છે. તેથી, ઉદાહરણ તરીકે, /dev/hda3 એ પ્રથમ IDE હાર્ડ ડિસ્ક પર ત્રીજો પ્રાથમિક અથવા વિસ્તૃત પાર્ટીશન છે, અને /dev/sdb6 એ બીજી SCSI હાર્ડ ડિસ્ક પર લોજિકલ પાર્ટીશન છે.

નોંધનોંધ
 

ત્યાં આ નામકરણ રુપાંતરણ માટે કોઈ ભાગ નથી કે જે પાર્ટીશનના પ્રકાર પર આધારિત હોય; DOS/Windows ની જેમ નહિં, બધા પાર્ટીશનો Red Hat Enterprise Linux હેઠળ વ્યાખ્યાયિત કરી શકાય છે. ખરેખર, એનો અર્થ એ થાય કે Red Hat Enterprise Linux એ દરેક પ્રકારના પાર્ટીશન પરની માહિતી ચલાવી શકે છે, પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં બીજી ઓપરેટિંગ સિસ્ટમ પરની માહિતીને ચલાવવું શક્ય છે.

આ જાણકારી ધ્યાનમાં રાખો; જ્યારે તમે Red Hat Enterprise Linux માટે જરુરી પાર્ટીશનો સુયોજિત કરી રહ્યા હોય ત્યારે તે વસ્તુઓને સમજવા માટે સરળ બનાવે છે.

D.1.6. ડિસ્ક પાર્ટીશનો અને બીજી ઓપરેટિંગ સિસ્ટમો

જો તમારા Red Hat Enterprise Linux પાર્ટીશનો બીજી હાર્ડ ડિસ્ક દ્વારા વપરાતા પાર્ટીશનો દ્વારા વહેંચાયેલા હોય, તો મોટા ભાગના વખતે તમારી પાસે સમસ્યાઓ હશે. તેમછતાં પણ, ત્યાં અમુક Linux અને બીજી ઓપરેટિંગ સિસ્ટમનો સમન્વય હોય કે જેને વધારે કાળજીની જરુર હોય.

D.1.7. ડિસ્ક પાર્ટીશનો અને માઉન્ટ બિંદુ

એક વિસ્તાર કે જે Linux માટે નવા ઘણા લોકો ચિંતામાં મૂકી દે એ Linux ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કેવી રીતે પાર્ટીશનો વપરાશે અને ચલાવાશે. DOS/Windows માં, તે સરખામણીમાં સરળ છે: દરેક પાર્ટીશનને "ડ્રાઈવ અક્ષર" મળે. પછી તમે લગતાવળગતા પાર્ટીશનો પરની ડિરેક્ટરીઓ અને ફાઈલોના સંદર્ભ માટે પાર્ટીશન માટે યોગ્ય ડ્રાઈવ અક્ષર વાપરી શકો છો.

Linux કેવી રીતે પાર્ટીશનો સાથે કામ કરે છે તેનાથી આ થોડું અલગ છે અને, તે બાબત માટે, ડિસ્ક સંગ્રહ સાથે સામાન્ય રીતે. મુખ્ય તફાવત એ છે કે દરેક પાર્ટીશન એ સંગ્રહસ્થાન માટે એક ફાઈલો અને ડિરેક્ટરીઓના સમૂહને આધાર આપવા માટે જરુરી ભાગ બનાવવા માટે વપરાય છે. આ પાર્ટીશનને ડિરેક્ટરી સાથે સાંકળવા સાથે થાય છે કે જે માઉન્ટ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા થાય છે. પાર્ટીશનોને માઉન્ટ કરવાનું એ તેના સંગ્રહસ્થાનને શરુઆતમાં સ્પષ્ટ કરેલ ડિરેક્ટરીએ (કે જે માઉન્ટ બિંદુ તરીકે ઓળખાય છે ત્યાં) ઉપ્લબ્ધ કરે છે.

ઉદાહરણ તરીકે, જો પાર્ટીશન /dev/hda5/usr/ પર માઉન્ટ થાય, તો તેનો અર્થ એ થાય કે /usr/ હેઠળની બધી ફાઈલો ભૌતિક રીતે /dev/hda5 પર રહે છે. આથી ફાઈલ /usr/share/doc/FAQ/txt/Linux-FAQ/dev/hda5 પર સંગ્રહ કરી શકાશે, જ્યારે /etc/X11/gdm/Sessions/Gnome ફાઈલ નહિં કરી શકાશે.

આપણું ઉદાહરણ ચાલુ રાખીએ, એ પણ શક્ય છે કે /usr/ ની નીચે એક અથવા વધુ ડિરેક્ટરીઓ એ બીજા પાર્ટીશનો માટે માઉન્ટ બિંદુ હોય. હમણાં પૂરતું, પાર્ટીશન (જેમ કે, /dev/hda7) એ /usr/local/ પર માઉન્ટ કરી શકાયું હોત, એનો અર્થ એ થાય કે /usr/local/man/whatis/dev/hda7 પર હોય /dev/hda5 ની જગ્યાએ.

D.1.8. કેટલા પાર્ટીશનો છે?

Red Hat Enterprise Linux ને સ્થાપિત કરવા માટે તૈયાર થવા માટે આ બિંદુએ, તમારે તમારી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા વપરાતા પાર્ટીશનોની સંખ્યા અને માપ માટે ધ્યાનમાં રાખવા માટે અમુક વસ્તુઓ કહેવી જ જોઈએ. Linux જાતિમાં ચર્ચામાં ચાલુ રાખવા માટે "કેટલા પાર્ટીશનો છે" તે એક પ્રશ્ન છે અને, ચર્ચાનો કોઈપણ અંત થાય તેના વગર, તે કહેવાનું ખૂબ સરળ છે કે ત્યાં કદાચ ઘણા પાર્ટીશન લેઆઉટ છે કે જેના માટે લોકો ચર્ચા કરી રહ્યા છે.

આને ધ્યાનમાં રાખીને, અમે એવો આગ્રહ રાખીએ છીએ, જ્યાં સુધી આમ કરવા માટે કારણ નહિં હોય, ત્યાં સુધી તમારે ઓછામાં ઓછુ નીચેના પાર્ટીશનો બનાવવા જોઈએ: swap, /boot/ (અથવા /boot/efi/ પાર્ટીશન એ Itanium સિસ્ટમો માટે) , /var/ પાર્ટીશન એ Itanium સિસ્ટમો માટે, અને / (રુટ).

વધુ જાણકારી માટે, વિભાગ 4.16.4 નો સંદર્ભ લો.

નોંધો

[1]

Blocks ખરેખર તે ચોક્કસ માપવાળા હોય છે, સમજૂતીની જેમ નહિં. ધ્યાનમાં રાખો કે, સરેરાશ ડિસ્ક ડ્રાઈવ હજારોના blocks સમાવે છે. પરંતુ માત્ર ચર્ચાના હેતુ માટે જ, મહેરબાની કરીને આ નાના આધારભૂતપણાને અવગણો.