પરિશિષ્ટ C. Red Hat Enterprise Linux ના સ્થાપનના મુશ્કેલી નિવારણ

આ પરિશિષ્ટ સ્થાપનની અમુક સામાન્ય સમસ્યાઓ અને બીજા ઉકેલો પર પર ચર્ચા કરે છે.

C.1. તમે Red Hat Enterprise Linux બુટ કરવા સમર્થ નથી

C.1.1. શું તમે તમારા RAID કાર્ડ સાથે બુટ કરવા સમર્થ નથી?

જો તમે સ્થાપન કર્યું હોય અને તમારી સિસ્ટમ યોગ્ય રીતે બુટ કરી શકતા નહિં હોય, તો તમારે ફરીથી સ્થાપન કરવાની જરુર રહે અને તમારા પાર્ટીશનો અલગ રીતે બનાવી શકો છો.

અમુક BIOS એ RAID કાર્ડોમાંથી બુટ કરવાને આધાર આપતા નથી. સ્થાપનના અંતે, લખાણ આધારિત સ્ક્રીન બુટ લોડર પ્રોમ્પ્ટ બતાવે છે (ઉદાહરણ તરીકે, GRUB:) અને કર્સરનું ઝબૂકવાનું એ કદાચ દેખાશે. જો આ કિસ્સો હોય, તો તમારે તમારી સિસ્ટમને ફરીથી પાર્ટીશન કરવી જોઈએ.

ક્યાં તો તમે આપોઆપ અથવા જાતે પાર્ટીશન કરવાનું પસંદ કરી શકો છો, તમારે તમારો /boot પાર્ટીશનને RAID ઍરેની બહાર સ્થાપિત કરવો જ પડે, જેમ કે અલગ હાર્ડ ડ્રાઈવ પર. આંતરિક હાર્ડ ડ્રાઈવ અમુક સમસ્યાવાળા RAID કાર્ડ સાથે પાર્ટીશન બનાવવા માટે જરુરી છે.

તમે તમારું પ્રાધાન્ય અપાયેલ બુટ લોડર (GRUB અથવા LILO) ને ડ્રાઈવના MBR પર સ્થાપિત કરી શકો છો કે જે RAID ઍરેની બહાર છે. આ એક જ ડ્રાઈવ હોઈ શકે કે જે યજમાનનો /boot/ પાર્ટીશન સમાવે છે.

એક વાર આ બદલાવો થાય, તમે તમારું સ્થાપન પૂર્ણ કરવા સમર્થ હોય અને સિસ્ટમ યોગ્ય રીતે બુટ કરી શકો છો.

C.1.2. શું તમારી સિસ્ટમ સંકેત ૧૧ ભૂલો બતાવે છે?

સંકેત ૧૧ ભૂલ, સામાન્ય રીતે segmentation fault તરીકે જાણીતી છે, એનો અર્થ એ થાય કે કાર્યક્રમ મેમરીની જગ્યાઓ વાપરે છે કે જે સોંપાયેલી નથી.

જો તમે ઘાતકી સંકેત ૧૧ ભૂલ તમારા સ્થાપન દરમ્યાન મેળવો, તો તે સંભવિત છે કદાચ તમારી સિસ્ટમના bus પરની મેમરીમાં હાર્ડવેરની ભૂલના લીધે છે. મેમરીમાં હાર્ડવેર ભૂલ ચલાવી શકાય તેવી ફાઈલોને લીધે અથવા સિસ્ટમના હાર્ડવેરની સાથે સમસ્યાઓ ઉદ્દભવે છે. બીજી ઓપરેટિંગ સિસ્ટમોની જેમ, Red Hat Enterprise Linux એ તેની પોતાની માંગણીઓ તમારી સિસ્ટમના હાર્ડવેર પર મૂકે છે. આ હાર્ડવેરમાંના અમુક આ માંગણીઓને સંતોષી શકતા નથી, તેમ છતાં પણ તેઓ બીજી OS હેઠળ યોગ્ય રીતે કામ આપે છે.

ખાતરી કરો કે તમારી પાસે તાજેતરના સ્થાપનના સુધારાઓ છે અને Red Hat માંની ઈમેજો છે. શું નવી આવૃત્તિઓ ઉપ્લબ્ધ છે કે નહિં તે જોવા માટે ઓનલાઈન errata ની ઉપરછલ્લી સમજૂતી લો. જો તાજેતરની ઈમેજો હજુ પણ નિષ્ફળ જાય, તો તે તમારા હાર્ડવેર સાથેની સમસ્યાને લીધે જ હશે. સામાન્ય રીતે, આ ભૂલો તમારી મેમરી અથવા CPU-cache માં છે. એનો શક્ય ઉકેલ એ છે કે CPU-cache ને BIOS માં બંધ કરી દેવું જોઈએ. જો સમસ્યા ક્યાં તો સ્લોટ અથવા મેમરીને લાગતીવળગતી હોય તો તમારે તમારી મેમરીને મધરબોર્ડ સ્લોટની ફરતે સ્વેપ કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ.

તમે માત્ર 256 MB ની મેમરી સાથે પણ સ્થાપન ચલાવવાનો પ્રયત્ન કરી શકો છો. આ સ્થાપન કાર્યક્રમ mem=256M બુટ વિકલ્પ સાથે બુટ કરીને કરી શકાય છે. આ વિકલ્પનો, સ્થાપન બુટ પ્રોમ્પ્ટ પર પ્રયત્ન કરવા માટે, લખો:

mem=xxxM

જ્યાં xxx એ મેમરીમાંથી મેગાબાઈટમાં કંઈક સાથે બદલી શકાશે.

આ આદેશ તમને કર્નલ મશીન માટે જે શોધે તેને મેમરીના જથ્થા પર લખવાની પરવાનગી આપે છે. આ કદાચ અમુક જૂની સિસ્ટમો માટે જરુરી બને કે જ્યાં સ્થાપન કાર્યક્રમ દ્વારા માત્ર 16MB મળી આવે (પરંતુ વધુ RAM એ સિસ્ટમમાં રજૂ થાય છે), અને અમુક નવા મશીનો માટે કે જ્યાં વિડીયો કાર્ડ મુખ્ય મેમરી સાથે વિડીયો મેમરી વહેંચી શકે.

તમારી સ્થાપન CD-ROM પર મીડિયા ચકાસણી કરવું એ બીજો વિકલ્પ છે. Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ પાસે સ્થાપન મીડિયાની ગુણવત્તા ચકાસવાની ક્ષમતા છે. તે CD, DVD, હાર્ડ ડ્રાઈવ ISO, અને NFS ISO સ્થાપન પદ્ધતિઓ સાથે કામ કરે છે. Red Hat એવો આગ્રહ રાખે છે તમે બધા સ્થાપન મીડિયાને સ્થાપન પ્રક્રિયા શરુ કર્યા પહેલા, અને કોઈપણ સ્થાપન-સંબંધિત ભૂલોનો અહેવાલ કર્યા પહેલા ચકાસો (મોટા ભાગની અહેવાલ થયેલ ભૂલો વાસ્તવમાં અયોગ્ય રીતે બનેલી CD ઓને કારણે હોય છે). આ ચકાસણી વાપરવા માટે, નીચેનો આદેશ boot: પ્રોમ્પ્ટ પર લખો (Itanium સિસ્ટમો માટે elilo સાથે અંત થાય છે) :

linux mediacheck

સંકેત ૧૧ ભૂલ સાથે વધુ જાણકારી મેળવવા માટે, આનો સંદર્ભ લો:

http://www.bitwizard.nl/sig11/