પરિશિષ્ટ A. તમારી વર્તમાન સિસ્ટમનો સુધારો

આ પરિશિષ્ટ તમારી Red Hat Enterprise Linux સિસ્ટમને સુધારવા માટેની ઉપ્લબ્ધ વિવિધ પદ્ધતિઓને સમજાવે છે.

A.1. સુધારો કરવો કે પછી પુનઃસ્થાપન કરવું એ નક્કી કરો

સુધારાઓ Red Hat Enterprise Linux ની આવૃત્તિઓ 2.1 અને 3 માંથી Red Hat Enterprise Linux દ્વારા x86 પ્રોસેસરોના પરિવાર (અથવા Red Hat Enterprise Linux 3 એ AMD64, EM64T અથવા Itanimum સિસ્ટમ) પર આધારભૂત હોવા છતાં, તમે મોટે ભાગે તમારી માહિતીનો બેકઅપ રાખી શકો અને પછી Red Hat Enterprise Linux 4 ની આવૃત્તિ તમારા પહેલાના Red Hat Enterprise Linux ના સ્થાપન પર સ્થાપિત કરી શકો તેવા સતત અનુભવી હોવા જોઈએ.

આ આગ્રહણીય સ્થાપન પદ્ધતિ શ્રેષ્ઠ સિસ્ટમની સ્થાયી શક્યતાની ખાતરી કરવામાં મદદ કરે છે.

તમારી Red Hat Enterprise Linux સિસ્ટમ પુનઃસ્થાપિત કરવા વિશે વધુ જાણકારી મેળવવા માટે, ટેક્નિકલ વ્હાઈટપેપરો કે જે http://www.redhat.com/docs/wp/ ઓનલાઈન ઉપ્લબ્ધ છે તેનો સંદર્ભ લો.

જો તમે વર્તમાનમાં Red Hat Enterprise Linux આવૃત્તિ 2.1 અથવા 3 ને x86 સિસ્ટમ પર વાપરો (અથવા Red Hat Enterprise Linux 3 ને AMD64, EM64T અથવા Itanimum સિસ્ટમ પર વાપરો), તો તમે પારંપરિક, સ્થાપન કાર્યક્રમ-આધારિત સુધારો કરી શકો છો.

તેમ છતાંપણ, તમે તમારી સિસ્ટમ સુધારવાનું પસંદ કરો તે પહેલાં, ત્યાં અમુક વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ:

તમારી સિસ્ટમને સુધારવાનું મોડ્યુલર 2.6.x કર્નલ તેમ જ પેકેજોની સુધારાયેલ આવૃત્તિઓને સ્થાપિત કરે છે કે જેઓ વર્તમાનમાં તમારી સિસ્ટમમાં સ્થાપિત હોય.

સુધારાની પ્રક્રિયા વર્તમાન રુપરેખાંકન ફાઈલોને તેમનું નામ .rpmsave પ્રત્યય સાથે બદલીને (ઉદાહરણ તરીકે, sendmail.cf.rpmsave કરીને) સાચવે છે. સુધારાની પ્રક્રિયા તેની ક્રિયાઓની માહિતી પણ /root/upgrade.log માં રાખે છે.

સાવધાનસાવધાન
 

જેમ સોફ્ટવેર બદલાય, તેમ રુપરેખાંકન ફાઈલ બંધારણો પણ બદલી શકાય છે. તમારા ફેરફારો સ્થાપિત કર્યા પહેલા તમારી મૂળ રુપરેખાંકન ફાઈલોને નવી ફાઈલો સાથે કાળજીપૂર્વક સરખાવવું એ ખૂબ મહત્વનું છે.

નોંધનોંધ
 

તમારી સિસ્ટમ પરની કોઈપણ માહિતીનું બેકઅપ લેવાનો એ હમેંશા સારો વિચાર છે. ઉદાહરણ તરીકે, જો તમે દ્વિ-બુટ સિસ્ટમ સુધારી રહ્યા હોય અથવા બનાવી રહ્યા હોય, તો તમારે તમે જે માહિતી તમારી હાર્ડ ડ્રાઈવ પર રાખવા માંગો તેનો બેકઅપ રાખવો જોઈએ. ભૂલો થાય છે અને તે તમારી માહિતીના નાશમાં પરિણમે છે.

અમુક સુધારાયેલ પેકેજોને યોગ્ય પ્રક્રિયા માટે બીજા પેકેજોનું સ્થાપન જરુરી હોય છે. જો તમે તમારા પેકેજોનો સુધારો કસ્ટમાઈઝ કરવાનું પસંદ કરો, તો તમારે આધારભૂતપણાની સમસ્યાનો ઉકેલ લાવવાનું જરુરી બને છે. નહિંતર, સુધારાની પ્રક્રિયા આ આધારભૂતપણાની કાળજી લે છે, પરંતુ તેને વધારાના પેકેજોનું સ્થાપન કરવાની જરુર પડે છે કે જેઓ તમારી સિસ્ટમ પર હોતા નથી.

તમે તમારી સિસ્ટમને કેવી રીતે પાર્ટીશન કરેલ છે તેના પર આધાર રાખીને, સુધારો કાર્યક્રમ તમને વધારાની સ્વેપ ફાઈલ ઉમેરવા માટે પૂછશે. જો સુધારાનો કાર્યક્રમ સ્વેપ ફાઈલ શોધી નહિં શકે કે જે તમારી RAM થી બમણી હોય, તો તે પૂછશે કે શું તમે નવી સ્વેપ ફાઈલ ઉમેરવા માંગો છો. જો તમારી સિસ્ટમ પાસે વધારે RAM નહિં હોય (128 MB કરતાં ઓછી), તો એ જરુરી છે કે આ સ્વેપ ફાઈલ ઉમેરો.