પરિશિષ્ટ B. Red Hat Enterprise Linux ને દૂર કરવાનું

Red Hat Enterprise Linux ને તમારી x86-આધારિત સિસ્ટમમાંથી વિસ્થાપિત કરવા માટે, તમારે Red Hat Enterprise Linux બુટ લોડર જાણકારી તમારા master boot record (MBR) માંથી દૂર કરવી જ પડે.

નોંધનોંધ
 

તમારી પાસે તમારી સિસ્ટમમાં જે કંઈપણ માહિતી છે તેનું બેકઅપ રાખવાનો વિચાર હંમેશા સારો છે. ભૂલો થાય છે અને તે તમારી માહિતી ખોવાઈ જવામા પરિણમે છે.

DOS અને Windows માં, નવો MBR બનાવવા માટે Windows ની fdisk ઉપયોગિતા બિનદસ્તાવેજીકૃત નિશાની /mbr સાથે વાપરો. આ પ્રાથમિક DOS પાર્ટીશનને બુટ કરવા માટે માત્ર MBR ને જ ફરીથી લખશે. આદેશ નીચેના જેવો હવો જોઈએ:

fdisk /mbr

જો તમારે તમારી હાર્ડ ડ્રાઈવમાંથી Linux દૂર કરવાની જરુર હોય અને આ તમે DOS (Windows) ની મૂળભુત ઉપયોગિતા fdisk ની મદદથી જ કરવા માંગતા હોય, તો તમે પાર્ટીશનો હોય પણ તે અસ્તિત્વમાં નથી એવી સમસ્યા અનુભવશો. DOS વગરના પાર્ટીશનોને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે કોઈ સાધન વાપરો કે જે DOS વગરના પાર્ટીશનોને સમજે.

શરુ કરવા માટે, Red Hat Enterprise Linux CD #1 દાખલ કરો અને તમારી સિસ્ટમ બુટ કરો. એક વાર તમે CD માંથી બુટ કર્યા પછી, બુટ પ્રોમ્પ્ટ દેખાશે. બુટ પ્રોમ્પ્ટ પર, આ લખો: linux rescue. આ rescue સ્થિતિવાળો કાર્યક્રમ શરુ કરશે.

તમને તમારા કીબોર્ડ અને ભાષાની જરુરિયાતો માટે પૂછવામાં આવશે. આ કિંમતોને Red Hat Enterprise Linux ના સ્થાપન દરમ્યાન દાખલ કરી શકો છો.

પછી, તમને કાર્યક્રમ Red Hat Enterprise Linux ને rescue માં સ્થાપિત કરવાનું શોધી રહી છે એમ કહેતી સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીન પર અવગણો પસંદ કરો.

અવગણો પસંદ કર્યા પછી, તમને આદેશ પ્રોમ્પ્ટ આપવામાં આવશે કે જ્યાં તમે જે દૂર કરવા માંગતા હોય તે પાર્ટીશનો ચલાવી શકો છો.

પ્રથમ, list-harddrives આદેશ લખો. આ આદેશ તમારી સિસ્ટમ પરની બધી હાર્ડ ડ્રાઈવની યાદી આપે છે કે જે સ્થાપન કાર્યક્રમ દ્વારા ઓળખી શકાય છે, એ જ રીતે તેમના માપ પણ મેગાબાઈટમાં ઓળખાય છે.

ચેતવણીચેતવણી
 

માત્ર જરુરી Red Hat Enterprise Linux પાર્ટીશનો દૂર કરતી વખતે ખૂબ કાળજી રાખો. બીજા પાર્ટીશનોને દૂર કરવાનું માહિતીના ખોવાઈ જવામાં પરિણમે છે અથવા સિસ્ટમ પર્યાવરણ બગાડી નાંખશે.

પાર્ટીશનો દૂર કરવા માટે, પાર્ટીશન કરવાની ઉપયોગિતા parted વાપરો. parted શરુ કરો, કે જ્યાં /dev/hda એ ઉપકરણ હોય કે જ્યાં પાર્ટીશનો દૂર કરી શકાય:

parted /dev/hda

print આદેશ વાપરીને, દૂર કરવા માટે ઓછી સંખ્યાના પાર્ટીશનો નક્કી કરવા માટે પાર્ટીશન કોષ્ટક જુઓ:

print

print આદેશ પાર્ટીશનનો પ્રકાર પણ પ્રદર્શિત કરે છે (જેમકે linux-swap, ext2, ext3, અને બીજા બધા). પાર્ટીશનોનો પ્રકાર જાણવાનું તમને કયો પાર્ટીશન દૂર કરવો તે નક્કી કરવામાં મદદ કરશે.

પાર્ટીશનને rm આદેશથી દૂર કરો. ઉદાહરણ તરીકે, ઓછી સંખ્યા ૩ વાળો પાર્ટીશન દૂર કરવા માટે:

rm 3    

મહત્વનુંમહત્વનું
 

તમે જેટલું જલદી [Enter] દબાવો એટલા જલદી ફેરફારો થવાનું શરુ થશે, આથી આદેશને ચલાવવા પહેલાં તેની ઉપરછલ્લી સમજ લઈ લો.

પાર્ટીશન દૂર કર્યા પછી, તે પાર્ટીશન કોષ્ટકમાંથી દૂર થયો છે કે નહિં તેની ખાતરી કરવા માટે print આદેશ વાપરો.

એક વાર તમે Linux પાર્ટીશનો દૂર કરી દો અને બધા ફેરફારો કે જે તમે દૂર કરવા માંગતા હોય, તો parted માંથી બહાર નીકળવા માટે quit આદેશ વાપરો.

parted માંથી બહાર નીકળ્યા પછી, rescue માંથી બહાર નીકળવા માટે અને તમારી સિસ્ટમ ફરીથી બુટ કરવા માટે બુટ પ્રોમ્પ્ટ પર exit આદેશ વાપરો, સ્થાપનને ચાલુ રાખવાની જગ્યાએ. સિસ્ટમ આપોઆપ ફરીથી બુટ થઈ જશે. જો તે નહિં થાય, તો તમે તમારું કમ્પ્યુટર [Control]-[Alt]-[Delete] વાપરીને ફરીથી બુટ કરી શકો છો.