પ્રકરણ 4. Red Hat Enterprise Linux સ્થાપન

આ પ્રકરણ તમને Red Hat Enterprise Linux નું સ્થાપન CD-ROM માંથી, ગ્રાફિકવાળા, માઉસ-આધારિત સ્થાપન કાર્યક્રમ દ્વારા કેવી રીતે કરવું તે સમજાવે છે. નીચેની બાબતોની ચર્ચા થયેલ છે:

4.1. ગ્રાફિકવાળો સ્થાપન કાર્યક્રમ વપરાશકર્તા ઈન્ટરફેસ

જો તમે ગ્રાફિકવાળું વપરાશકર્તા ઈન્ટરફેસ (GUI) પહેલા વાપર્યું હોય, તો તમે આ પ્રક્રિયા સાથે પહેલાથી જ પરિચિત થઈ ગયા હશો; સ્ક્રીનની શોધખોળ કરવા માટે તમારું માઉસ વાપરો, બટનો પર ક્લિક કરો, અથવા લખાણ ક્ષેત્રો દાખલ કરો.

તમે કીબોર્ડ દ્વારા પણ શોધખોળ કરી શકો છો. [Tab] કી તમને સ્ક્રીનની ફરતે ખસવાની પરવાનગી આપે છે, ઉપર અને નીચે કી તમને યાદીમાં સરકવાની પરવાનગી આપે છે, [+] અને [-] કી યાદીને વિસ્તારવા અને સંકોચવા માટે, જ્યારે [Space] અને [Enter] વસ્તુને પસંદ કરવા અથવા પસંદ થયેલ વસ્તુને નાપસંદ કરવા માટે વપરાય છે. તમે [Alt]-[X] કી એકસાથે વાપરીને પણ બટનો પર ક્લિક કરી શકો છો અથવા બીજી સ્ક્રીનોની પસંદગી પણ કરી શકો છો, કે જ્યાં [X] એ સ્ક્રીન પરના નીચે લીટીવાળા કોઈપણ અક્ષરથી બદલાઈ જાય છે.

નોંધનોંધ
 

જો તમે x86, AMD64, અથવા Intel® EM64T સિસ્ટમ વાપરી રહ્યા હોય, અને તમે GUI સ્થાપન કાર્યક્રમ વાપરવા માંગતા હોય, તો લખાણ સ્થિતિ કાર્યક્રમ પણ ઉપ્લબ્ધ છે. લખાણ સ્થિતિ કાર્યક્રમ શરુ કરવા માટે, નીચેનો આદેશ boot: પ્રોમ્પ્ટ પર દાખલ કરો:

linux text

લખાણ સ્થિતિ સ્થાપન સૂચનો માટે વિભાગ 4.2 નો સંદર્ભ લો.

સ્થાપન GUI સ્થાપન કાર્યક્રમની મદદથી કરવાનો મોટે ભાગે આગ્રહ રાખવામાં આવે છે. GUI સ્થાપન કાર્યક્રમ Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમની પૂરેપૂરી કાર્યક્ષમતાઓ પૂરી પાડે છે, LVM રુપરેખાંકન સમાવીને કે જે લખાણ સ્થિતિ સ્થાપન દરમ્યાન ઉપ્લબ્ધ હોતું નથી.

વપરાશકર્તાઓ કે જેઓ લખાણ સ્થિતિ કાર્યક્રમ જ વાપરે છે તેઓ GUI સ્થાપન સૂચનો પણ અનુસરી શકે છે અને બધી જરુરી જાણકારીઓ મેળવી શકે છે.

નોંધનોંધ
 

જો તમે Itanium સિસ્ટમો વાપરી રહ્યા હોય, અને તમે GUI સ્થાપન કાર્યક્રમ પસંદ કરવાનું ઈચ્છતા નહિં હોય, તો લખાણ સ્થિતિ સ્થાપન કાર્યક્રમ પણ ઉપ્લબ્ધ છે. લખાણ સ્થિતિ સ્થાપન કાર્યક્રમ શરુ કરવા માટે, નીચેનો આદેશ EFI શેલ પ્રોમ્પ્ટ પર લખો:

elilo linux text

4.1.1. વર્ચ્યુઅલ કન્સોલ વિશે નોંધ

Red Hat Enterprise Linux નો સ્થાપન કાર્યક્રમ સ્થાપન પ્રક્રિયાઓના એક કરતાં વધુ સંવાદ બોક્સને મંજૂરી આપે છે. વિવિધ પ્રકારના તપાસ સંદેશાઓ તમારા માટે ઉપ્લબ્ધ છે, વધુમાં આદેશોને શેલ પ્રોમ્પ્ટમાંથી દાખલ કરવાનો માર્ગ પણ ઉપ્લબ્ધ છે. સ્થાપન કાર્યક્રમ આ સંદેશાઓને પાંચ વર્ચ્યુઅલ કન્સોલ ઉપર દાખલ કરવાની પરવાનગી આપે છે, કે જેમાંથી તમે એક કીસ્ટ્રોકના જોડાણથી ફેરબદલી કરી શકો છો.

વર્ચ્યુઅલ કન્સોલ એ ગ્રાફિક વગરના પર્યાવરણમાં શેલ પ્રોમ્પ્ટ છે, જે ભૌતિક મશીનમાંથી ચલાવી શકાય છે, પણ દૂરસ્થ રીતે નહિં. ઘણા બધા કન્સોલ વારાફરતી ચલાવી શકાશે.

જો તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરતી વખતે સમસ્યા અનુભવો તો આ વર્ચ્યુઅલ કન્સોલ તમારા માટે ઉપયોગી થઈ શકે. સ્થાપન પર પ્રદર્શિત થતા સંદેશાઓ અથવા સિસ્ટમ કન્સોલ પિનપોઈન્ટ મદદ કરી શકે છે. વર્ચ્યુઅલ કન્સોલની યાદી માટે, તેમની ફેરબદલી કરવા માટે વપરાતા કીસ્ટ્રોક માટે, અને તેમના સમાવિષ્ટો માટે કોષ્ટક 4-1 નો સંદર્ભ લો.

સામાન્ય રીતે, જ્યાં સુધી તમે સ્થાપન સમસ્યાઓની તપાસ કરી નહિં લો ત્યાં સુધી ત્યાં મૂળભુત કન્સોલને છોડવા માટે કોઈ કારણ નથી (ગ્રાફિકવાળા સ્થાપનો માટે વર્ચ્યુઅલ કન્સોલ #7 ).

કન્સોલ કીસ્ટ્રોક સમાવિષ્ટો
[Ctrl]-[Alt]-[F1] સ્થાપન સંવાદ
[Ctrl]-[Alt]-[F2] શેલ પ્રોમ્પ્ટ
[Ctrl]-[Alt]-[F3] સ્થાપન લોગ (સ્થાપન કાર્યક્રમમાંથી સંદેશાઓ)
[Ctrl]-[Alt]-[F4] સિસ્ટમને સંબંધિત સંદેશાઓ
[Ctrl]-[Alt]-[F5] બીજા સંદેશાઓ
[Ctrl]-[Alt]-[F7] X ગ્રાફિકવાળું ડિસ્પ્લે

કોષ્ટક 4-1. કન્સોલ, કીસ્ટ્રોક, અને સમિવિષ્ટો