પ્રકરણ 1. Itanium સિસ્ટમને લગતી જાણકારી

1.1. Itanium સિસ્ટમના સ્થાપનની ઉપરછલ્લી સમજ

Red Hat Enterprise Linux ને Itanium સિસ્ટમ પર સ્થાપિત કરવાનું એ Red Hat Enterprise Linux ને x86-આધારિત સિસ્ટમ પર સ્થાપિત કરવા કરતાં અલગ છે. સામાન્ય રીતે, સફળ સ્થાપન માટેના પગલાંઓ મોટે ભાગે નીચે પ્રમાણે છે:

  1. Extensible Firmware Interface (EFI) શેલમાં બુટ કરો.

  2. જો તમે CD-ROM માંથી બુટ કરી શકો નહિં, તો Red Hat Enterprise Linux ની સાથે પૂરી પાડવામાં આવેલ બુટ ઈમેજમાંથી LS-120 ડિસ્ક બનાવો.

  3. EFI શેલ અને ELILO બુટ લોડરની મદદથી, કર્નલ લાવો અને ચલાવો, અને Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમમાં ચલાવો.