ઓળખાણ

Red Hat Enterprise Linux સ્થાપન માર્ગદર્શન માં તમારું સ્વાગત છે. આ માર્ગદર્શન તમને Red Hat Enterprise Linux 4 ના સ્થાપન દરમ્યાન મદદ કરવા માટે ઉપયોગી જાણકારી સમાવે છે. જ્યારે તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરો ત્યારે આ પુસ્તક કિંમતી સ્રોત રહેશે, જેમાં સમજવાની આધારભૂત બાબતોમાં સ્થાપનની તૈયારીથી માંડિને એક પછી એક પગલે કેવી રીતે સ્થાપન પ્રક્રિયા કરવી તે સમાવેલ છે.

1. દસ્તાવેજ પ્રચલન

જ્યારે તમે આ માર્ગદર્શિકા વાંચો, ચોક્કસ શબ્દો અલગ ફોન્ટ, પ્રકારો, માપો અને ભારથી લખાયેલા હોય છે. આ પ્રકાશિત કરવાનું એ પદ્ધતિસરનું હોય છે; વિવિધ શબ્દો તેમના ચોક્કસ વર્ગને સૂચવવા માટે એક જ શૈલીમાં લખાયેલા હોય છે. શબ્દોના પ્રકારો કે જેઓ આ રીતે રજૂ થયેલા છે તે નીચનાનો સમાવેશ કરે છે:

command

Linux આદેશો (અને બીજી ઓપરેટિંગ સિસ્ટમના આદેશો, જ્યારે વપરાય છે ત્યારે) આ રીતે રજૂ થાય છે. આ શૈલી તમને એમ સૂચવે છે કે તમે આદેશ વાક્ય પર શબ્દ અથવા મહાવરો લખી શકો છો અને આદેશ ચલાવવા માટે [Enter] દબાવી શકો છો. અમુક વખતે આદેશ અમુક શબ્દો સમાવે છે કે જેઓ તેમની અલગ શૈલીમાં પ્રદર્શિત થશે (જેમ કે ફાઈલ નામો). આ કિસ્સાઓમાં, તેઓ આદેશના ભાગ તરીકે સમજવામાં આવે છે, કે જેથી વર્તમાન મહાવરો આદેશ તરીકે પ્રદર્શિત થાય. ઉદાહરણ તરીકે:

વર્તમાન કામ કરતી ડિરેક્ટરીમાં testfile નામવાળી ફાઈલના સમાવિષ્ટો જોવા માટે cat testfile આદેશ વાપરો.

file name

ફાઈલ નામો, ડિરેક્ટરી નામો, પથો અને RPM પેકેજ નામો આ રીતે રજૂ થાય છે. આ શૈલી સૂચવે છે કે કોઈ ચોક્કસ ફાઈલ અથવા ડિરેક્ટરી તમારી સિસ્ટમ પર આ જ નામ સાથે હાજર છે. ઉદાહરણો:

તમારી ઘર ડિરેક્ટરીમાંની .bashrc ફાઈલ bash શેલ વ્યાખ્યાઓ અને તમારા પોતાના વપરાશ માટે ઉપનામો વાપરે છે.

/etc/fstab ફાઈલ વિવિધ સિસ્ટમ ઉપકરણો અને ફાઈલ સિસ્ટમો વિશે જાણકારી સમાવે છે.

જો તમે વેબ સર્વર લોગ ફાઈલ નિરીક્ષણ કાર્યક્રમ વાપરવા માંગતા હોય તો webalizer RPM સ્થાપિત કરો.

application

આ શૈલી સૂચવે છે કે કાર્યક્રમ એ અંતિમ-વપરાશકર્તા કાર્યક્રમ છે (જેમ સિસ્ટમ સોફ્ટવેરને આપવામાં આવે છે). ઉદાહરણ તરીકે:

વેબ શોધવા માટે Mozilla વાપરો.

[key]

કીબોર્ડ પરની કી આ શૈલીમાં દેખાડેલી છે. ઉદાહરણ તરીકે:

[Tab] સંપૂર્ણતા વાપરવા માટે, એક અક્ષર છાપો અને પછી [Tab] કી દબાવો. તમારું ટર્મિનલ ફાઈલોની યાદી બતાવે છે કે જે આ અક્ષરથી શરુ થાય છે.

[key]-[combination]

બધી કી ભેગી એકસાથે આ રીતે રજૂ થાય છે. ઉદાહરણ તરીકે:

[Ctrl]-[Alt]-[Backspace] કી એકસાથે દબાવવાનું તમારું ગ્રાફિકવાળું સત્ર બંધ કરે છે અને પછી તમને ગ્રાફિકવાળી પ્રવેશ સ્ક્રીન પર અથવા કન્સોલ પર લઈ જાય છે.

GUI ઈન્ટરફેસ પર મળી આવેલ લખાણ

એક શીર્ષક, શબ્દ, અથવા મહાવરો GUI ઈન્ટરફેસ સ્ક્રીન પર અથવા વિન્ડો પર મળી આવે છે જે આ શૈલીમાં દેખાય છે. આ શૈલીમાં દેખાતું લખાણ એ ચોક્કસ GUI સ્ક્રીન અથવા GUI સ્ક્રીન પરની કોઈ વસ્તુ ઓળખવા માટે વપરાય છે (જેમ કે ચકાસણીબોક્સ અથવા ક્ષેત્ર સાથે સંકળાયેલ લખાણ). ઉદાહરણ:

જો તમે તમારા સ્ક્રીનસેવરને અટકાવવા પહેલાં પાસવર્ડ પૂછે એમ ઈચ્છો તો પાસવર્ડ જરુરી છે ચકાસણીબોક્સ પસંદ કરો.

GUI સ્ક્રીન અથવા વિન્ડો પર મેનુનું ઉચ્ચ સ્તર

આ શૈલીનો શબ્દ સૂચવે છે કે તે નીચે આવતા મેનુનો ઉચ્ચ સ્તરનો શબ્દ છે. જો તમે GUI સ્ક્રીનના શબ્દ પર ક્લિક કરો, તો મેનુનું બાકીનું દેખાશે. ઉદાહરણ તરીકે:

જીનોમ ટર્મિનલ પર ફાઈલ હેઠળ, નવી ટેબ વિકલ્પ તમને ઘણા ટેબ એક જ વિન્ડોમાં ખોલવા માટે પરવાનગી આપે છે.

જો તમને આદેશોનો ક્રમ GUI મેનુમાંથી ચાલુ કરવાની જરુર હોય, તો તેઓ નીચેના ઉદાહરણની જેમ દેખાય છે:

Emacs લખાણ સંપાદક શરુ કરવા માટે મુખ્ય મેનુ બટન (પેનલ પર) => પ્રોગ્રામિંગ => Emacs પર જાઓ.

GUI સ્ક્રીન અથવા વિન્ડો પરનું બટન

આ શૈલી સૂચવે છે કે લખાણ એ GUI સ્ક્રીન પર ક્લિક કરી શકાય તેવા બટન પર મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે:

તમે છેલ્લે મુલાકાત લીધેલ વેબ પાનાંઓ ઉપર પાછા જવા માટે પાછા જાઓ બટન પર ક્લિક કરો.

computer output

આ શૈલીમાંનું લખાણ સૂચવે છે કે શેલ પ્રોમ્પ્ટ પર પ્રદર્શિત થતું લખાણ એ ભૂલ સંદેશા અને આદેશના વળતા જવાબ જેવું છે. ઉદાહરણ તરીકે:

ls આદેશ ડિરેક્ટરીના સમાવિષ્ટો પ્રદર્શિત કરે છે. ઉદાહરણ તરીકે:

Desktop        about.html    logs     paulwesterberg.png
Mail          backupfiles   mail     reports

આદેશના વળતા જવાબમાં આવતું આઉટપુટ (આ કિસ્સામાં, ડિરેક્ટરીના સમાવિષ્ટો) આ શૈલીમાં દેખાય છે.

prompt

પ્રોમ્પ્ટ, કે જે કમ્પ્યુટરનો સંકેત આપવાનો એક રસ્તો છે કે તે તમારી પાસેથી કંઈક ઈનપુટ લેવા માટે તૈયાર છે, આ શૈલીમાં બતાવ્યા પ્રમાણે. ઉદાહરણો:

$

#

[stephen@maturin stephen]$

leopard login:

user input

લખાણ કે જે વપરાશકર્તાએ છાપવાનું છે, તે ક્યાં તો આદેશ વાક્ય પર હોય છે અથવા GUI સ્ક્રીન પર લખાણ બોક્સમાં હોય છે, જે આ શૈલીમાં પ્રદર્શિત થયેલું છે. નીચેના ઉદાહરણમાં, text એ આ શૈલીમાં પ્રદર્શિત થાય છે:

તમારી સિસ્ટમને લખાણ આધારિત સ્થાપન કાર્યક્રમમાં બુટ કરવા માટે, તમારે તેમાં text આદેશ boot: પ્રોમ્પ્ટ પર છાપવો જ જોઈએ.

replaceable

ઉદાહરણો માટે વપરાયેલ લખાણ, જેનો અર્થ એ થાય કે તે વપરાશકર્તા દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી સાથે બદલાય, તે આ શૈલીમાં પ્રદર્શિત થાય. નીચેના ઉદાહરણમાં, <version-number> આ શૈલીમાં પ્રદર્શિત થાય છે:

કર્નલ સ્રોત માટેની ડિરેક્ટરી /usr/src/<version-number>/ છે, જ્યાં <version-number> એ આ સિસ્ટમ પર સ્થાપિત કર્નલની આવૃત્તિ છે.

વધુમાં, અમે તમારું અમુક જાણકારી તરફ ધ્યાન દોરવા માટે ઘણી અલગ પદ્ધતિઓ વાપરી રહ્યા છીએ. જાણકારી તમારી સિસ્ટમ માટે કેટલી જટિલ છે તેના આધારે, આ વસ્તુઓ નોંધ, મદદ, મહત્વનું, સાવધાન, અથવા ચેતવણી તરીકે ચિહ્નિત થયેલ છે. ઉદાહરણ તરીકે:

નોંધનોંધ
 

યાદ રાખો કે Linux એ કેસ પ્રત્યે સંવેદનશીલ છે. બીજા શબ્દોમાં, rose એ ROSE નથી કે પછી rOsE પણ નથી.

મદદમદદ
 

તમારી સિસ્ટમ પર સ્થાપિત પેકેજના વધારાના દસ્તાવેજો /usr/share/doc/ ડિરેક્ટરીમાં સમાયેલા હોય છે.

મહત્વનુંમહત્વનું
 

જો તમે DHCP રુપરેખાંકન ફાઈલ સુધારો, તો તમારા ફેરફારો ત્યાં સુધી અસર કરશે નહિં જ્યાં સુધી તમે DHCP ડિમન ફરીથી શરુ કરો નહિં.

સાવધાનસાવધાન
 

રોજીંદી ક્રિયાઓ રુટ તરીકે કરો નહિં — જ્યાં સુધી તમને સિસ્ટમ સંચાલન બાબતો માટે રુટ ખાતાની જરુર નહિં પડે ત્યાં સુધી નિયમિત વપરાશકર્તા ખાતું વાપરો.

ચેતવણીચેતવણી
 

માત્ર જરુરી Red Hat Enterprise Linux પાર્ટીશનો દૂર કરવા માટે ખૂબ કાળજી રાખો. બીજા પાર્ટીશનો દૂર કરવાનું માહિતીના ખોવાઈ જવામાં પરીણમ્યું હોત અથવા સિસ્ટમ પર્યાવરણ બગડી ગયું હોત.