4.22. રુટ પાસવર્ડ સુયોજન

રુટ ખાતુ અને પાસવર્ડ સુયોજિત કરવાનું એ સ્થાપનના કાર્યક્રમ દરમ્યાન ખૂબ અગત્યના પગલા છે. તમારુ રુટ ખાતુ એ Windows NT મશીન પર વપરાતા સંચાલકના ખાતા જેવું જ છે. રુટ ખાતુ એ પેકેજો સ્થાપિત કરવા, RPM સુધારવા, તમારી સિસ્ટમનું પરિણામ સુધારવા માટે વપરાય છે. તમારી સિસ્ટમ પર રુટ તરીકે પ્રવેશ મેળવવાનું તમને પૂરેપુરો નિયંત્રણ આપે છે.

નોંધનોંધ
 

રુટ વપરાશકર્તાને (શ્રેષ્ઠ વપરાશકર્તા તરીકે પણ ઓળખાય છે તેને) વર્તમાન સિસ્ટમમાં પૂરેપૂરી પરવાનગી હોય છે; આ કારણોસર, રુટ વપરાશકર્તા તરીકે પ્રવેશ મેળવવાનું એ શ્રેષ્ઠ છે, માત્ર સિસ્ટમની જાળવણી અથવા સંચાલન કરવામાં.

આકૃતિ 4-21. રુટ પાસવર્ડ

રુટ ખાતું માત્ર સંચાલનના હેતુ માટે જ વાપરો. એક વાર સ્થાપન પૂર્ણ થઈ ગયા પછી, તમારા સામાન્ય વપરાશ માટે રુટ વગરનું ખાતું બનાવો અને કંઈક ઝડપી રીતે ચોક્કસ કરવા માટે su - વાપરીને રુટ પરવાનગી મેળવો. આ સામાન્ય નિયમો લખતી વખતની ભૂલો અથવા અયોગ્ય આદેશો કે જે તમારી સિસ્ટમને હાનિ પહોંચાડે તેની શક્યતા ઘટાડે છે.

મદદમદદ
 

રુટ બનવા માટે, શેલ પ્રોમ્પ્ટ પર su - લખો અને [Enter] કી દબાવો. પછી, રુટ પાસવર્ડ દાખલ કરો અને [Enter] કી દબાવો.

સ્થાપનનો કાર્યક્રમ તમને તમારી સિસ્ટમ માટે રુટ પાસવર્ડ[1] સુયોજિત કરવા માટે પૂછે છે. તમે રુટ પાસવર્ડ દાખલ કર્યા સિવાય સ્થાપનની પ્રક્રિયાના આગળના તબક્કામાં પહોંચી શકતા નથી.

રુટ પાસવર્ડ ઓછામાં ઓછો ૬ અક્ષરો જેટલો મોટો હોવો જોઈએ; તમે લખો ત્યારે પાસવર્ડ સ્ક્રીન પર દેખાતો નથી. તમારે પાસવર્ડ બે વખત દાખલ કરવો જ જોઈએ; જો બંને પાસવર્ડ સરખા નહિં હોય, તો સ્થાપન કાર્યક્રમ તમને બંને ફરીથી દાખલ કરવા માટે પૂછે છે.

તમે જે યાદ રાખી શકો તેવો રુટ પાસવર્ડ બનાવી શકો છો, પરંતુ તે બીજાને ધારવામાં મદદ કરે તેવો નહિં હોવો જોઈએ. તમારુ નામ, તમારો ફોન નંબર, qwerty, password, root, 123456, અને anteater એ ખરાબ પાસવર્ડના ઉદાહરણો છે. સારો પાસવર્ડ સંખ્યાને મોટા અને નાના અક્ષરો સાથે ભેગવે છે અને કોઈ શબ્દકોષના શબ્દો સમાવતો નથી: Aard387vark અથવા 420BMttNT, ઉદાહરણ તરીકે. યાદ રાખો કે પાસવર્ડ કેસ પ્રત્યે સંવેદનશીલ હોય છે. જો તમે તમારો પાસવર્ડ લખો, તો એને સુરક્ષિત જગ્યાએ રાખો. તેમછતાં પણ, એ ધ્યાનમાં રાખો કે તમે બનાવેલ કોઈપણ પાસવર્ડ લખો નહિં.

નોંધનોંધ
 

આ માર્ગદર્શિકામાં દર્શાવાયેલ ઉદાહરણોમાંનો કોઈપણ વાપરો નહિં. આમાંનો કોઈ પણ પાસવર્ડ વાપરવું એ સુરક્ષા માટે ખતરો બની શકે છે.

મદદમદદ
 

તમારુ સ્થાપન પૂર્ણ થઈ ગયા પછી, તમારો રુટ પાસવર્ડ બદલવા માટે રુટ પાસવર્ડ સાધન વાપરો.

તમારા શેલ પ્રોમ્પ્ટ પર રુટ પાસવર્ડ સાધન લાવવા માટે system-config-rootpassword આદેશ લખો. જો તમે રુટ ના હોય, તો એ તમને રુટ પાસવર્ડ દાખલ કરવા માટે પૂછશે.

નોંધો

[1]

રુટ પાસવર્ડ એ તમારી Red Hat Enterprise Linux સિસ્ટમ માટે સંચાલક પાસવર્ડ છે. સિસ્ટમની જાળવણી માટે જ્યારે જરુરી હોય ત્યારે તમે રુટ તરીકે પ્રવેશ કરી શકો છો. રુટ ખાતુ સામાન્ય વપરાશકર્તા પર બંધનો લાગુ પાડતું નથી, આથી રુટ તરીકે કરાયેલા બદલાવો તમારી સિસ્ટમ માટે સુધારા લાવે છે.