4.6. હાર્ડ ડ્રાઈવમાંથી સ્થાપન

Select Partition સ્ક્રીન ત્યારે જ લાગુ પડે જ્યારે તમે માત્ર ડિસ્ક પાર્ટીશનમાંથી સ્થાપન કરી રહ્યા હોય (એ જો તમે Hard Drive ને Installation Method સંવાદમાં પસંદ કરેલ હોય). આ સંવાદ તમને ડિસ્ક પાર્ટીશનનું નામ આપવા માટે તમને કઈ ડિરેક્ટરીમાંથી તમે Red Hat Enterprise Linux સ્થાપન કરવા માંગો છો તે પસંદ કરવાની પરવાનગી આપે છે.

આકૃતિ 4-3. હાર્ડ ડ્રાઈવ સ્થાપન માટે પાર્ટીશન સંવાદ પસંદ કરવાનું

પાર્ટીશનનું ઉપકરણ નામ પસંદ કરો કે જે Red Hat Enterprise Linux ISO ઈમેજોને સમાવે છે. ત્યાં Directory holding images લેબલવાળું ક્ષેત્ર પણ હશે.

જો ISO ઈમેજો તે પાર્ટીશનની રુટ (ઉચ્ચ-સ્તરની) ડિરેક્ટરીમાં હોય, તો / દાખલ કરો. જો ISO ઈમેજો માઉન્ટ થયેલ પાર્ટીશનની ઉપડિરેક્ટરીમાં હોય, તો તે પાર્ટીશનની અંદર ISO ઈમેજો ધરાવતી ડિરેક્ટરીનું નામ દાખલ કરો. ઉદાહરણ તરીકે, જો પાર્ટીશન કે જેના ઉપર ISO ઈમેજો કે જે સામાન્ય રીતે /home/ થી માઉન્ટ થાય, અને ઈમેજો /home/new/ માં હોય, તો તમે /new/ દાખલ કરી શક્યા હશો.

તમે ડિસ્ક પાર્ટીશન ઓળખાવો પછી, Welcome સંવાદ દેખાશે.