4.7. નેટવર્ક સ્થાપન

જો તમે નેટવર્ક સ્થાપન કરી રહ્યા હોય, તો Configure TCP/IP સંવાદ દેખાશે. આ સંવાદ તમારા IP અને બીજા નેટવર્ક સરનામાઓ માટે પૂછે છે. તમે IP સરનામુ અને ઉપકરણનું નેટમાસ્ક DHCP મારફતે અથવા જાતે પસંદ કરીને રુપરેખાંકિત કરી શકો છો. જો જાતે કરો, તો IP સરનામુ જાતે સ્થાપન દરમ્યાન દાખલ કરો અને [Enter] કી દબાવો. સ્થાપન કાર્યક્રમ તમને તમારું નેટમાસ્ક આધારિત IP સરનામુ ધારવા માટે તક આપે છે; તમે જો તે સાચુ હોય તો બદલી શકો છો. [Enter] કી દબાવો. સ્થાપન કાર્યક્રમ મૂળભુત ગેટવે અને પ્રાથમિક નામસર્વર સરનામાઓ તમારા IP સરનામા અને નેટમાસ્કમાંથી ધારી શકે છે; જો તેઓ ખોટા હોય તો તમે તેમને બદલી શકો છો.