4.26. સ્થાપન પૂર્ણ

અભિનંદન! તમારું Red Hat Enterprise Linux સ્થાપન હવે પૂર્ણ થયું!

સ્થાપન કાર્યક્રમ તમને તમારી સિસ્ટમ રીબુટ કરવા માટે પૂછશે. જો રીબુટ થાય તે વખતે જો કોઈપણ સ્થાપન મીડિયા બહાર નહિં આવે તો તેને દૂર કરવાનું યાદ રાખો.

તમારા કમ્પ્યુટરનો સામાન્ય પાવર-અપ ક્રમ પૂર્ણ થઈ ગયા પછી, ગ્રાફિકવાળું બુટ લોડર પ્રોમ્પ્ટ દેખાશે કે જ્યાં તમે નીચેનામાંની કોઈપણ વસ્તુઓ કરી શકો છો:

Red Hat Enterprise Linux ને બુટ કરવાનું જો યોગ્ય હોય તો તે કરો. એક અથવા વધુ સંદેશાઓની સ્ક્રીનો દ્વારા સરકાવાય છે. મોટે ભાગે, login: પ્રોમ્પ્ટ અથવા GUI પ્રવેશ સ્ક્રીન (જો તમે X વિન્ડો સિસ્ટમ સ્થાપિત કર્યું હોય અને X ને આપોઆપ શરુ કરવાનું પસંદ કર્યું હોય) દેખાય છે.

પ્રથમ વાર તમે તમારી Red Hat Enterprise Linux સિસ્ટમને રનલેવલ ૫ (ગ્રાફિકવાળું રનલેવલ) માં શરુ કરવા જઈ રહ્યા છો, સેટઅપ એજન્ટ એ રજૂ થયેલ છે, કે જે તમને Red Hat Enterprise Linux ના રુપરેખાંકન દરમ્યાન માર્ગદર્શન કરે છે. આ સાધનને વાપરીને, તમે તમારી સિસ્ટમનો સમય અને તારીખ સુયોજિત કરી શકો છો, સોફ્ટવેર સ્થાપિત કરી શકો છો, તમારા મશીનને Red Hat નેટવર્ક સાથે નોંધણી કરાવી શકો છો, અને ઘણું બધું. સેટઅપ એજન્ટ એ તમને તમારું પર્યાવરણ શરુઆતમાંથી રુપરેખાંકિત કરવાની પરવાનગી આપે છે, કે જેથી તમે તમારી Red Hat Enterprise Linux સિસ્ટમ ઝડપથી શરુ કરી શકો છો.

સેટઅપ એજન્ટ ને વાપરવા માટે વધુ જાણકારી મેળવવા માટે, Red Hat Enterprise Linux ક્રમાનુસાર માર્ગદર્શન માં શરુઆત કરો પ્રકરણનો સંદર્ભ લો.

તમારી Red Hat Enterprise Linux ઉમેદવારીની નોંધણી કરવા માટે વધુ જાણકારી મેળવવા માટે, વિભાગ 4.27 નો સંદર્ભ લો.