4.15. આપોઆપ પાર્ટીશન પાડો

આપોઆપ પાર્ટીશન કરવાનું તમને તમારી સિસ્ટમમાંથી કઈ માહિતી દૂર થઈ રહી છે (જો કંઈ હોય તો) તે નિયંત્રણ કરવાની પરવાનગી આપે છે. તમારા વિકલ્પો છે:

આકૃતિ 4-10. આપોઆપ પાર્ટીશન પાડો

તમારા માઉસની મદદથી, હાર્ડ ડ્રાઈવ પસંદ કરો કે જેના ઉપર તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરવા માંગો છો. જો તમારી પાસે બે અથવા વધુ હાર્ડ ડ્રાઈવ હોય, તો તમે જે હાર્ડ ડ્રાઈવ પર સ્થાપન કરવા માંગો તે પસંદ કરો. અપસંદિત હાર્ડ ડ્રાઈવો, અને તેમના પરની કોઈપણ માહિતીઓને, અડકવામાં આવતી નથી.

નોંધનોંધ
 

એ હંમેશા સારો વિચાર છે કે તમારી સિસ્ટમની કોઈપણ માહિતીનો બેકઅપ રાખો. ઉદાહરણ તરીકે, જો તમે દ્વિ-બુટવાળી સિસ્ટમ બનાવી રહ્યા હોય અથવા સિસ્ટમ સુધારી રહ્યા હોય, તો તમારે તમારી હાર્ડ ડ્રાઈવની કોઈપણ માહિતીનો બેકઅપ રાખવો જોઈએ. ભૂલો થતી હોવાથી તે તમારી માહિતીના નાશમાં પરિણમે છે.

સાવધાનસાવધાન
 

જો તમારી પાસે RAID કાર્ડ હોય, તો ધ્યાન રાખો કે અમુક BIOS RAID કાર્ડમાંથી બુટ થવાને આધાર આપતા નથી. આના જેવા કિસ્સાઓમાં, /boot/ પાર્ટીશન RAID ઍરેની બહારના પાર્ટીશન પર જ બનાવેલો હોવો જોઈએ, જેમ કે અલગ હાર્ડ ડ્રાઈવ પર. સમસ્યાવાળા RAID કાર્ડો માટે પાર્ટીશન બનાવવા માટે આંતરિક હાર્ડ ડ્રાઈવ જરુરી છે.

/boot/ પાર્ટીશન સોફ્ટવેર RAID સુયોજનો માટે પણ ખૂબ જરુરી છે.

જો તમે તમારી સિસ્ટમને આપોઆપ પાર્ટીશન પાડવા માટે પસંદ કરી હોય, તો તમે રીવ્યુ પસંદ કરીને જાતે તમારા /boot/ પાર્ટીશનમાં ફેરફાર કરી શકો છો.

આપોઆપ પાર્ટીશન દ્વારા બનેલા પાર્ટીશનો માટે રીવ્યુ કરો અને જરુરી બદલાવો કરવા માટે, રીવ્યુ વિકલ્પ પસંદ કરો. પછી રીવ્યુ પસંદ કર્યા પછી અને આગળ વધો બટન પર ક્લિક કરીને આગળ વધો, તમારા માટે બનાવાયેલ પાર્ટીશનો ડિસ્ક ડ્રુડ માં દેખાશે. જો જરુરી હોય તો તમે આ પાર્ટીશનોમાં કોઈપણ ફેરફારો કરી શકો છો.

તમે તમારી પસંદગીઓ કરી દીધા પછી પ્રક્રિયા કરવા માટે આગળ વધો પર ક્લિક કરો.