4.16. તમારી સિસ્ટમનું પાર્ટીશન કરવાનું

જો તમે આપોઆપ પાર્ટીશન કરવાનું પસંદ કરો અને રીવ્યુ પસંદ નહિં કરો, તો વિભાગ 4.18 સુધી અવગણો.

જો તમે આપોઆપ પાર્ટીશન કરવાનું પસંદ કરો અને રીવ્યુ પસંદ કરેલ હોય, તો તમે ક્યાંતો વર્તમાન પાર્ટીશન સુયોજનો સ્વીકારી શકો છો (આગળ વધો ક્લિક કરો), અથવા સેટઅપને ડિસ્ક ડ્રુડ, પાર્ટીશન સાધનની મદદથી જાતે સુધારો કરી શકો છો.

જો તમે જાતે પાર્ટીશન કરવાનું પસંદ કરો, તો તમારે સ્થાપન કાર્યક્રમને કહેવું જ પડશે કે તમે ક્યાં Red Hat Enterprise Linux સ્થાપિત કરવા માંગો છો. આ એક અથવા વધુ પાર્ટીશનો દ્વારા માઉન્ટ બિંદુ વ્યાખ્યાયિત કરીને કરવામાં આવેલ છે કે જેમાં Red Hat Enterprise Linux સ્થાપિત હોય. આ સમયે તમારે પાર્ટીશનો બનાવવાની અને/અથવા કાઢી નાંખવાની પણ જરુર છે.

નોંધનોંધ
 

જો તમે કેવી રીતે તમારા પાર્ટીશનો સુયોજિત કરશો તે યોજિત કર્યું નહિં હોય, તો પરિશિષ્ટ D અને વિભાગ 4.16.4 નો સંદર્ભ લો. ન્યુનતમ કરતાં પણ ઓછાએ, તમારે યોગ્ય-માપવાળા રુટ પાર્ટીશનની જરુર પડશે, અને તમારી સિસ્ટમની RAM કરતાં બમણા માપવાળા સ્વેપ પાર્ટીશનની પણ જરુર પડશે. Itanium સિસ્ટમ વપરાશકર્તાઓ પાસે આશરે 100 MB નો અને FAT (VFAT) પ્રકારનો /boot/efi/ પાર્ટીશન, ઓછામાં ઓછા 512 MB નો સ્વેપ પાર્ટીશન, અને યોગ્ય માપવાળો (/) પાર્ટીશન હોવો જોઈએ.

આકૃતિ 4-11. ડિસ્ક ડ્રુડ સાથે x86, AMD64, અને Intel® EM64T સિસ્ટમો પર પાર્ટીશન

આકૃતિ 4-12. Itanium સિસ્ટમો પર ડિસ્ક ડ્રુડ સાથે પાર્ટીશન

સ્થાપન કાર્યક્રમો દ્વારા વાપરવામાં આવતું પાર્ટીશન સાધન ડિસ્ક ડ્રુડ છે. અમુક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં, ડિસ્ક ડ્રુડ વિચિત્ર સ્થાપનો માટે પાર્ટીશનની જરુરિયાતો નિયંત્રિત કરે છે.

4.16.1. હાર્ડ ડ્રાઈવોનું ગ્રાફિકવાળું ડિસ્પ્લે

ડિસ્ક ડ્રુડ તમારા હાર્ડ ડ્રાઈવોની ગ્રાફિકવાળી રજૂઆત કરે છે.

તમારા માઉસની મદદથી, ગ્રાફિકવાળા ડિસ્પ્લેમાં કોઈપણ ચોક્કસ ક્ષેત્રને પ્રકાશિત કરવા માટે એક વાર ક્લિક કરો. વર્તમાન પાર્ટીશનમાં ફેરફાર કરવા માટે બેવડું ક્લિક કરો અથવા હાલની ખાલી જગ્યાની બહાર પાર્ટીશન બનાવો.

ડિસ્પ્લે ઉપર, તમે ડ્રાઈવ નામ (જેમ કે /dev/hda ) નું રીવ્યુ કરી શકો છો, Geom (કે જે હાર્ડ ડિસ્કની ભૂમિતિ બતાવે છે અને તેમાં તે ત્રણ સંખ્યાઓ બતાવે છે જેમાં સિલિન્ડરો, હેડ, અને સેક્ટરોની સંખ્યાનો અહેવાલ હાર્ડ ડિસ્ક દ્વારા આપવામાં આવે છે), અને હાર્ડ ડ્રાઈવનો નમૂનો સ્થાપન કાર્યક્રમ દ્વારા શોધાય છે તે બતાવે છે.

4.16.2. ડિસ્ક ડ્રુડનાં બટનો

આ બટનો ડિસ્ક ડ્રુડની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. તેઓ પાર્ટીશનના લક્ષણો બદલવા માટે (ઉદાહરણ તરીકે ફાઈલ સિસ્ટમનો પ્રકાર અને માઉન્ટ બિંદુ) અને RAID ઉપકરણો બનાવવા માટે પણ વપરાય છે. આ સ્ક્રીન પરના બટનો તમે કરેલા ફેરફારો સ્વીકારવા પણ વપરાય છે, અથવા ડિસ્ક ડ્રુડમાંથી બહાર નીકળવા માટે વપરાય છે. પછીની સમજૂતી માટે, બધા બટન પર ક્રમમાં ક્લિક કરીને જુઓ:

4.16.3. પાર્ટીશન ક્ષેત્રો

ઉપર પાર્ટીશનનો વંશવેલો એ લેબલોથી છે કે જે તમે બનાવી રહ્યા છો તે પાર્ટીશનો વિશે જાણકારી રજૂ કરે છે. લેબલો નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થયેલ છે:

RAID ઉપકરણ/LVM વોલ્યુમ જૂથ સભ્યો છુપાવો: જો તમે કોઈ RAID ઉપકરણ અથવા LVM વોલ્યુમ જૂથ સભ્યો કે જે બનેલા છે તે જોવા માંગો તો આ વિકલ્પ પસંદ કરો.

4.16.4. પાર્ટીશન કરવાની આગ્રહણીય પદ્ધતિ

જ્યાં સુધી તમારી પાસે આમ નહિં કરવાનું કારણ ના હોય, ત્યાં સુધી અમે એવો આગ્રહ રાખીએ છીએ કે તમે Itanium સિસ્ટમો માટે નીચેના પાર્ટીશનો બનાવો:

જ્યાં સુધી તમારી પાસે આવું નહિં કરવાનું કારણ નહિં હોય, અમે એવો આગ્રહ રાખીએ છીએ કે તમે x86 , AMD64, અને Intel® EM64T સિસ્ટમો માટે નીચેના પાર્ટીશનો બનાવો:

4.16.5. પાર્ટીશનો ઉમેરવાનું

નવો પાર્ટીશન ઉમેરવા માટે, નવું બટન પસંદ કરો. (આકૃતિ 4-13 નો સંદર્ભ લો) સંવાદ બોક્સ દેખાશે.

નોંધનોંધ
 

આ સ્થાપન માટે તમારે ઓછામાં ઓછો એક પાર્ટીશન , અને વૈકલ્પિક રીતે વધુ નક્કી કરવા જોઈએ. વધુ જાણકારી માટે, પરિશિષ્ટ D નો સંદર્ભ લો.

આકૃતિ 4-13. નવો પાર્ટીશન બનાવવાનું

4.16.5.1. ફાઈલ સિસ્ટમ પ્રકારો

Red Hat Enterprise Linux જે ફાઈલ સિસ્ટમો વાપરશે તેના પર આધાર રાખીને, તમને વિવિધ પ્રકારના પાર્ટીશનો બનાવવાની પરવાનગી આપે છે. નીચે ઉપ્લબ્ધ વિવિધ ફાઈલ સિસ્ટમોનું વર્ણન છે, અને તેઓ કેવી રીતે જળવાયેલ છે.

  • ext2 — ext2 ફાઈલ સિસ્ટમ પ્રમાણભૂત Unix ફાઈલ સિસ્ટમોને આધાર આપે છે. (નિયમિત ફાઈલો, ડિરેક્ટરીઓ, સંજ્ઞાકીય કડીઓ, વગેરે). તે લાંબા ફાઈલનામોને ૨૫૫ અક્ષરો સુધી સોંપવાની ક્ષમતા પૂરી પાડે છે.

  • ext3 — ext3 ફાઈલ સિસ્ટમ એ ext2 ફાઈલ સિસ્ટમ પર આધારિત હોય છે અને તેની પાસે એક મુખ્ય ફાયદો — જર્નલીંગ છે. ફાઈલ સિસ્ટમની જર્નલ કરવાનું ફાઈલ સિસ્ટમ બગડી ગયા પછી તેને પાછી મેળવવાનો સમય ઘટાડે છે કારણ કે ત્યાં ફાઈલ સિસ્ટમને fsck[1] કરવાની કોઈ જરુર નથી. ext3 ફાઈલ સિસ્ટમ એ મૂળભુત રીતે પસંદ થાય તેનો ખૂબ આગ્રહ રાખવામાં આવેલ છે.

  • ભૌતિક વોલ્યુમ (LVM) — એક અથવા વધુ ભૌતિક વોલ્યુમ (LVM) પાર્ટીશનો બનાવવાનું તમને LVM લોજિકલ વોલ્યુમ બનાવવાની પરવાનગી આપે છે. LVM જ્યારે તમે ભૌતિક ડિસ્ક વાપરી રહ્યા હોય ત્યારે તમારો પ્રભાવ સુધારી શકે છે. LVM ને લગતી વધુ જાણકારી મેળવવા માટે, Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન નો સંદર્ભ લો.

  • સોફ્ટવેર RAID — બે અથવા વધુ સોફ્ટવેર RAID પાર્ટીશનો બનાવવાનું તમને RAID ઉપકરણ બનાવવા માટે પરવાનગી આપે છે. RAID ને લગતી વધુ જાણકારી મેળવવા માટે, RAID (Redundant Array of Independent Disks) પ્રકરણનો Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન માં સંદર્ભ લો.

  • સ્વેપ — સ્વેપ પાર્ટીશનો વર્ચ્યુઅલ મેમરીને આધાર આપવા માટે વપરાય છે. શબ્દોમાં કહીએ તો, માહિતી સ્વેપ પાર્ટીશન પર લખાય છે જ્યારે ત્યાં તમારી સિસ્ટમ જે માહિતી પર પ્રક્રિયા કરી રહી હોય તેને સંગ્રહવા માટે પૂરતી RAM નહિં હોય. વધારાની જાણકારી માટે Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન નો સંદર્ભ લો.

  • vfat — VFAT ફાઈલ સિસ્ટમ એ Linux ફાઈલ સિસ્ટમ છે કે જે FAT ફાઈલ સિસ્ટમ પરની Microsoft Windows ની લાંબી ફાઈલનામ સાથે સુસંગત છે. આ ફાઈલ સિસ્ટમ /boot/efi/ પાર્ટીશન માટે Itanuim સિસ્ટમ પર વપરાવી જ જોઈએ.

4.16.6. પાર્ટીશનોમાં ફેરફાર

પાર્ટીશનમાં ફેરફાર કરવા માટે, ફેરફાર કરો બટન પર ક્લિક કરો અથવા વર્તમાન પાર્ટીશન પર બેવડું ક્લિક કરો.

નોંધનોંધ
 

જો પાર્ટીશન તમારી હાર્ડ ડિસ્ક પર પહેલાથી જ હાજર હોય, તો તમે પાર્ટીશનનું માત્ર માઉન્ટ બિંદુ જ બદલી શકો છો. બીજા બધા ફેરફારો કરવા માટે, તમારે પાર્ટીશન કાઢીને તેને ફરીથી જ બનાવવો પડે છે.

4.16.7. પાર્ટીશન કાઢી નાંખો

પાર્ટીશન કાઢવા માટે, તેને પાર્ટીશનો વિભાગમાં પ્રકાશિત કરો અને કાઢી નાંખો બટન પર ક્લિક કરો. જ્યારે પૂછવામાં આવે ત્યારે કાઢી નાંખવાની ખાતરી કરો.

પછીની સ્થાપન સૂચનાઓ માટે x86, AMD64, અને Intel® EM64T સિસ્ટમો, વિભાગ 4.17 સુધી અવગણો.

Itanium સિસ્ટમોની પછીની સ્થાપન સૂચના માટે, વિભાગ 4.18 સુધી અવગણો.

નોંધો

[1]

fsck કાર્યક્રમ એ ફાઈલ સિસ્ટમને મુખ્ય માહિતી જાળવી રાખવા માટે અને વૈકલ્પિક રીતે એક અથવા વધુ Linux ફાઈલ સિસ્ટમો સુધારવા માટે વપરાય છે.