4.14. ડિસ્ક પાર્ટીશન સેટઅપ

પાર્ટીશન કરવાનું તમને તમારી હાર્ડ ડ્રાઈવ સંકુચિત વિભાગોમાં વહેંચવાની પરવાનગી આપે છે, કે જ્યાં દરેક વિભાગ પોતે અલગ હાર્ડ ડ્રાઈવ તરીકે વર્તે. જો તમે એક કરતાં વધુ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવી રહ્યા હોય તો પાર્ટીશન કરવાનું ખૂબ ઉપયોગી છે. જો તમે ચોક્કસ ના હોય કે તમારી સિસ્ટમમાં પાર્ટીશન કેવી રીતે હોવા જોઈએ, તો વધુ જાણકારી માટે પરિશિષ્ટ D કડી વાંચો.

આ સ્ક્રીન પર, તમે આપોઆપ પાર્ટીશન કરવાનું પસંદ કરી શકો છો, અથવા ડિસ્ક ડ્રુડ ની મદદથી જાતે પાર્ટીશન કરી શકો છો.

આપોઆપ પાર્ટીશન કરવાનું તમને તમારી ડ્રાઈવોને જાતે પાર્ટીશન કર્યા વગર સ્થાપન કરવાની પરવાનગી આપે છે. જો તમે તમારી સિસ્ટમને પાર્ટીશન કરવામાં સુરક્ષિત અનુભવી રહ્યા નહિં હોય, તો એવો આગ્રહ રાખવામાં આવે છે કે તમે જાતે પાર્ટીશન કરવાનું પસંદ કરો નહિં અને તેની જગ્યાએ સ્થાપન કાર્યક્રમને તમારા માટે પાર્ટીશન કરવા દો.

જાતે પાર્ટીશન કરવા માટે, ડિસ્ક ડ્રુડ પાર્ટીશન સાધન પસંદ કરો.

ચેતવણીચેતવણી
 

Red Hat સુધારા એજન્ટ સુધારાયેલ પેકેજોને મૂળભુત રીતે /var/spool/up2date/ ફોલ્ડરમાં ડાઉનલોડ કરે છે. જો તમે સિસ્ટમને જાતે પાર્ટીશન કરો અને અલગ પાર્ટીશન /var/ બનાવો, તો પેકેજોના સુધારાઓ ડાઉનલોડ કરવા માટે ખાતરી કરો કે તે પાર્ટીશન પૂરતો મોટો (3.0 GB અથવા વધુ) હોવો જોઈએ.

આકૃતિ 4-9. ડિસ્ક પાર્ટીશન સેટઅપ

જો તમે ડિસ્ક ડ્રુડ ની મદદથી જાતે પાર્ટીશન કરવાનું પસંદ કર્યું હોય, તો વિભાગ 4.16 નો સંદર્ભ લો.

ચેતવણીચેતવણી
 

શું તમને સ્થાપનના ડિસ્ક પાર્ટીશન સેટઅપ તબક્કા પછી ભૂલ મળી કે જે આના જેવું કહેતી હતી

ઉપકરણ hda પરનું પાર્ટીશન કોષ્ટક વાંચી શકાય એમ નથી. નવું પાર્ટીશન બનાવવા માટે તેનો પ્રારંભ થયેલો હોવો જોઈએ, કારણકે તે આ ડ્રાઈવ પરની બધી માહિતી ખોવાઈ જવાનું કારણ બને છે.

તમારી પાસે પાર્ટીશન કોષ્ટક તે ડ્રાઈવ પર નથી અથવા તે ડ્રાઈવ પરનું પાર્ટીશન કોષ્ટક સ્થાપનના કાર્યક્રમ દ્વારા વપરાતા પાર્ટીશન સોફ્ટવેર દ્વારા ઓળખી શકાતું નથી.

વપરાશકર્તાઓ કે જેમણે EZ-BIOS જેવા કાર્યક્રમો વાપર્યા છે તેમણે આવી જ સમસ્યાનો અનુભવ કર્યો હશે, જે માહિતીનું ખોવાઈ જવાનું કારણ છે (સ્થાપન શરુ થયું તે પહેલા માહિતીનું બેકઅપ લેવાયું હતું નહિં એમ ધારી રહ્યા છીએ).

તમે કયા પ્રકારનું સ્થાપન કરો તેનો કોઈ વાંધો નથી, પણ તમારી વર્તમાન સિસ્ટમની બેકઅપ માહિતી હંમેશા તમારી સિસ્ટમમાં બનેલી હોવી જોઈએ.