4.4. સ્થાપન પદ્ધતિ પસંદ કરવાનું

તમે કયા પ્રકારની સ્થાપન પદ્ધતિ વાપરવા માંગો છો? નીચેની સ્થાપન પદ્ધતિઓ ઉપ્લબ્ધ છે:

CD-ROM

જો તમારી પાસે CD-ROM ડ્રાઈવ અને Red Hat Enterprise Linux CD-ROM હોય, તો તમે આ પદ્ધતિ વાપરી શકો છો. CD-ROM સ્થાપન સૂચનો માટે, વિભાગ 4.5 નો સંદર્ભ લો.

હાર્ડ ડ્રાઈવ

જો તમે Red Hat Enterprise Linux ISO ઈમેજોને તમારી સ્થાનિક હાર્ડ ડ્રાઈવમાં નકલ કરેલ હોય, તો તમે આ પદ્ધતિ વાપરી શકો છો. તમારે CD-ROM બુટ કરવાની જરુર રહેશે. હાર્ડ ડ્રાઈવ સ્થાપન સૂચનો માટે વિભાગ 4.6 નો સંદર્ભ લો.

NFS

જો તમે NFS સર્વરમાંથી ISO ઈમેજોની મદદથી સ્થાપન કરી રહ્યા હોય અથવા Red Hat Enterprise Linux ની પ્રતિબિંબ ઈમેજ વાપરી રહ્યા હોય, તો તમે આ પદ્ધતિ વાપરી શકો છો. તમારે બુટ CD-ROM ની જરુર છે (linux askmethod બુટ વિકલ્પ વાપરો). નેટવર્ક સ્થાપન સૂચનો માટે વિભાગ 4.8 નો સંદર્ભ લો. નોંધ કરો કે NFS સ્થાપનો GUI સ્થિતિમાં પણ કરી શકાય છે.

FTP

જો તમે સીધું જ FTP સર્વરમાંથી સ્થાપન કરી રહ્યા હોય, તો આ પદ્ધતિ વાપરો. તમારે બુટ CD-ROM ની જરુર છે (linux askmethod બુટ વિકલ્પ વાપરો). FTP સ્થાપન સૂચનો માટે વિભાગ 4.9 નો સંદર્ભ લો.

HTTP

જો તમે સીધું જ HTTP (વેબ) સર્વરમાંથી સ્થાપન કરી રહ્યા હોય, તો આ પદ્ધતિ વાપરો. તમારે બુટ CD-ROM ની જરુર છે (linux askmethod બુટ વિકલ્પ વાપરો). HTTP સ્થાપન સૂચનો માટે વિભાગ 4.10 નો સંદર્ભ લો.