4.13. કીબોર્ડ રુપરેખાંકન

તમારા માઉસની મદદથી, તમારા કીબોર્ડ માટે લેઆઉટનો યોગ્ય પ્રકાર પસંદ કરો (ઉદાહરણ તરીકે, U.S. English) કે જેને તમે સ્થાપન માટે અને સિસ્ટમ માટે મૂળભુત તરીકે પ્રાધાન્ય આપવા માંગો છો (આકૃતિ 4-8 નો સંદર્ભ લો) .

એક વખત તમે તમારી પસંદગી કરી દીધા પછી, ચાલુ રાખવા માટે આગળ વધો બટન પર ક્લિક કરો.

આકૃતિ 4-8. કીબોર્ડ રુપરેખાંકન

મદદમદદ
 

સ્થાપન પૂર્ણ કર્યા પછી તમારા કીબોર્ડનો લેઆઉટ પ્રકાર બદલવા માટે, કીબોર્ડ રુપરેખાંકન સાધન વાપરો.

કીબોર્ડ રુપરેખાંકન સાધન લાવવા માટે system-config-keyboard આદેશને તમારા શેલ પ્રોમ્પ્ટ પર લખો. જો તમે રુટ ના હોય, તો તે તમને રુટ પાસવર્ડ માટે પૂછશે.