4.20. ભાષાના આધારની પસંદગી

તમે તમારી સિસ્ટમ પર વાપરવા માટે ઘણી બધી ભાષાઓ સ્થાપિત કરો શકો છો અને તેમનો આધાર પણ પૂરો પાડી શકો છો.

તમારે કોઈપણ ભાષાને મૂળભુત ભાષા તરીકે વાપરવા માટે પસંદ કરવી જ પડશે. મૂળભૂત ભાષા એક વાર સ્થાપન પૂર્ણ થઈ ગયા પછી સિસ્ટમ પર વાપરવા માટેની ભાષા છે. મોટે ભાગે, મૂળભુત ભાષા એ ભાષા છે કે જેને તમે સ્થાપન દરમ્યાન વાપરવા માટે પસંદ કરેલ હોય.

જો તમે સ્થાપન દરમ્યાન બીજી ભાષાઓ સ્થાપિત કરવાનું પસંદ કરો, તો તમે તમારી મૂળભુત ભાષાને સ્થાપન પછી બદલી શકો છો. જો તમે માત્ર એક જ ભાષા તમારી સિસ્ટમ પર વાપરવા માંગો, તો માત્ર તે જ ભાષાને પસંદ કરવાનું તમારી નોંધપાત્ર જગ્યા બચાવશે.

સાવધાનસાવધાન
 

જો તમે માત્ર એક ભાષા પસંદ કરો, તો તમે સ્થાપન પૂર્ણ થયા પછી માત્ર તે સ્પષ્ટ થયેલ ભાષા જ વાપરી શકો છો.

આકૃતિ 4-19. ભાષાના આધારની પસંદગી

તમારી સિસ્ટમ પર એક કરતાં વધુ ભાષાઓ વાપરવા માટે, ચોક્કસ ભાષાઓ સ્થાપિત થવા માટે અથવા તમારી Red Hat Enterprise Linux સિસ્ટમ પર બધી ઉપ્લબ્ધ ભાષાઓ સ્થાપિત થાય તે માટે બધી ભાષાઓ પસંદ કરો.

તમારી પસંદગીઓ રદ કરવા માટે ફરીથી સુયોજિત કરો બટન દબાવો. ફેરફારોને મૂળભુતોમાં પાછા લઈ જશે; માત્ર પસંદ કરેલ ભાષા જ સ્થાપન દરમ્યાન સ્થાપિત થશે.

મદદમદદ
 

તમે સ્થાપન પૂર્ણ કર્યા પછી ભાષાનું રુપરેખાંકન બદલવા માટે, ભાષા રુપરેખાંકન સાધન વાપરો.

ભાષા રુપરેખાંકન સાધન લાવવા માટે શેલ પ્રોમ્પ્ટ પર system-config-language આદેશનો ઉપયોગ કરો. જો તમે રુટ ના હોય, તો ચાલુ રાખવા માટે તે તમને રુટ પાસવર્ડ પૂછશે.