4.18. નેટવર્ક રુપરેખાંકન

જો તમારી પાસે નેટવર્ક ઉપકરણ ના હોય, તો આ સ્ક્રીન તમારા સ્થાપન દરમ્યાન દેખાશે નહિં અને તમે વિભાગ 4.19 નો સંદર્ભ લઈ શકો છો.

આકૃતિ 4-16. નેટવર્ક રુપરેખાંકન

સ્થાપન કાર્યક્રમ તમારી પાસે હોય તેવા બધા નેટવર્ક ઉપકરણો શોધી શકે છે અને તેમને નેટવર્ક ઉપકરણો ની યાદીમાં દેખાડે છે.

એક વખત તમે નેટવર્ક ઉપકરણ પસંદ કરી દીધુ, પછી ફેરફાર કરો પસંદ કરો. ઈન્ટરફેસમાં ફેરફાર કરો પોપ અપ સ્ક્રીનમાંથી, તમે IP સરનામુ અને ઉપકરણનું નેટમાસ્ક DHCP દ્વારા (અથવા જાતે જો DHCP પસંદ નહિં હોય) રુપરેખાંકિત કરવા પસંદ કરી શકો છો અને તમે બુટ થવાના સમયે ઉપકરણ સક્રિય કરવાનું પસંદ કરી શકો છો. જો તમારી પાસે ક્લાઈન્ટ ચલાવવાની પરવાનગી ના હોય અથવા તમે અંહિ શું પૂરુ પાડવાનું તેના વિશે ચોક્કસ ના હોય, તો મહેરબાની કરીને તમારા નેટવર્ક સંચાલકનો સંપર્ક કરો.

આકૃતિ 4-17. નેટવર્ક ઉપકરણમાં ફેરફાર

નોંધનોંધ
 

આ નમૂના રુપરેખાંકનમાં દેખાતા સભ્યોને વાપરો નહિં. આ કિંમતો તમારા પોતાના નેટવર્ક રુપરેખાકનમાં કામ કરશે નહિં. જો તમે, કઈ કિંમતો દાખલ કરવાની છે તેના માટે ચોક્કસ નહિં હોય તો, તમારા નેટવર્ક સંચાલકનો મદદ માટે સંપર્ક કરો.

જો તમારી પાસે નેટવર્ક ઉપકરણ માટે યજમાન નામ (પૂરેપુરુ ડોમેઈન નામ) હોય, તો તમે DHCP (Dynamic Host Configuration Protocol) આપોઆપ શોધાય તેમ અથવા તમે જાતે તમારુ યજમાન નામ ક્ષેત્ર પૂરુ પાડવાનું પસંદ કરી શકો છો.

છેલ્લે, જો તમે IP અને નેટમાસ્ક જાણકારી જાતે દાખલ કરી હોય, તો તમે ગેટવે સરનામુ અને પ્રાથમિક, દ્વિતિય અને તૃતિય DNS સરનામાઓ પણ દાખલ કરી શકો છો.

મદદમદદ
 

તેમછતાં પણ જો તમારુ કમ્પ્યુટર એ નેટવર્કનો ભાગ ના હોય, તો તમે તમારી સિસ્ટમ માટે યજમાનનું નામ દાખલ કરી શકો છો. જો તમે તમારુ નામ દાખલ નહિં કરો, તો તમારી સિસ્ટમ localhost તરીકે ઓળખાશે.

મદદમદદ
 

સ્થાપન પૂર્ણ કર્યા પછી તમારુ નેટવર્ક રુપરેખાંકન બદલવા માટે, નેટવર્ક સંચાલન સાધન વાપરો.

નેટવર્ક સંચાલન સાધન ચાલુ કરવા માટે શેલ પ્રોમ્પ્ટ પર system-config-network છાપો. જો તમે રુટ ના હોય, તો એ તમને ચાલુ રાખવા માટે રુટ પાસવર્ડ માટે પૂછશે.