4.23. પેકેજ જૂથ પસંદગી

હવે તમે તમારા સ્થાપનની ઘણીબધી પસંદગીઓ કરેલી છે, કે જેમાં તમે મૂળભુત પેકેજ પસંદગીની ખાતરી કરવા માટે તૈયાર છો અથવા તમારી સિસ્ટમ માટે પેકેજો કસ્ટમાઈઝ કરવા તૈયાર છો.

પેકેજ સ્થાપન મૂળભુતો સ્ક્રીન દેખાય છે અને તે તમારા Red Hat Enterprise Linux સ્થાપનના મૂળભુત પેકેજ સમૂહોની વિગતો આપે છે. આ સ્ક્રીન Red Hat Enterprise Linux નું તમે જે સ્થાપન કરી રહ્યા છો તેની આવૃત્તિ સાથે વધઘટ થાય છે.

જો તમે વર્તમાન પેકેજ યાદી સ્વીકારવાનું પસંદ કરો, તો વિભાગ 4.24 સુધી અવગણો.

તમારા પેકેજોનો સમૂહ ભવિષ્યમાં કસ્ટમાઈઝ કરવા માટે, સ્ક્રીન પર સ્થાપિત થવા જઈ રહેલા પેકેજો કસ્ટમાઈઝ કરો પસંદ કરો. આગળ વધો પર ક્લિક કરવાનું તમને પેકેજ જૂથ પસંદગી સ્ક્રીન પર લઈ જશે.

જો તમે પેકેજ જૂથો પસંદ કરી શકો, તો વિધેય અનુસાર કયા પેકેજ જૂથ ભેગા થઈ શકે (ઉદાહરણ તરીકે, X વિન્ડો સિસ્ટમ અને સંપાદકો), અંગત પેકેજો, અથવા બંને ભેગા.

નોંધનોંધ
 

AMD64, Intel® EM64T, અને Itanium સિસ્ટમના વપરાશકર્તાઓ કે જે વિકાસ માટે આધાર આપવાનું પસંદ કરે અથવા ૩૨-બીટ કાર્યક્રમો ચલાવી રહ્યા હોય તેઓ આર્કીટેક્ચરનો સુસંગત આધાર અને આર્કીટેક્ચરના વિકાસનો સુસંગત આધાર પેકેજોને આર્કીટેક્ચરને લગતો આધાર તેમની સિસ્ટમો માટે પૂરો પાડવા માટે પસંદ કરવા માટે ઉત્સુક કરે છે.

કમ્પોનન્ટ પસંદ કરવા માટે, તેની પાછળના ચકાસણીબોક્સમાં ક્લિક કરો (આકૃતિ 4-22 નો સંદર્ભ લો) .

આકૃતિ 4-22. પેકેજ જૂથ પસંદગી

તમે જે કમ્પોનન્ટ સ્થાપિત કરવા માંગો છો તે પસંદ કરો. બધું જ (કમ્પોનન્ટ યાદીના અંતે) પસંદ કરવાનું એ Red Hat Enterprise Linux ના બધા સમાવિષ્ટ પેકેજો સ્થાપિત કરશે.

એક વાર પેકેજ જૂથ પસંદ થઈ ગયા પછી, કયા પેકેજો મૂળભુત રીતે સ્થાપિત થશે તે જોવા માટે અને વૈકલ્પિક પેકેજોને જૂથમાં ઉમેરવા અથવા તેમાથી દૂર કરવા માટે, વિગતો પર ક્લિક કરો.

આકૃતિ 4-23. પેકેજ જૂથ વિગતો