4.24. સ્થાપન માટે તૈયારી

Red Hat Enterprise Linux ના સ્થાપન માટે તમને તૈયારી કરતી સ્ક્રીન હવે દેખાશે.

તમારા સંદર્ભ માટે, તમારા સ્થાપનનો લોગ તમારી સિસ્ટમની /root/install.log ફાઈલમાં સિસ્ટમ રીબુટ કર્યા પછી જોવા મળશે.

ચેતવણીચેતવણી
 

જો, કોઈ કારણોસર, તમે તમારા સ્થાપનનું કાર્ય ચાલુ રાખી શકો નહિં, તો આ તમારી પ્રક્રિયા નકારવાની છેલ્લી તક હશે અને તમારુ મશીન ફરીથી બુટ કરો. એકવાર તમે આગળ વધો બટન પર ક્લિક કરી દીધુ, પછી પાર્ટીશન લખાઈ જશે અને પેકેજો સ્થાપિત થઈ જશે. જો તમે સ્થાપન અડધેથી બંધ કરવા માંગતા હોય, તો તમારે કોઈપણ હાર્ડ ડ્રાઈવ પર કોઈપણ જાણકારી લખ્યા વગર ફરીથી કમ્પ્યુટર રીબુટ કરવું જોઈએ.

આ સ્થાપનની પ્રક્રિયા નકારવા માટે, તમારા કમ્પ્યુટરનું રીસેટ બટન દબાવો અથવા [Control]-[Alt]-[Delete] કી એકસાથે દબાવીને મશીન ફરીથી ચાલુ કરો.