2.4. શું તમે CD-ROM ની મદદથી સ્થાપિત કરી શકો છો?

ત્યાં ઘણી બધી પદ્ધતિઓ છે કે જે Red Hat Enterprise Linux ના સ્થાપન માટે વાપરી શકાય છે.

CD-ROM માંથી સ્થાપન કરવા માટે તમારે Red Hat Enterprise Linux 4 ઉત્પાદન ખરીદવું જરુરી છે, અથવા તમારી પાસે Red Hat Enterprise Linux CD-ROM હોવી જોઈએ, અને તમારી પાસે CD-ROM ડ્રાઈવ હોવી જોઈએ. મોટા ભાગના નવા કમ્પ્યુટરો CD-ROM માંથી બુટ કરવાની પરવાનગી આપે છે. જો તમારી સિસ્ટમ CD-ROM માંથી બુટ થવાને આધાર આપતી હોય, તો એ સરળ રસ્તો છે કે સ્થાનિક CD-ROM માંથી સ્થાપન શરુ કરો.

CD-ROM ડ્રાઈવમાંથી બુટ કરવા માટે તમારું BIOS બદલવાની જરુર છે. તમારું BIOS બદલવાની વધુ જાણકારી મેળવવા માટે, વિભાગ 4.3.1 નો સંદર્ભ લો.

2.4.1. વૈકલ્પિક બુટ પદ્ધતિઓ

બુટ CD-ROM

જો તમે CD-ROM ડ્રાઈવ વાપરીને બુટ કરી શકો, તો તમે તમારી પોતાની CD-ROM માંથી બુટ કરીને સ્થાપન કરવા માટે બનાવી શકો છો. આ તમારા માટે ઉપયોગી હશે, ઉદાહરણ તરીકે, જો તમે નેટવર્ક પરથી સ્થાપન કરી રહ્યા હોય, અથવા તમારી હાર્ડ ડ્રાઈવમાંથી. આગળના સૂચનો માટે વિભાગ 2.4.2 નો સંદર્ભ લો.

USB પેન ડ્રાઈવ

જો તમે CD-ROM ડ્રાઈવમાંથી બુટ ના કરી શકો, પરંતુ તમે USB ઉપકરણની મદદથી બુટ કરી શકો, જેમ કે USB પેન ડ્રાઈવ, તો નીચેની વૈકલ્પિક બુટ પદ્ધતિઓ ઉપ્લબ્ધ હશે:

USB પેન ડ્રાઈવની મદદથી બુટ કરવા માટે, dd આદેશ વાપરો diskboot.img ઈમેજ ફાઈલને CD-ROM 1 પરની /images/ ડિરેક્ટરીમાંથી નકલ કરવા માટે. ઉદાહરણ તરીકે:

dd if=diskboot.img of=/dev/sda   

તમારું BIOS આ બુટ પદ્ધતિને કામ કરવા માટે USB ઉપકરણમાંથી બુટ કરવા માટે આધાર આપતું હોવું જરુરી છે.

2.4.2. સ્થાપન બુટ CD-ROM નું નિર્માણ

isolinux (Itanium સિસ્ટમો માટે ઉપ્લબ્ધ નથી) એ Red Hat Enterprise Linux સ્થાપન CD માંથી બુટ કરવા માટે વપરાય છે. તમારી પોતાની CD-ROM બનાવવા માટે સ્થાપન કાર્યક્રમમાંથી બુટ કરવા માટે, નીચેનાં સૂચનો વાપરો:

Red Hat Enterprise Linux CD #1 માંથી isolinux/ ડિરેક્ટરીને કોઈ કામચલાઉ ડિરેક્ટરીમાં નકલ કરો (અંહિ <path-to-workspace> સંદર્ભ તરીકે અપાયેલ છે) નીચેનો આદેશની મદદથી:

cp -r <path-to-cd>/isolinux/ <path-to-workspace>

તમે બનાવેલ ડિરેક્ટરી <path-to-workspace> માં જાઓ:

cd <path-to-workspace>

ખાતરી કરો કે તમે જે નકલ કરેલ છે તે ફાઈલો માટે પરવાનગીઓ યોગ્ય છે:

chmod u+w isolinux/*

છેલ્લે, ISO ઈમેજ ફાઈલ બનાવવા માટે નીચેનો આદેશ વાપરો:

mkisofs -o file.iso -b isolinux.bin -c boot.cat -no-emul-boot \ 
-boot-load-size 4 -boot-info-table -R -J -v -T isolinux/

નોંધનોંધ
 

ઉપરનો આદેશ બે લીટીઓમાં વહેંચાઈ ગયો છે કે જે માત્ર છાપનના હેતુ માટે જ છે. જ્યારે તમે આ આદેશ ચલાવો, તો તમે એને એક આદેશ તરીકે જ વાપરો, અને બધા એક જ લીટીમાં રહેવા જોઈએ.

પરિણામી ISO ઈમેજ CD-ROM માં બનાવો (file.iso નામવાળી અને જે <path-to-workspace> જગ્યાએ સ્થિત થયેલી છે) કે જે તમે સામાન્ય રીતે કરો છો.