2.3. શું તમારી પાસે પૂરતી ડિસ્ક જગ્યા છે?

દરેક આધુનિક દિવસની ઓપરેટિંગ સિસ્ટમ ડિસ્ક પાર્ટીશનો વાપરે છે, અને Red Hat Enterprise Linux એ કોઈ અપવાદ નથી. જ્યારે તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરો, તમારે ડિસ્ક પાર્ટીશનો સાથે કદાચ કામ કરવું પડે. જો તમે પહેલાં ડિસ્ક પાર્ટીશનો સાથે કામ કર્યું નહિં હોય (અથવા તમને મૂળભુત સમજ માટે ઝડપી રીવ્યુની જરુર હોય), તો પ્રક્રિયા કરવા પહેલાં પરિશિષ્ટ D નો સંદર્ભ લો.

Red Hat Enterprise Linux દ્વારા વાપરવામાં આવતી ડિસ્ક જગ્યા તમે તમારી સિસ્ટમ પર સ્થાપિત કરેલી બીજી OS દ્વારા વાપરવામાં આવતી ડિસ્ક જગ્યા કરતાં અલગ જ હોવી જોઈએ , જેમ કે Windows, OS/2, અથવા Linuxની વિવિધ આવૃત્તિઓ પણ . x86, AMD64, અને Intel® Extended Memory 64 Technology (Intel® EM64T) સિસ્ટમો માટે, ઓછામાં ઓછા બે પાર્ટીશનો (/ અને swap) Red Hat Enterprise Linux ને જ સોંપાયેલા હોવા જોઈએ. Itanium સિસ્ટમો માટે, ઓછામાં ઓછા ત્રણ પાર્ટીશનો (/, /boot/efi/, અને swap) Red Hat Enterprise Linux ને સોંપાયેલા હોવા જોઈએ.

તમે સ્થાપન પ્રક્રિયા શરુ કરો તે પહેલાં, તમારી પાસે

કેટલી જગ્યા ખરેખર જરુરી છે તે સમજ યોગ્ય રીતે મેળવવા માટે, વિભાગ 4.16.4 માં ચર્ચા થયેલ પાર્ટીશનોના આગ્રહણીય માપ વિશે સંદર્ભ લો.

જો તમે ચોક્કસ નહિં હોય કે તમે આ શરતો પસાર કરો, અથવા જો તમે Red Hat Enterprise Linux સ્થાપન માટે કેવી રીતે પૂરતી ડિસ્ક જગ્યા બનાવવી તે જાણવા માંગતા હોય, તો પરિશિષ્ટ D નો સંદર્ભ લો.

નોંધો

[1]

પાર્ટીશન નહિં કરાયેલ ડિસ્ક જગ્યા એટલે જેમાં તમે સ્થાપન કરી રહ્યા છો તે હાર્ડ ડ્રાઈવ પરની ઉપ્લબ્ધ ડિસ્ક જગ્યા જે માહિતી માટે વિભાગોમાં વહેંચાયેલ હોતી નથી. જ્યારે તમે ડિસ્ક પર પાર્ટીશન કરો, દરેક પાર્ટીશન અલગ ડિસ્ક ડ્રાઈવ તરીકે વર્તે છે.