4.27. તમારી ઉમેદવારી સક્રિય કરો

તમે સેવા અને સોફ્ટવેર જાળવણી જાણકારી ચલાવી શકો, અને તમારી ઉમેદવારીમાં સમાયેલ દસ્તાવેજોને આધાર આપો તે પહેલાં, તમારે તમારી ઉમેદવારી કી Red Hat સાથે નોંધણી કરાવીને સક્રિય કરાવવી જ જોઈએ. નોંધણી કરાવવાનું ત્રણ સરળ પગલાંઓનો સમાવેશ કરે છે:

પ્રથમ વખત તમે તમારું Red Hat Enterprise Linux નું સ્થાપન બુટ કરો, ત્યારે સેટઅપ એજન્ટ ની મદદથી તમને Red Hat ની સાથે નોંધણી કરાવવાનું પૂછવામાં આવશે. જો તમે સેટઅપ એજન્ટ સાથે પ્રશ્નોને અનુસરો, તો તમે નોંધણી પગલાંઓ પૂર્ણ કરી શકો છો અને તમારી ઉમેદવારી સક્રિય કરી શકો છો.

જો તમે સેટઅપ એજન્ટ (જે નેટવર્કને ચલાવવાની માંગણી કરે છે) દરમ્યાન નોંધણી પૂર્ણ કરી શકો નહિં, તો તમે વૈકલ્પિક રીતે Red Hat નોંધણીની પ્રક્રિયા http://www.redhat.com/register/ પર ઓનલાઈન પૂરી કરી શકો છો.

4.27.1. Red Hat પ્રવેશ પૂરો પાડો

જો તમારી પાસે વર્તમાન Red Hat પ્રવેશ નહિં હોય, તો તમે સેટઅપ એજન્ટ ના સ્થાપન દરમ્યાન પૂછવામાં આવે ત્યારે અથવા અંહિ ઓનલાઈન બનાવી શકો છો:

https://www.redhat.com/apps/activate/newlogin.html

Red Hat પ્રવેશ તમારી નીચેની પરવાનગીઓ સક્રિય કરે છે:

જો તમે તમારો Red Hat પ્રવેશ ભૂલી ગયા હોય, તો તમે તમારા Red Hat પ્રવેશ માટે ઓનલાઈન અંહિ પૂછી શકો:

https://rhn.redhat.com/help/forgot_password.pxt

4.27.2. તમારો ઉમેદવારી નંબર આપો

તમારો ઉમેદવારી નંબર એ પેકેજમાં સ્થિત થયેલો હોય છે કે જે તમારી માંગણી સાથે આવે છે. જો તમારું પેકેજ ઉમેદવારી નંબર સમાવતું નહિં હોય, તો તમારી ઉમેદવારી તમારા માટે સક્રિય કરાશે અને તમે આ પગલું અવગણી શકો છો.

તમે જ્યારે સેટઅપ એજન્ટ દરમ્યાન પૂછવામાં આવે ત્યારે તમારો ઉમેદવારી નંબર આપી શકો છો અથવા http://www.redhat.com/register/ ની મુલાકાત લઈ શકો છો.

4.27.3. તમારી સિસ્ટમ જોડો

Red Hat નેટવર્ક નોંધણી ક્લાઈન્ટ તમને તમારી સિસ્ટમ જોડવામાં મદદ કરશે કે જેથી તમે સુધારાઓ મેળવવાનું અને સિસ્ટમ વ્યવસ્થા કરવાનું શરુ કરી શકો. ત્યાં જોડાવા માટે ત્રણ રસ્તાઓ છે:

  1. સેટઅપ એજન્ટ દરમ્યાન — હાર્ડવેર જાણકારી મોકલો અને સિસ્ટમ પેકેજ યાદી મોકલો વિકલ્પો જ્યારે પૂછવામાં આવે ત્યારે ચિહ્નિત કરો.

  2. સેટઅપ એજન્ટ પૂર્ણ થઈ ગયા પછી — મુખ્ય મેનુ માંથી, સિસ્ટમ સાધનો પર જાઓ, અને પછી Red Hat નેટવર્ક પસંદ કરો.

  3. સેટઅપ એજન્ટ પૂર્ણ થઈ ગયા પછી — રુટ વપરાશકર્તા તરીકે નીચેનો આદેશ આદેશવાક્ય પર દાખલ કરો:

    • /usr/bin/up2date --register