4.3. સ્થાપન કાર્યક્રમનો આરંભ

શરુ કરવા માટે, પ્રથમ ખાતરી કરો કે તમારી પાસે સ્થાપન કરવા માટે પૂરતા સ્રોતો ઉપ્લબ્ધ છે કે નહિં. જો તમે પહેલાથી જ પ્રકરણ 2 મારફતે વાંચ્યુ હોય, અને સૂચનાઓ અનુસરી હોય, તો તમે સ્થાપન પ્રક્રિયા માટે તૈયાર રહેવા જોઈએ. જ્યારે તમે ચકાસી લીધુ હોય કે તમે શરુ કરવા માટે તૈયાર છો, તો Red Hat Enterprise Linux CD-ROM 1 ની મદદથી અથવા કોઈપણ બુટ ઉપકરણ કે જે તમે બનાવેલ હોય તેમાંથી સ્થાપન કાર્યક્રમ બુટ કરો.

નોંધનોંધ
 

મોટે ભાગે, અમુક હાર્ડવેર કમ્પોનન્ટોને સ્થાપન દરમ્યાન ડ્રાઈવર ડિસ્કની જરુર પડે છે. ડ્રાઈવર ડિસ્ક હાર્ડવેર માટે આધાર પૂરો પાડે છે કે જેને સ્થાપન કાર્યક્રમનો આધાર નથી. ડ્રાઈવર ડિસ્ક પર વધુ જાણકારી માટે, Red Hat Enterprise Linux સ્થાપન માર્ગદર્શન ની સંપૂર્ણ આવૃત્તિ કે જે દસ્તાવેજીકરણ CD પર ઉપ્લબ્ધ છે અને http://www.redhat.com/docs/ પર ઓનલાઈન છે તેનો સંદર્ભ લો. વધુ જાણકારી માટે, પરિશિષ્ટ E નો સંદર્ભ લો.

4.3.1. x86, AMD64, અને Intel® EM64T સિસ્ટમો પર સ્થાપન કાર્યક્રમ બુટ કરવાનું

તમે નીચેનામાંથી કોઈપણ મીડિયાની મદદથી સ્થાપન કાર્યક્રમમાંથી બુટ કરી શકો છો (તમારી સિસ્ટમ શાને આધાર આપે છે તેના અનુસાર):

બુટ CD-ROM બનાવવા માટે અથવા સ્થાપન માટે તમારી USB પેન ડ્રાઈવ તૈયાર કરવા માટે, વિભાગ 2.4.2 નો સંદર્ભ લો.

બુટ મીડિયા દાખલ કરો અને સિસ્ટમ ફરીથી બુટ કરો. તમારા BIOS સુયોજનોને બદલવાની જરુર છે કે જે તમને CD-ROM અથવા USB ઉપકરણમાંથી બુટ કરવાની પરવાનગી આપે.

મદદમદદ
 

તમારા BIOS સુયોજનોને x86, AMD64, અથવા Intel® EM64T સિસ્ટમ પર બદલવા માટે, તમારું કમ્પ્યુટર જ્યારે પ્રથમ શરુ થાય ત્યારે ડિસ્પ્લે પર પૂરા પાડવામાં આવેલ સૂચનો જુઓ. લખાણની લીટી દેખાશે, કે જે તમને કઈ કી BIOS સુયોજનો બદલવા માટે દબાવવી તે કહે છે.

એક વાર તમે તમારા BIOS સુયોજન કાર્યક્રમમાં દાખલ થઈ ગયા, પછી તમે વિભાગ કે જ્યાં તમે તમારો બુટ ક્રમ બદલી શકો તે શોધો. C, A અથવા A, C વારાફરતી મૂળભુત હોય છે (તમે તમારી હાર્ડ ડ્રાઈવ [C] અથવા ડિસ્ક ડ્રાઈવ [A] માંથી બુટ કરો તેના પર આધાર રાખીને). આ ક્રમ બદલો કે જેથી CD-ROM એ તમારા બુટ ક્રમમાં પ્રથમ હોય અને પછી C અથવા A (તમારુ મૂળભુત બુટ કોઈપણ હોઈ શકે) દ્વિતિય હોય. આ કમ્પ્યુટરને બુટ કરી શકાય તેવા માધ્યમ માટે પ્રથમ CD-ROM ડ્રાઈવમાં જોવા માટે સૂચવશે; જો તે CD-ROM ડ્રાઈવ પર બુટ કરી શકાય તેવું માધ્યમ નહિં મેળવે, તો પછી તે તમારી હાર્ડ ડ્રાઈવ અથવા ડિસ્ક ડ્રાઈવ ચકાસશે.

BIOS માંથી બહાર નીકળતા પહેલા તમારા સુયોજનો સંગ્રહો. વધુ જાણકારી માટે, તમારી સિસ્ટમ સાથે આવેલા દસ્તાવેજોનો સંદર્ભ લો.

ટુંકા વિલંબ પછી, boot: વાળી સ્ક્રીન દેખાશે. સ્ક્રીન વિવિધ બુટ વિકલ્પોની જાણકારી સમાવે છે. દરેક બુટ વિકલ્પ પાસે તેની સાથે સંકળાયેલ એક અથવા વધુ મદદ સ્ક્રીનો પણ જોવા મળે છે. મદદ સ્ક્રીન ચલાવવા માટે, યોગ્ય વિધેય કી દબાવો કે જે સ્ક્રીનની નીચે યાદી કરવામાં આવેલ છે.

જેમ તમે સ્થાપન કાર્યક્રમમાંથી બુટ કરો, તો બે મુદ્દાઓથી સચેત બનો:

સામાન્ય રીતે, બુટ કરવા માટે તમારે માત્ર [Enter] કી દબાવવી પડે. બુટ સંદેશાઓ વાંચવા માટે ખાતરી કરો કે શુ Linux કર્નલ તમારા હાર્ડવેરને શોધી શકે છે. જો તમારું હાર્ડવેર યોગ્ય રીતે શોધાય, તો પછીના વિભાગ સાથે ચાલુ રાખો. જો તે તમારું હાર્ડવેર યોગ્ય રીતે શોધી શકે નહિં, તો તમારે સ્થાપન ફરીથી શરુ કરવાની જરુર છે અને તેમાંનો એક બુટ વિકલ્પ પરિશિષ્ટ F માં પૂરો પાડવામાં આવેલ છે.

4.3.2. Itanium સિસ્ટમો પર સ્થાપન કાર્યક્રમ બુટ કરવાનું

તમારી Itanium સિસ્ટમ Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ સીધું જ Red Hat Enterprise Linux CD #1 માંથી બુટ કરી શકે તેવી હોવો જોઈએ. જો તમારી Itanium એ CD-ROM માંથી સ્થાપન કાર્યક્રમ શરુ કરી શકે નહિં (અથવા જો તમે હાર્ડ ડ્રાઈવ, NFS, FTP, અથવા HTTP સ્થાપન કરવા માંગો) તો તમારે LS-120 ડિસ્કમાંથી જ શરુ કરવું પડશે. વધુ જાણકારી માટે વિભાગ 4.3.2.2 નો સંદર્ભ લો.

4.3.2.1. CD-ROM માંથી સ્થાપન કાર્યક્રમ બુટ કરવાનું

Red Hat Enterprise Linux CD #1 માંથી બુટ કરવા માટે નીચેના પગલાંઓને અનુસરો:

  1. Red Hat Enterprise Linux CD #1 સિવાયના બધા માધ્યમો દૂર કરો.

  2. Boot Options મેનુમાંથી EFI Shell પસંદ કરો.

  3. Shell> પ્રોમ્પ્ટ આગળ, CD-ROM પર ફાઈલ સિસ્ટમ બદલો. ઉદાહરણ તરીકે, ઉપરના નમૂનામાં map આઉટપુટ, CD-ROM પરનો fs1 સિસ્ટમ પાર્ટીશન. fs1 ફાઈલ સિસ્ટમ બદલવા માટે, આદેશ પ્રોમ્પ્ટ પર fs1: લખો.

  4. સ્થાપન કાર્યક્રમમાંથી બુટ કરવા માટે elilo linux લખો.

  5. સ્થાપન શરુ કરવા માટે પ્રકરણ 4 પર જાઓ.

4.3.2.2. LS-120 ડિસ્કમાંથી સ્થાપન કાર્યક્રમ બુટ કરવાનું

જો તમારી Itanium એ Red Hat Enterprise Linux CD #1 માંથી બુટ નહિં થાય, તો તમારે LS-120 ડિસ્કમાંથી જ બુટ કરવુ પડે. જો તમે હાર્ડ ડ્રાઈવ, NFS, FTP, અથવા HTTP સ્થાપન કરવા માંગો, તો તમારે બુટ LS-120 ડિસ્કમાંથી જ બુટ કરવું પડે.

તમારે CD #1: પરની બુટ ઈમેજ ફાઈલ images/boot.img માંથી જ LS-120 બુટ ઈમેજ ફાઈલ ડિસ્ક બનાવવી પડશે. આ ડિસ્ક Linux માં બનાવવા માટે, ખાલી LS-120 ડિસ્ક દાખલ કરો અને શેલ પ્રોમ્પ્ટ પર નીચેનો આદેશ લખો:

dd if=boot.img of=/dev/hda bs=180k

boot.img ને બુટ ઈમેજ ફાઈલના પૂરા પથ સાથે બદલો અને /dev/hda ને LS-120 ડિસ્ક ડ્રાઈવ માટે યોગ્ય ઉપકરણ નામ સાથે બદલો.

જો તમે Red Hat Enterprise Linux CD વાપરી રહ્યા નહિં હોય, તો સ્થાપન કાર્યક્રમ લખાણ સ્થિતિમાં શરુ થશે અને તમારે તમારી સિસ્ટમ માટે અમુક આધારભૂત વિકલ્પો પસંદ કરવાના રહેશે.

જો તમે સ્થાપન કાર્યક્રમ લાવવા માટે CD-ROM વાપરી રહ્યા હોય, તો પ્રકરણ 4 માં સમાયેલ સૂચનોને અનુસરો.

LS-120 માંથી બુટ કરવા માટે નીચેના પગલાં અનુસરો:

  1. LS-120 ડિસ્ક દાખલ કરો કે જે તમે બુટ ઈમેજ ફાઈલ boot.img માંથી બનાવેલ છે. જો તે સ્થાનિક CD-ROM સ્થાપન કરી રહ્યા હોય પરંતુ LS-120 ડિસ્કમાંથી બુટ કરવાનું બંધ કરી રહ્યા હોય, તો Red Hat Enterprise Linux CD #1 પણ દાખલ કરો. જો તમે હાર્ડ ડ્રાઈવ, NFS, FTP, અથવા HTTP સ્થાપન કરી રહ્યા હોય, તો તમારે CD-ROM ની જરુર નહિં પડે.

  2. Boot Options મેનુમાંથી EFI Shell પસંદ કરો.

  3. શેલ> પ્રોમ્પ્ટ પર, fs0: આદેશ લખીને ઉપકરણને LS-120 ડ્રાઈવમાં ફેરવો, ઉપર બતાવેલ આઉટપુટ પ્રમાણે ઉદાહરણ map વાપરીને.

  4. સ્થાપન કાર્યક્રમમાંથી બુટ કરવા માટે elilo linux લખો.

  5. સ્થાપન શરુ કરવા માટે પ્રકરણ 4 પર જાઓ.

4.3.3. વધારાના બુટ વિકલ્પો

CD-ROM દ્વારા બુટ કરવાનું અને ગ્રાફિકવાળું સ્થાપન કરવાનું સરળ હોવા છતાં, અમુક વખતે ત્યાં સ્થાપન દ્રશ્યો પણ હોય કે જ્યાં વિવિધ રીતે બુટ કરવાની જરુર પડે. આ વિભાગ Red Hat Enterprise Linux માટે ઉપ્લબ્ધ વધારાના વિકલ્પો માટે ચર્ચા કરે છે.

Itanium વપરાશકર્તાઓ માટે:

Itanium સિસ્ટમ પર વિકલ્પોને બુટ લોડરને પસાર કરવા માટે, નીચેનું EFI શેલ પ્રોમ્પ્ટ પર દાખલ કરો:

elilo linux option

x86, AMD64, અને Intel® EM64T વપરાશકર્તાઓ માટે:

વિકલ્પોને x86, AMD64, અથવા Intel® EM64T સિસ્ટમના બુટ લોડર પર પસાર કરવા માટે, નીચે બુટ લોડર વિકલ્પ નમૂનાઓમાં પૂરા પાડવામાં આવેલ સૂચનો વાપરો.

નોંધનોંધ
 

આ વિભાગમાં નહિં સમાવાયેલ વધારાના બુટ વિકલ્પો માટે પરિશિષ્ટ F નો સંદર્ભ લો.

4.3.3.1. કર્નલ વિકલ્પો

વિકલ્પો કર્નલને પણ પસાર કરી શકાશે. ઉદાહરણ તરીકે, કર્નલને બધી RAM સિસ્ટમમાં કે જેની પાસે 128 MB ની RAM હોય, સ્થાપનના બુટ પ્રોમ્પ્ટ પર, આ દાખલ કરો:

linux mem=128M

લખાણ સ્થિતિ સ્થાપનો માટે, આ વાપરો:

linux text mem=128M

મોટા ભાગના કમ્પ્યુટરો માટે, કર્નલને કોઈ પરિમાણો પસાર કરવાની જરુર હોતી નથી. મોટા ભાગના કિસ્સાઓમાં કર્નલ તમારી સિસ્ટમ પાસે કેટલી મેમરીનો જથ્થો છે તે શોધે છે. તેમછતાં પણ, આ આદેશને વારંવાર વાપરવાનું ચકાસણીના હેતુ માટે વધુ મદદરુપ છે. ઉદાહરણ તરીકે, linux mem=64M અથવા linux text mem=64M વિકલ્પ કર્નલને પસાર કરીને તમે ઓછી મેમરી સાથે પણ બુટ કરી શકો છો.

કોઈપણ વિકલ્પો દાખલ કર્યા પછી, તે વિકલ્પોની મદદથી બુટ કરવા માટે [Enter] દબાવો.

જો તમને તમારા હાર્ડવેરને ઓળખવા માટે તમારા બુટ વિકલ્પો સ્પષ્ટ કરવાની જરુર હોય, તો મહેરબાની કરીને તેમને લખી દો. બુટ વિકલ્પો સ્થાપનના બુટ લોડર રુપરેખાંકન દરમ્યાન જરુરી છે (વધુ જાણકારી માટે વિભાગ 4.17 નો સંદર્ભ લો).